ETV Bharat / city

Ex Gratia Assistance In Gujarat: કોરોના મૃતકોના પરિવારને સહાય માટે વેબસાઇટ લોન્ચ, હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે

author img

By

Published : Dec 3, 2021, 8:17 PM IST

કોરોના મૃતકોના પરિવારને સહાય માટે વેબસાઇટ લોન્ચ, હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે
કોરોના મૃતકોના પરિવારને સહાય માટે વેબસાઇટ લોન્ચ, હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે

કોરોનાના કારણે મૃત્યુ (death due to corona in gujarat) પામેલા લોકોના વારસદારોને મુશ્કેલી ન પડે અને તેમની ઝડપથી સહાય (Ex Gratia Assistance In Gujarat) મળી રહે તે હેતુથી રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ (mobile friendly online portal gujarat government ) તૈયાર કર્યુ છે, જેનું લોન્ચિંગ આજે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (revenue minister of gujarat rajendra trivedi)એ કર્યું હતું.

  • ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે પોર્ટલનું લોન્ચિંગ
  • વારસદારોએ આરોગ્ય વિભાગે નિયત કરેલા પુરાવા અપલોડ કરવાના રહેશે
  • 30 દિવસમાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશે

ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોના (coronavirus in gujarat)ના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યુ (death due to corona in gujarat) થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન (ex-gratia assistance guidelines india) અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ (mobile friendly online portal gujarat government ) તૈયાર કર્યુ છે, જેનું લોન્ચિંગ આજે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (revenue minister of gujarat rajendra trivedi)એ કર્યું હતું.

કચેરીઓમાં જવાનો સમય બચશે

મોબાઈલ ફ્રેન્ડલી પોર્ટલનું લોન્ચિંગ કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.

સરળતાથી અને ઝડપથી સહાય મળે તે હેતુ

ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. 50,000 હજારની સહાય (Ex Gratia Assistance In Gujarat) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય (quickly and easily ex-gratia assistance) મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસૂલ વિભાગ (revenue department gujarat) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

કયા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન મુકવા પડશે

આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર (death certificate gujarat) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (department of health and family welfare gujarat)ના તારીખ 28 નવેમ્બર 2021ના ઠરાવ પ્રમાણે કોવિડ-19ના કારણે મૃત્યુના કોઇપણ એક પુરાવા જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના પુરાવા (evidence of medical treatment), ફોર્મ-4 અથવા 4-A અપલોડ કરવાના રહેશે. આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે. કરેલી અરજી અન્વયે 30 દિવસમાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે.

ઓફલાઇન સુવિધા યથાવત

રાજ્ય સરકાર દ્વારા અત્યારે કોરોના મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે બાબતે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં ઓફલાઇન ફોર્મ ભરવાની કામગીરી યથાવત જ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અનેક મૃતકના પરિવારજનોને આર્થિક સહાય પ્રાપ્ત પણ થઈ ચૂકી છે, જ્યારે ઓનલાઇન સહાય લોકોને કોઇ પ્રકારની હાલાકી ન પડે તેને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના મૃતકોના 1219 પરિવારને સહાય ચૂકવાઈ

આ પણ વાંચો: "અંતિમ વિધિ જગ્યા ઓછી પડતી હોવાથી કોરોના મૃતક માટે અલગ સ્મશાન - કબ્રસ્તાનની જગ્યા ફાળવવામાં આવે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.