ETV Bharat / city

કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, સમીક્ષા બાદ દિલ્હીમાં ગમે તે ઘડીએ જાહેર થશે ચૂંટણી

author img

By

Published : Oct 15, 2022, 2:25 PM IST

Updated : Oct 15, 2022, 2:54 PM IST

કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, ગમે તે ઘડીએ જાહેર થશે ચૂંટણી
કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, ગમે તે ઘડીએ જાહેર થશે ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ની ગતિવિધિને લઇને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે ( Central Election Commission Gujarat visit ) આવી રહ્યું છે. ચૂંટણી કમિશનર સહિત ગુજરાતની ચાર દિવસની મુલાકાતનો (Election Commissioner on a four day tour of Gujarat) કાર્યક્રમ હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતના ચાર દિવસ પ્રવાસે (Election Commissioner on a four day tour of Gujarat) આવી રહ્યું હોવાના ખૂબ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇને આ સમયમાં જાહેરાત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી ચૂક્યું છે. ગુજરાતમાં ડીસેમ્બર માસમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ તેમની ગુજરાત મુલાકાત ( Central Election Commission Gujarat visit ) દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી તમામ સંભાવનાઓ છે.

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઝોનની મુલાકાત લેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત હવે ગણતરીના દિવસોમાં જ થવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ 15 દિવસ પહેલાં પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને ગુજરાતની પરિસ્થિતિ તથા રાજકીય પક્ષો સાથે બેઠકો કરીને રાજકીય પક્ષોના સૂચનો લીધા હતાં. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ફરી ગુજરાત મુલાકાતે ( Central Election Commission Gujarat visit ) આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઝોનની મુલાકાત (Election Commissioner on a four day tour of Gujarat)લેશે.

4 દિવસની મુલાકાત કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીને અંતર્ગત ચાર દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યું છે. ચાર દિવસના પ્રવાસની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી ગુજરાતના પ્રવાસે ( Central Election Commission Gujarat visit ) આવશે. મહત્ત્વની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે ફરીથી (Election Commissioner on a four day tour of Gujarat)બેઠક કરીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્હી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરશે.

દિલ્હીમાં થશે જાહેરાત ચૂંટણી પંચની ટીમના ત્રણથી ચાર સભ્યો દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ બાબતની સમીક્ષા કરીને દિલ્હી જઈને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે. હિમાચલ વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ વિધાનસભાની મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર ગઈકાલે જાહેરાત કરી હતી. ત્યારે હવે ચાર દિવસ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ચૂંટણી પંચ ( Central Election Commission Gujarat visit ) આવી રહ્યું છે અને અલગ અલગ ઝોનમાં જઈને અધિકારીઓ સાથે બેઠક અને સમીક્ષા (Election Commissioner on a four day tour of Gujarat)કરશે. જેને લઇને અનુમાન છે કેે ગણતરીના દિવસોમાં દિલ્હીમાં જઈને કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત કરી શકે તેમ છે.

રાજ્ય ચૂંટણી પંચે કરી લીધી છે તૈયારીઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને સક્રિય ભૂમિકામાં આવીને રાજ્ય ચૂંટણી પંચે મહત્ત્વની બાબતોને આખરી ઓપ આપી દીધો છે. જેમાં ચૂંટણીમાં આંકડાકીય માહિતી જણાવીએ તો રાજ્યમાં કુલ પુરુષ મતદારો 2,53,36,610, મહિલા મતદારો 2,37,51,738 , કુલ મતદારો કુલ મતદારો 4,90,89,765 આખરી યાદીમાં સમાવેશ થઇ ચૂક્યાં છે. જ્યારે રાજ્યની કુલ વિધાનસભા બેઠક 182 છે તેમાં જનરલ બેઠક 142, એસસી બેઠક 13 અને એસટી બેઠક 27 છે.

રાજ્યમાં કુલ મતદાન મથકોની વિગતો વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા કુલ 51,782 મતદાન મથક ઊભાં કરવામાં આવશે. સરેરાશ મતદાન એક બુથ પર 934 મતદારોનું થઇ શકશે. શહેરી વિસ્તારમાં 17,506 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 34,276 મતદાન મથક રહેશે. તેમાં મહિલા સંચાલિત મતદાન મથકની સંખ્યા 1274, મોડેલ પોલીંગ સ્ટેશન તરીકે 182 મતદાન મથક અને 50 ટકા મતદાન મથક એટલે કે 25,891 મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરાશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા બાદમાં નક્કી થશે. બધા બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.

ગુજરાત ચૂંટણીની મત ગણતરીનું અનુમાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 'ગુજરાતમાં પણ મત ગણતરી આઠ ડિસેમ્બરના રોજ યોજવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે આઠ ડિસેમ્બરથી ગણતરી કરવામાં આવે તો બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 થી 29 નવેમ્બરની વચ્ચે રહેશે અને બીજા તબક્કાનું મતદાન એક ડિસેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી રહેશે. આમ બંને રાજ્યની ચૂંટણી એકસાથે પૂર્ણ થશે.'

2017માં ચૂંટણીઓની જાહેરાત એકસાથે જ થઈ હતી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017 માં 10 ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી 25 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરવામાં આવી હતી અને ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું અને 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડિસેમ્બરના દિવસે જ મત ગણતરી હાથ ધરીને અંતિમ પરિણામ જાહેર થયું હતું આમ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ ગણિતથી બંને રાજ્યના ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.

Last Updated :Oct 15, 2022, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.