ETV Bharat / bharat

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ મહત્વની બેઠક, ભાજપના નેતાઓ રહ્યા હાજર

author img

By

Published : Oct 15, 2022, 7:10 AM IST

ચૂંટણી પંચે હિમાચલની ચૂંટણીની જાહેરાત (Election Commission Announced Himachal Elections) કરી છે, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે, દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે.
ગુજરાત ચૂંટણીને લઈને PMના નિવાસસ્થાને મહત્વની બેઠક, ભાજપના તમામ ટોચના નેતાઓ હાજર
ગુજરાત ચૂંટણીને લઈને PMના નિવાસસ્થાને મહત્વની બેઠક, ભાજપના તમામ ટોચના નેતાઓ હાજર

ન્યૂઝ ડેસ્ક : ચૂંટણી પંચે હિમાચલની ચૂંટણીની જાહેરાત (Election Commission Announced Himachal Elections) કરી છે, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે.

દિલ્હી ભાજપની બેઠક : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈને વડાપ્રધાનના નિવાસસ્થાને મોટી બેઠક યોજાઈ હતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લા 24 કલાકથી મંથન ચાલી રહ્યું હતું. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લગતા તમામ નિષ્ણાતો હાજરી આપી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, બીએલ સંતોષ અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે હિમાચલની ચૂંટણીની જાહેરાત (Election Commission Announced Himachal Elections) કરી છે, પરંતુ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે દિવાળી પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે.

કેવી છે ગુજરાતમાં રાજકીય હરીફાઈ? : ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે. સત્તાધારી ભાજપ માટે ચૂંટણી નિર્ણાયક છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને તેમના સન્માન સાથે જોડાયેલું છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાથી બહાર છે અને હવે આ ચૂંટણીમાં તેની વાપસી થવાની આશા છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ પાર્ટીના તમામ રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ભારત જોડો પદયાત્રામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટીએ (AAP) પણ આ રાજ્યમાં પોતાની હાજરી નોંધાવવા માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. આ રાજ્યમાં જીતથી પાર્ટીને અખિલ ભારતીય પાર્ટી તરીકે ઉભરી આવવાની તક મળશે. ઓક્ટોબરની શરૂઆતમાં, AAPના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.