ETV Bharat / city

Bhavnagar Municipal Corporation: કોરોના સહાય ફોર્મની કામગીરી મનપા પાસેથી સીટી મામલતદાર કચેરીને સોપાઈ

author img

By

Published : Dec 1, 2021, 7:38 AM IST

ભાવનગર શહેરમાં કોરોના સહાય માટેની શહેરની કામગીરી મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) હસ્તક હતી, રાજ્ય સરકારે અચાનક આ કામગીરી શહેરની મહાનગરપાલિકા પાસેથી છીનવીને સીટી મામલતદાર કચેરીને સોંપી દીધી છે. કોરોના સહાયના ફોર્મ (Corona Sahay Form) અને સહાય માટે હવે શહેરના લોકોને સીટી મામલતદાર કચેરીએ જવું પડશે.

Bhavnagar Municipal Corporation: કોરોના સહાય ફોર્મની કામગીરી મનપા પાસેથી સીટી મામલતદાર કચેરીને સોપાઈ
Bhavnagar Municipal Corporation: કોરોના સહાય ફોર્મની કામગીરી મનપા પાસેથી સીટી મામલતદાર કચેરીને સોપાઈ

  • કોરોના સહાય ફોર્મની કામગીરી મહાનગરપાલિકા પાસેથી છીનવી સરકારે
  • સરકારે પરિપત્ર કરીને કોરોના સહાયની પ્રક્રિયા સોંપી સીટી મામલતદારને
  • ભાવનગર મહાનગરપાલિકાએ સ્વીકારેલા 800 કરતા વધુ ફોર્મ સુપ્રત કરશે

ભાવનગર: ભાવનગર શહેરમાં કોરોના સહાય માટેના ફોર્મ (Corona Assistance Form) સ્વીકારવાની પદ્ધતિમાં ફેરફાર થયો છે. ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) કે જિલ્લા પંચાયત કે પંચાયતોએ નહિ પરંતુ ફોર્મ ભરીને હવે મામલતદાર કચેરીએ સોંપવાના રહેશે. અચાનક આવેલા બદલાવ બાદ હવે સહાય માટે મામલતદાર કચેરીએ લોકોનો ઘસારો વધી શકે છે.

Bhavnagar Municipal Corporation: કોરોના સહાય ફોર્મની કામગીરી મનપા પાસેથી સીટી મામલતદાર કચેરીને સોપાઈ

આ પણ વાંચો: Changes in Corona guideline in Gujarat: રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ

કોરોના સહાય ફોર્મ સહિત દરેક બાબત મામલતદાર કચેરીએ

ભાવનગર શહેરમાં કોરોના સહાય ફોર્મ આજ દિવસ સુધી મહાનગરપાલિકા સ્વીકારતી હતી. મહાનગરપાલિકાએ કુલ 800 જેટલા ફોર્મ સ્વીકારી લીધા છે. રાજ્ય સરકારના પરિપત્ર આવ્યા બાદ મહાનગરપાલિકાને આ કામગીરી બંધ કરવાનો આદેશ થઈ ગયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર કે સિન્હાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ 800 જેટલા ફોર્મ સ્વીકાર્ય છે, ત્યારે પછી સરકારના 28 તારીખના પરિપત્ર મુજબ ફોર્મ સ્વીકારવાની અને સહાય આપવાની કામગીરી સીટી મામલતદાર કચેરીએથી થશે.

આ પણ વાંચો: Vapi municipality election 2021: 44માંથી 37 બેઠક પર ભાજપનો કબજો, 7 બેઠક પર 'પંજો' જીત્યો

ફોર્મ મહાનગરપાલિકાએ સ્વીકાર્યા તેનું શું અને હવે લોકોએ શુ કરવાનું

મહાનગરપાલિકાએ સ્વીકારેલા ફોર્મ હવે સીટી મામલતદાર કચેરીને સુપ્રત કરી દેવામાં આવશે. ફોર્મ જે રીતે ભરવા પાત્ર છે તે સંપૂર્ણ પ્રક્રિયા તેમજ રહેશે પણ કામગીરી મહાનગરપાલિકાના બદલે હવે સીટી મામલતદાર કચેરી કરશે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરીને આપનારને હવે સહાય માટેની કોઈ પણ વિગતની જાણકારી માટે સીટી મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.