ETV Bharat / city

મહાપાલિકા બાદ ગુડાના CEO અને કાર્યપાલક ઇજનેર કોરોના સંક્રમિત, કચેરી મુલાકાતીઓ માટે બંધ

author img

By

Published : Aug 18, 2020, 4:59 PM IST

કોરોના વાઈરસ ગાંધીનગરમાં બેકાબૂ બની રહ્યો છે, ગાંધીનગર મહાપાલિકાના સિટી ઇજનેર સંક્રમિત થયા છે. ત્યારે હવે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફરજ બજાવતા સીઈઓ અને કાર્યપાલક ઇજનેર કોરોનાથી સંક્રમિત થતા સમગ્ર કચેરીમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. જેને લઇને હવે કચેરીમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ ઉપર પ્રવેશ બંધી લગાવવામાં આવી છે.

Guda CEO and Executive Engineer Corona Infected
ગાંધીનગર મહાપાલિકા બાદ ગુડાના CEO અને કાર્યપાલક ઇજનેર કોરોના સંક્રમિત

ગાંધીનગર: અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં (ગુડા) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત પ્રકાશ યાદવ અને કાર્યપાલક ઇજનેર સંજય પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને લઇને કાર્યપાલક ઇજનેરની બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હોમ કોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તેની સાથે અન્ય એક બ્રાન્ચમાં ફરજ બજાવતા મામલતદારમાં પણ લક્ષણો જોવા મળતા હોમ કોરેન્ટાઇન થઇ ગયા છે.

Guda CEO and Executive Engineer Corona Infected
ગાંધીનગર મહાપાલિકા બાદ ગુડાના CEO અને કાર્યપાલક ઇજનેર કોરોના સંક્રમિત

મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીમાં કોરોનાએ પ્રવેશ લેતાં કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામગીરી કરી રહ્યા છે. એકમાત્ર કર્મચારી તરીકે નાયબ કલેકટર ફરજ બજાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા સિટી ઇજનેર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સોમવારના રોજ જ પોઝિટિવ આવ્યા છે. ત્યારે એક પછી એક કચેરીઓમા ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે, જેને લઇને ભય ફેલાયેલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.