ETV Bharat / city

7 જૂનઃ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : બળેલાં ખાદ્યતેલમાંથી બાયોડીઝલ બનાવવા 5,11,341 કિલો તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યું

author img

By

Published : Jun 7, 2020, 12:03 AM IST

વિશ્વમાં 7 જૂનના દિવસે વર્લ્ડ ફૂડ સેફટી-ડે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સના એક સર્વે અનુસાર દર વર્ષે આશરે 6 મીલિયન લોકો ફૂડબોર્ન બીમારીથી પીડાય છે. તેથી યૂએન તરફથી ૭ જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જેનો સ્વીકાર થયો. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણીનો હેતુ દરેક નાગરિકોને પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવા માટેનો છે. 7 જૂન ૨૦૧૯થી “વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે” ઉજવવામાં આવી રહ્યો છે.

7 જૂન: વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : બળેલાં ખાદ્યતેલમાંથી બાયોડીઝલ બનાવવા 5,11,341 કિલો તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યું
7 જૂન: વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : બળેલાં ખાદ્યતેલમાંથી બાયોડીઝલ બનાવવા 5,11,341 કિલો તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યું

ગાંધીનગર : રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ આખામાં કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃ ધબકતું થયુ છે એવા સમયે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખવી જોઈએ એ બાબત ખૂબ જ મહત્વનું બની જાય છે. એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બીમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે.

દેશની સૌ પ્રથમ “ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ” તરીકેનું સન્માન કાંકરીયા, અમદાવાદને મળ્યું છે. ત્યાર બાદ રાજ્યની અન્ય 8 એમ ગુજરાતની કુલ 9 સ્ટ્રીટને “ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ”નાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે, જે ગુજરાત જ નહીં, સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. ગત વર્ષે દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ની ઉજવણી અંતર્ગત દરેક રાજ્યમાં થતાં ફૂડ એકમના અમલવારી બાબતે ભારત સરકાર દ્વારા ફૂડ એકમ ઈન્ડેક્સ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર દેશમાં ગુજરાતે બીજો ક્રમાંક મેળવ્યો હતો.

FSSAI દ્વારા પ્રેરિત “ઈટ રાઈટ મુવમેન્ટ” કે જે અલગ અલગ જગ્યાઓ પર ખોરાકની ગુણવત્તા અંગેની જાગૃતિ તેમજ ખાતરી આધારિત ઓડીટ કરી અને યોગ્ય ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે, તેમાં ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૯માં કુલ પાંચ ઈટ રાઈટ કેમ્પસ તેમજ વડોદરા રેલવે સ્ટેશનને “ઈટ રાઈટ સ્ટેશન” તરીકે એવોર્ડ આપવામાં આવ્યાં છે.

BHOG (Blissful Hygienic Offering to God)એ FSSAIની એક એવી પહેલ છે. જેના અંતર્ગત ધાર્મિક સ્થળો ઉપર પીરસવામાં આવતો પ્રસાદ તેમજ અન્ય ખોરાક અંગેની ગુણવત્તાની તપાસ કરી ઓડીટ દ્વારા યોગ્ય ગુણ આપવામાં આવે છે. આ પહેલ અંતર્ગત રાજ્યના કુલ ૩૪ જેટલા ધાર્મિક સ્થળોમાં માર્ગદર્શિકા મુજબનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને તેને સંલગ્ન સર્ટિફિકેટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં SNF(Safe and Nutritious Food) પહેલ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સલામત અને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે કુલ 145 જેટલી શાળાઓમાં ચાલતી કેન્ટીનમાં તાલીમ આપવામાં આવી છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને પણ માહિતી તથા યોગ્ય માર્ગદર્શન હેતુ યલો બુક (Yellow Book) નામક માર્ગદર્શિકા આપવામાં આવે છે. આ સિવાય FSSAI દ્વારા પ્રેરીત DART BOOK તથા PINK BOOK જેવી માહિતસભર પુસ્તિકાઓનું પણ ગુજરાતીમાં અનુવાદ કરી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જેથી લોકોમાં ખોરાક અંગેની સલામતી અને સ્વચ્છ આહાર માટે જાગૃતતા લાવી શકાય.

આ ઉપરાંત વપરાય ગયેલા તથા બળી ગયેલા એવા ખાદ્ય તેલમાંથી બાયો ડીઝલ બનાવવા શરૂ થયેલી અનોખી પહેલ RUCO (Re Purpose Used Cooking Oil)માં પણ ૫,૧૧,૩૪૧ કિગ્રા તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યું છે. તંત્ર દ્વારા સબસ્ટાન્ડર્ડ અથવા તો મિસબ્રાન્ડેડ નમૂનાઓ માટે દાખલ કરવામાં એડ્જ્યુડીકેટીંગ અરજીઓના કિસ્સાઓમાં આજ દિન સુધી અંદાજીત રૂ. ૧૬ કરોડથી પણ વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.