ETV Bharat / city

ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો

author img

By

Published : Nov 30, 2021, 11:05 PM IST

ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો
ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો

રૂપાણી સરકારમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે દ્વારા ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનોની જાહેરાત કરવામાં આવી(New houses will be prepared for MLA) હતી. ત્યારબાદ નવા મંત્રીમંડળ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારના વાહન વ્યવહાર અને માર્ગ-મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ આજે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં ધારાસભ્યો માટે સેકટર 17 ખાતે 216 જેટલા નવા ફ્લેટ તૈયાર કરવામાં(216 new flats will be prepared) આવશે. આ પ્રોજેકટ પાછળ કુલ 114 કરોડનો ખર્ચો(Housing will be built at a cost of Rs 114 crore) થઇ શકે છે.

  • સેકટર 17માં બનશે ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન
  • 214 કરોડના ખર્ચે તૈયાર થશે ધારાસભ્યોના નિવાસસ્થાન
  • રાજ્ય સરકાર ટુક સમયમાં જાહેર કરશે ટેન્ડર

ગાંધીનગર: માર્ગ-મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ 1970માં ધારાસભ્ય નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું. તેમજ 1995માં ધારાસભ્ય નિવાસ્થાન સેક્ટર 21 ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું જે ૨૫ વર્ષ જૂનું છે અને બાંધકામની દ્રષ્ટિથી નવા આવાસ યોજનાની જરૂર પડી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં અનેક આવાસ યોજનાની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે અને જેમાં ધારાસભ્યના નવા નિવાસસ્થાનની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 140 કરોડના(Housing will be built at a cost of Rs 114 crore) ખર્ચે ધારાસભ્યો માટે 216 ફ્લેટ બનાવાશે(216 new flats will be prepared) તેમજ સચિવાલયના પાર્કિંગમાં પણ સુધારો કરાશે.

ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો

ધારાસભ્યોના ફ્લેટમાં કેવી હશે સુવિધા?

આવનારા સમયમાં ધારાસભ્યોની સંખ્યા વધે તેને પણ ધ્યાનમાં લઈને કરોડોના ખર્ચે ધારાસભ્યો માટે આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં કુલ 216 જેટલા ફ્લેટ તૈયાર કરવામાં આવશે. આવાસો 1860 ચોરસ ફુટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે જેમાં ઓડિટોરિયમ હોલ, હેલ્થ ક્લબ જીમ સાથે તમામ અદ્યતન સુવિધાઓ પણ રાખવામાં આવશે. ધારાસભ્યના નવા નિવાસસ્થાન માં કુલ 4 એન્ટ્રી ગેટ અને તમામ ટાવરમાં બે લિફ્ટની વ્યવસ્થા પણ રાખવામાં આવશે.

રાજ્ય સરકાર ટુક સમયમાં જાહેર કરશે ટેન્ડર

રાજ્ય સરકાર દ્વારા પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. કેવા મકાન બનશે તેની ગ્રાફિક્સ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં ટેન્ડર જાહેર કરશે જેમાં જેનો દર ઓછો હશે તેને ધ્યાનમાં લઇને કોન્ટ્રાક્ટરને પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ નવા ધારાસભ્ય નિવાસ્થાનની કામગીરી શરૂ કરવામાં આવશે.

બજેટ સેશનમાં ભૂમિપૂજન થશે

બીજા બજેટ સત્ર દરમિયાન જ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે નવા ધારાસભ્ય નિવાસ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવશે. બજેટમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહેશે. તમામ ધારાસભ્યની હાજરીમાં જ નવા ધારાસભ્ય નિવાસ્થાન સ્થાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. અત્યારે 28 ફેબ્રુઆરી તારીખ નક્કી કરવામાં આવી છે પરંતુ સમય સંજોગોને જોતા આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે.

સચિવાલયના પાર્કિગમાં પણ કરાશે સુધારો

સચિવાલયના પાર્કિંગમાં પણ સુધારો કરવામાં આવશે તેમજ જરૂર જણાશે તો તેમાં પણ વધારો કરવામા આવી શકે છે. તેમજ સોલાર સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે જેથી રાત્રિના સમયમાં રાત્રી લાઈટની વ્યવસ્થા કરી શકાય આમ નવા પાર્કિંગમાં કુલ સચિવાલયમાં ૬ હજારથી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : કેબિનેટના સંભવિત ચહેરાઓ પહોંચ્યા વડાપ્રધાન નિવાસ સ્થાને

આ પણ વાંચો : સ્થાનિક રહેણાંક સર્ટિફિકેટ ન હોય તો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાનો ઈનકાર ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.