ETV Bharat / city

સરકારે OBC આયોગમાં 10 દિવસ ફાળવ્યા, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કરી વધુ સમયની માંગ

author img

By

Published : Aug 8, 2022, 10:05 PM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC નેતૃત્વ ઓછું થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોમાંથી 10 ટકા અનામતપણ હટાવીને તમામ OBC અનામત બેઠકોને સામાન્ય બેઠક(OBC Reserved Seats) કરીને તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. જેને આજે ફરીથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખે(Former President of Congress) સર્વે અને અરજીમાં સમય મર્યાદામાં વધારો કરવાની માંગ કરી છે.

OBC આયોગમાં સરકારે 10 દિવસ ફાળવ્યા, એમાં સર્વે અને અરજીમાં સમય મર્યાદામાં વધારો કરવાની માંગ: અમિત ચાવડા
OBC આયોગમાં સરકારે 10 દિવસ ફાળવ્યા, એમાં સર્વે અને અરજીમાં સમય મર્યાદામાં વધારો કરવાની માંગ: અમિત ચાવડા

ગાંધીનગર: સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં(Local Self Government Elections in Gujarat) OBC નેતૃત્વ ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં તમામ OBC બેઠકો સામાન્ય બેઠકો જાહેર થાય તેવી પણ વાત છે. જ્યારે રાજ્ય ચૂંટણી આયોગ(Gujarat Election Commission) દ્વારા ગ્રામ પંચાયતોમાંથી 10% અનામત પણ હટાવીને તમામ OBC અનામત બેઠકોને(OBC Reserved Seats) સામાન્ય બેઠક કરીને તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો.

સર્વે અને અરજીમાં સમય મર્યાદામાં વધારો કરવાની માંગ

સર્વે અને અરજીમાં સમય મર્યાદામાં વધારો કરવાની માંગ - છેલ્લા બે મહિનાથી OBC સમાજ તથા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ફરીથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષતા અને આગેવાની હેઠળ આયોગને આવેદનપત્ર પાઠવીને સરકારે આપેલા સર્વે અને અરજીમાં સમય મર્યાદામાં વધારો(Time Limit for Survey and Application) કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે

સરકારે જાહેરાત કરીને અરજીઓ મંગાવાની શરૂ કરી - અનેક વિરોધ બાદ રાજ્ય સરકારે 8 જુલાઈ 2022ના રોજ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા માટે સ્વતંત્ર પંચની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ(Retired Judge of Gujarat High Court) K S ઝવેરીના અધ્યક્ષતા હેઠળ પંચની નિમણૂક કરવામાં આવી છે. જેમાં આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગની બેઠક નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાંના સ્વરૂપો અને અસરોની તેમજ તેની રાજનીતિક સ્થિતિ અનુસાર આંકડા એકત્ર કરીને તેનું વિશ્લેષણ કરીને કાળજીપૂર્વક અભ્યાસ કરવા માટે રચવામાં આવ્યું છે.

OBC સમાજના જે લોકોને વાંધો હોય તે લોકો અરજી આપી શકે - જ્યારે આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઈઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ પણ આપેલો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે સત્તાવાર નોટિફિકેશન આપી દસ દિવસ સુધી OBC સમાજના જે લોકોને વાંધો હોય તે લોકો અરજી આપી શકે તેવી પણ જાહેરાત કરી છે.

સરકાર સમયમાં વધારો કરે : અમિત ચાવડા - રાજ્ય સરકાર દ્વારા 10 દિવસની અંદર OBC સમાજના આગેવાનો અને નાગરિકોને આયોગમાં પોતાની અરજી અને નિવેદનો આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ(Former President of Gujarat Congress) અમિત ચાવડા પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 10 દિવસનો સમય પાઠવ્યો છે, પરંતુ 10 દિવસમાંથી 3 દિવસ તો જાહેર રજા છે. જેથી રાજ્ય સરકાર આ સમયમાં વધારો કરે.

સ્થાનિક મામલતદાર કક્ષાએ અરજી લેવામાં આવે તેવી માંગ - આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા ઝોન વાઈઝ અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બરોડા રાજકોટ સુરત અને અમદાવાદ જેવા મુખ્ય ચાર શહેરમાં ઝોન પ્રમાણે અરજી સ્વીકારવાની વાત છે, ત્યારે 200 કિલોમીટર દૂર રહેતા OBC સમાજના લોકોને આવેદન અને અરજી માટે જે તે જગ્યાએ જવું પડે તેવી પરિસ્થિતિ છે. તેથી આ રદ કરીને સ્થાનિક મામલતદાર કક્ષાએ અરજી લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ

રસ્તા પર ઉતરીને થશે આંદોલન - મહત્વની વાત કરવામાં આવે તો અમિત ચાવડાએ આંદોલનની ચીમકી આપતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે નિર્ણય કરે નહીં તો આવનારા દિવસોમાં ઓબીસી સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન(Protest by OBC community) શરૂ કરશે. જ્યારે ભાજપ પક્ષ હંમેશા ઓબીસી સમાજને વોટ બેંક તરીકે જ ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.