ETV Bharat / city

Khel Mahakumbh 2022 માટે રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગ્યા છો તો ચિંતા ન કરો, ફરી કરી શકશો, જૂઓ કઈ રીતે

author img

By

Published : Mar 22, 2022, 11:27 AM IST

રાજ્યમાં ખેલમહાકુંભની (Khel Mahakumbh 2022) લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવે ખેલમહાકુંભ માટે આજે સવારે 10 વાગ્યાથી આવતીકાલથી રાત્રે 11.59 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન વિન્ડો (Registration window for Khel Mahakumbh) ખોલવામાં આવશે.

Khel Mahakumbh 2022 માટે રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગ્યા છો તો ચિંતા ન કરો, ફરી કરી શકશો, જૂઓ કઈ રીતે
Khel Mahakumbh 2022 માટે રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગ્યા છો તો ચિંતા ન કરો, ફરી કરી શકશો, જૂઓ કઈ રીતે

ગાંધીનગરઃ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભ 2022નો (Khel Mahakumbh 2022) પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ વખતે ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન (Khel Mahakumbh Registration) કરાવ્યું છે. આ ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતો

આ પણ વાંચોઃ Khel Mahakumbh 2022: ખેલ મહાકુંભથી સારૂ સ્ટેજ મળશે, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરશે

આવતીકાલ સુધી કરી શકશો રજિસ્ટ્રેશન - રાજ્ય સરકારના નિર્ણય મુજબ, ખેલ મહાકુંભ 2022 (Khel Mahakumbh 2022) માટે રજિસ્ટ્રેશન વિન્ડો આજે (મંગળવારે) સવારે 10 વાગ્યાથી આવતીકાલે (બુધવારે) રાત્રે 11.59 વાગ્યા સુધી ખોલવામાં આવશે. આ અંગે રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi on Khel Mahakumbh) જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો-રમતવીરોને પ્રોત્સાહિત કરવા આ ખેલ મહાકુંભ યોજાય છે. જોકે, સરકારે રજિસ્ટ્રેશન માટે વધુ 2 દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો (Registration window for Khel Mahakumbh) ફરીથી ઓપન કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Khel Mahakumbh 2022:ખેલ મહાકુંભ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપ થશે

રમતવીરોમાં ખુશીનો માહોલ - રમતગમત પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષના ખેલ મહાકુંભમાં કેટલાક રમતવીરોને હજી રજિસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેના કારણે રમતવીરોમાં ખુશી અને રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. તો આ 2 દિવસ દરમિયાન ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજિસ્ટ્રેશન વિન્ડો (Registration window for Khel Mahakumbh) ફરીથી ખોલવામાં આવશે. આ સાથે જ પ્રધાને રમતવીરોને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.