ETV Bharat / city

Gujarat Govt Cabinet Meeting : કેબિનેટ બેઠકમાં આ બાબતો અંગે કરાશે ચર્ચા

author img

By

Published : Dec 1, 2021, 7:02 AM IST

cabinet meeting: સવારે 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, આ બાબતોને લઈને થશે ચર્ચા
cabinet meeting: સવારે 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, આ બાબતોને લઈને થશે ચર્ચા

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે, આજે સવારે 10:30 કલાકે સ્વર્ણિમ સંકુલ 1માં આવેલા નર્મદા હોલ ખાતે કેબિનેટ બેઠકની (Cabinet Meeting Gujarat) શરૂઆત થશે. મહત્વની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (New Corona variant omicron) બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે, આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતને (Vibrant Gujarat 2022) હવે ફક્ત એક મહિનાની જ વાર છે, ત્યારે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા વાઇબ્રન્ટમાં કરેલા કાર્યો અને આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે.

  • CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
  • નવા વેરિયન્ટને લઈને તૈયારીઓ બાબતે થશે ચર્ચા
  • વાઈબ્રન્ટ ગુજરાત 2022ની થશે સમીક્ષા

ગાંધીનગર: કેન્દ્ર સરકાર (Cabinet Meeting Gujarat) દ્વારા તમામ દેશના મુખ્ય સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં 11 દેશોને AT RISK ઉપર મુકવામાં આવ્યા છે, જેમાં સાઉથ આફ્રિકા અને યુરોપના તમામ દેશોનો સમાવેશ થાય છે, ત્યારે નવા વેરિયન્ટ બાબતે પણ ગુજરાતમાં કઈ રીતેની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ શકે છે, આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત 2022 (Vibrant Gujarat 2022) મહોત્સવમાં કોઈ સંક્રમણ ન ફેલાય તે બાબતે રાજ્ય સરકારનું આયોજન શું છે, તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો

શિક્ષણની પેટર્ન પર થશે ચર્ચા

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ફક્ત એક વર્ષ માટે શિક્ષણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધોરણ 9થી 12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કર્યો છે, જેમાં 30 ટકા વૈકલ્પિક અને 70 ટકા વર્ણાત્મક પ્રશ્નપત્ર પુછવામાં આવશે, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે, પેપરની બ્લૂપ્રિન્ટ કઈ રીતની રહેશે ક્યાં પ્રશ્નોને અને ક્યા ચેપ્ટરને વધુ મહત્વ આપવામાં આવશે,0 તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય શકે છે.

કૃષિ પેકેજ બાબતે થશે ચર્ચા

રાજ્ય સરકાર દ્વારા મંગળવારે જ કૃષિ પેકેજ ભાગ-2 ની જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ 531 કરોડના પેકેજની જાહેરાત કરી હતી, ત્યારે આ બાબતે કોઈ પણ ખેડૂત રહી ન જાય તે પણ જે તે વિભાગને સૂચના આપવામાં આવશે. આ સાથે જ પેકેજ 1 માં કેટલા લોકો હજી સહાય મેળવવાને પાત્ર છે પરંતુ સહાય ન મળી હોય તેવા ડેટાનો પણ અભ્યાસ કરીને ખેડૂતોને વહેલામાં વહેલી તકે સારવાર મળે તે બાબતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Govt Cabinet Meeting) કરવામાં આવશે.

આ પણ વાંચો: VGGS 2022: ગુજરાતનો ડંકો વગાડવા યુરોપના 3 દેશમાં થયાં રોડ શૉ, જાણો શું થઇ રજૂઆતો

કોરોના વચ્ચે 3 મોટા ઇવેન્ટ

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણને હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો કોરોના વચ્ચે જાન્યુઆરી 14 સુધીમાં ત્રણ મોટા ઇવેન્ટ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે, જેમાં એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ(Vibrant Gujarat Summit 2022) બીજું આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ (International Kite Festival) અને રણ ઉત્સવનો (Ran utsav 2021) સમાવેશ થાય છે, ત્યારે કોરોના સંક્રમણ ગુજરાતમાં આ ત્રણ ઇવેન્ટના કારણે ફેલાય નહીં તે બાબતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.