ETV Bharat / city

વિકાસની વાતોનું ‘ગુજરાત’: સરકાર પર વર્ષ 2019-20માં કુલ બાકી દેવું 2,67,650 કરોડ રૂપિયા

author img

By

Published : Apr 2, 2021, 7:27 PM IST

Updated : Apr 2, 2021, 7:56 PM IST

વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા સરકારને કરવામાં આવેલા સવાલોમાં સરકારની કામગીરી બહાર આવી છે. જેમાં સરકારને જીએસટીમાંથી અને વેટમાંથી મોટી આવક થઇ રહી છે. પરંતુ રાજય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓમાંથી જાણકારી બહાર આવી છે, કે કેન્દ્ર સરકાર તરફથી રાજય સરકારને વધારે પડતા નાણા લેવાના છે, પરંતુ કેન્દ્વ સરકાર દ્વારા રાજય સરકારને પુરતા સમયમાં પહોંચાડવામાં આવી રહ્યા નથી.

સરકાર પર વર્ષ 2019-20માં કુલ બાકી દેવું 2,67,650 કરોડ રૂપિયા
સરકાર પર વર્ષ 2019-20માં કુલ બાકી દેવું 2,67,650 કરોડ રૂપિયા

  • કેન્દ્ર સરકાર પાસેથી કેમ આવે છે ભંડોળ મોડું ?
  • સરકારે RBI પાસેથી એક વર્ષમાં કુલ 5217.08 કરોડની લોન લીધી
  • ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ, ક્રુડ અને લીકર માંથી વેટ પેટે સરકારને સૌથી વધારે આવક

ગાંધીનગરઃ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એકબીજા સાથે તાલ મેળવીને કામ કરતી હોય, તો જ રાજયના તમામ લોકો સુધી તમામ સુવિધાઓનો લાભ મળી રહે. પરંતુ વિધાનસભામાં માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને ઓછા નાણા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો જીએસટીના વળતર નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકાર પાસેથી રાજય સરકારને 23378.27 કરોડની રકમ લેવાની થાય છે. જેમાં વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને 14561.75 કરોડની રકમ જીએસટીના વળતર પેટે ચુકવવામાં આવી. અને વર્ષ 2020માં 5835.48 કરોડની રકમ ચુકવવામાં આવી. મતલબ કે કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકાર વર્ષ 2019 અને 2020માં કુલ 20,397.23 કરોડની રકમ જીએસટી પેટે ચુકવવામાં આવી હતી.

આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી

રાજયને GSTના વળતર પેટે બાકી રકમ

રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે જીએસટીના વળતર પેટે વર્ષ 2020-21માં 23378.27 કરોડ લેવાના થાય છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને 2937.86 કરોડ વળતર તરીકે અને 8869.6 કરોડ લોન તરીકે ચુકવવામાં આવ્યા છે. જેમાં લોન પેટે આપવામાં આવેલી રકમ GST કાઉન્સીલ દ્વારા ચુકવવામાં આવશે. જોકે રાજય સરકાર પર કોઇ બોજો નથી.

આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી

શું મોંઘવારી જ સરકારની આવક બની છે?

રાજય સરકારને ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ, ક્રુડ અને લીકર માંથી વેટ પેટે સૌથી વધારે આવક કરનારા ક્ષેત્ર છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે લોકોને બજાર જવાનું અને ઘરમાં રહેને ખાવાનું પણ મોંઘું થઇ રહ્યું છે. અને નવાઇની વાત એ છે કે, આ ક્ષેત્રમાંથી જ સરકારને સૌથી વધારે આવક થઇ રહી છે. સવાલ છે કે, શું મોંઘવારી જ સરકારની આવક બની છે?

આંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
Last Updated : Apr 2, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.