ETV Bharat / city

Head Clerk Paper Leak Protest 2021: AAPના ધરપકડ કરાયેલા નેતાઓને આજે કોર્ટમાં રજૂ કરાશે

author img

By

Published : Dec 21, 2021, 12:23 PM IST

Updated : Dec 21, 2021, 12:30 PM IST

ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે સોમવારે હેડ ક્લાર્ક પેપર લીક મામલે (Head Clerk Paper Leak Protest 2021) આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ (Aam Aadmi Party opposes head clerk paper leak case) વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસે 92 લોકોની ધરપકડ (arrest of Aam Aadmi Party workers) કરી હતી. હવે આજે આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈકાલે AAPના 28 મહિલા કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા.

Head Clerk Paper Leak Protest 2021: AAPના ધરપકડ કરાયેલા નેતાઓને આજે કોર્ટમાં રજૂ કરાશે
Head Clerk Paper Leak Protest 2021: AAPના ધરપકડ કરાયેલા નેતાઓને આજે કોર્ટમાં રજૂ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલો હવે રાજકીય રંગ (Aam Aadmi Party opposes head clerk paper leak case) પકડી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ મામલે સોમવારે ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. AAPના કાર્યકર્તાઓએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે વિરોધ કરતા ભાજપ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે મામલો બગડતા પોલીસે AAPના 92 કાર્યકર્તાઓની ધરપકડ કરી (arrest of Aam Aadmi Party workers) હતી. એટલે આજે 64 કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરાશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ આ માહિતી આપી હતી. તો આજે આ તમામ કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરવામાં (AAP leaders will be produced in court today) આવશે. આ પહેલા સોમવારે મોડી રાત્રે AAPના 28 મહિલા કાર્યકર્તાઓને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તમામના જામીન ફગાવતા તેમને સાબરમતી જેલમાં (Aam Aadmi Party women activists in Sabarmati Jail) લાવવામાં આવ્યાં હતાં.

AAPના કાર્યકર્તાનો કમલમ્ ખાતે વિરોધ
AAPના કાર્યકર્તાનો કમલમ્ ખાતે વિરોધ

આ પણ વાંચો- Head Clerk Paper Leak Protest 2021: AAPની 26 મહિલાઓના જામીન કોર્ટે ફગાવાતા મોડી રાત્રે સાબરમતી જેલમાં લાવવામાં આવી

કમલમ ખાતે ભાજપ અને AAP વચ્ચે થયું હતું ઘર્ષણ

આપને જણાવી દઈએ કે, AAPના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, હસમુખ પટેલ, નિખિલ સવાણી, શિવકુમાર ઉપાધ્યાય સહિત 500 કાર્યકર્તાઓ સોમવારે કમલમ્ પહોંચ્યા હતા. અહીં તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ભાજપ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થતા (Dispute between BJP and Aam Aadmi Party) પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સાથે જ પોલીસે 92 લોકોની ધરપકડ (arrest of Aam Aadmi Party workers) કરી હતી. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે બિનજામીનપાત્ર ગુનો (Non-bailable offense against Aam Aadmi Party workers) નોંધ્યો હતો.

પોલીસે AAPના કાર્યકર્તાઓની કરી ધરપકડ
પોલીસે AAPના કાર્યકર્તાઓની કરી ધરપકડ

આ પણ વાંચો-Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ

AAPના કાર્યકર્તાઓ આજે કરશે પ્રતિક ઉપવાસ

તો આ તરફ અટકાયત થયેલા AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ધરણા પ્રદર્શન કરશે. આ સાથે જ તેઓ ભાજપ સામે વિરોધ નોંધાવશે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 12 ડિસેમ્બર (રવિવારે) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્કની પરીક્ષા લીધી હતી. જોકે, પરીક્ષા પહેલા જ 10 ડિસેમ્બરે પેપર ફૂટી ગયું હોવાનું બહાર આવ્યું હતું. સરકારે પણ પેપર ફૂટ્યું હોવાનું સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું. ત્યારે AAPના નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક મામલે વિરોધ (Head Clerk Paper Leak Protest 2021) કર્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી પેપર લીક મામલે વિરોધ (Head Clerk Paper Leak Protest 2021) થઈ રહ્યો છે.

Last Updated : Dec 21, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.