ETV Bharat / city

ગાંધીનગરમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 741 થઇ

author img

By

Published : Jul 5, 2020, 2:23 AM IST

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે વધું 11 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વધુ 5 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. શહેર વિસ્તારમાં શનિવારે 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 741 કેસ નોંધાયા છે, જેમા 45 લોકોના મૃત્યું થયાં છે. જ્યારે 521 લોકો સ્વસ્થ થયાં છે.

14 new cases of corona were reported
ગાંધીનગરમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 741 થઇ

ગાંધીનગરમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

  • ગ્રામ્ય વિસ્તારમાં 11 જ્યારે શહેરી વિસ્તારમાં 3 નવા કેસ
  • ગાંધીનગર તાલુકામાં 4, માણસા તાલુકામાં 2, કલોલ તાલુકામાં 5 નવા કેસ
  • જિલ્લામાં 741 કુલ કેસ, 45 લોકોના મૃત્યું, 521 લોકો થયા સ્વસ્થ
  • શહેર વિસ્તારમાં કુલ 231 પોઝિટિવ કેસ, ગ્રામ્ય વિસ્તારમાં 510 પોઝિટિવ કેસ નોંધાયા

ગાંધીનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે વધું 11 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વધુ 5 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. શહેર વિસ્તારમાં શનિવારે 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 741 કેસ નોંધાયા છે, જેમા 45 લોકોના મૃત્યું થયાં છે. જ્યારે 521 લોકો સ્વસ્થ થયાં છે.

નવા નોંધાયેલા કેસમાં શહેરના સેક્ટર 3Aમાં રહેતી 61 વર્ષિય ગૃહિણી, સેક્ટર 30માં રહેતાં 70 વર્ષિય નિવૃત્ત કર્મચારી અને સેક્ટર 4Bમાં રહેતો 25 વર્ષિય યુવક કોરોનાં પોઝિટીવ થયો છે. શહેર વિસ્તારમાં અત્યાર સુધી 231 પોઝિટીવ નોંધાયા છે. જેમા 7 લોકોના મૃત્યું થયાં છે.

ગાંધીનગર તાલુકામાં 4, માણસા તાલુકામાં 2, કલોલ તાલુકામાં 5 મળી કુલ 11 નવા કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં રાંદેસણ ગામમાં 30 વર્ષીય યુવાન, વાવોલ ગામમાં 39 અને 19 વર્ષીય યુવાન અને કુડાસણ ગામમાં 40 વર્ષીય યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. માણસા તાલુકામાં પરબતપુરા ગામામાં 46 વર્ષીય પુરૂષ અને 45 વર્ષીય મહિલા તેમજ કલોલ તાલુકામાં સાંતેજ ગામમાં 26 વર્ષીય યુવતી, છત્રાલ ગામમાં 56 વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં 63 વર્ષીય અને 45 વર્ષીય પુરૂષ તેમજ 65 વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યાં છે.

શનિવારે ગાંધીનગર તાલુકાના 59 વર્ષીય પુરૂષ કે જે ઓબીસીટી બીમારી ધરાવતા હતા, તેમનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યૃ થયું છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 510 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 113 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે 353 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ 38 વ્યક્તિઓના મૃત્યૃં થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 15,834 વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 15,798 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન, 8 વ્યક્તિઓને સરકારી ફેસીલીટીમાં કોરેન્ટાઇન અને 28 વ્યક્તિઓ ખાનગી ફેસીલીટી કોરેન્ટાઇનમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.