ETV Bharat / city

વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

author img

By

Published : Sep 21, 2022, 3:48 PM IST

Updated : Sep 21, 2022, 6:23 PM IST

વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ
વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્રનું આજથી પ્રારંભ (Gujarat Legislative Assembly last session ) થઈ રહ્યો છે. વર્તમાન સરકારનું આજ છેલ્લું વિધાનસભા સત્ર હશે. જેમાં રાજ્યપાલ પશુ નિયંત્રણ બિલ ગૃહમાં પરત મોકલશે. ત્યારબાદ ફરી ચર્ચાના અંતે આ બિલ પરત લેવામાં આવશે, પરંતુ તે પહેલા જ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો બિલકીસ બાનુના અપરાધીઓને માફી આપી તે અંગે વિરોધ (Protests against amnesty to Bilkis Banu criminals) પ્રદર્શન કરી તે પરિવારને ન્યાય મળે તે માગણી કરશે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 14મી વિધાનસભાની બે દિવસથી ચોમાસુ સત્ર આજે યોજાશે. જોકે વર્તમાન સરકારમાં છેલ્લું સત્ર હશે ત્યારે ગુજરાત સરકાર દ્વારા બળાત્કારીઓને જે માફી (Gujarat government gave amnesty to the rapists) આપવામાં આવી હતી. તે લોકોની માફી પરત ખેંચવામાં આવે તેને લઈને તે અપરાધીને સજા કરવામાં આવે. તે અંગે કોંગ્રેસ દ્વારા (Congress MLAs Protests Bilkis Banu criminals) માગણી કરવામાં આવી છે.

ગુજરાત માટે કલંકિત ઘટના કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે કલંકિત ઘટના બની હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ એક બાજુ નારી સન્માનની વાત કરી રહી છે. મહિલા સશક્તિકરણ વાત કરી રહી છે. પણ ભાજપ સરકાર દ્વારા બળાત્કારીને સજા ફટકારવાનો બદલે સરકાર દ્વારા માફી માગવામાં આવી છે. જેમ જેથી ભાજપ દ્વારા ભારતીય નારીનું અપમાન કરવામાં આવ્યું છે. જેના પગલે આ જ અમે આનો વિરોધ (Protests against amnesty to Bilkis Banu criminals) પ્રદર્શન કરી રહ્યા છીએ.

ભારતીય મહિલાઓનું અપમાન ગૃહમાં આ મુદ્દો ઉઠાવીશું વધુમાં ઉમેર્યું હતું. જો આ માફી પાછી ખેંચીને અપરાધીને જેલની પાછળ ધકેલવામાં નહીં આવેતો આ બાબતે આજે અમે વિરોધ પ્રદર્શન કરીશું. વિધાનસભા ગૃહમાં પણ અમે આ મુદ્દો ઉઠાવવાના છીએ. એકબાજુ દેશના વડાપ્રધાન 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપર એવું કહેતા હોય કે દેશમાં નારીનું સન્માન કરવું જોઈએ. નારીસશક્તિકરણ કરવું જોઈએ. ત્યારે ગુજરાતમાં જ એમની સરકાર અપરાધીને માફી આપે છે. આ ભારતીય મહિલાઓનું અપમાન છે. આમાં કોઈ હિંદુ મુસ્લિમનો પ્રશ્ન નથી પણ મહિલાના આત્મા સન્માનનો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજનીતિ કરવામાં આવે છે.

શશીકાંત પંડ્યાએ પોલીસને ધમકી આપી હતી ડીસાના ભાજપ ધારાસભ્ય (BJP MLA from Deesa) શશીકાંત પંડ્યા પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે તેમણે ગુજરાત પોલીસને પડકાર્યા છે. પોલીસ સાંભળી લો જો તમે મર્યાદામાં નહીં કરવા દો તમારે જોવા જેવી થશે. આ પોલીસ પર નિવેદનો આપવા કેટલા યોગ્ય છે. સરકારે બાબતે શશીકાંત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી જોઈએ. જો પ્રજાનો ચૂંટાયેલા પ્રતિનિધિ આ રીતે જ ગુજરાત પોલીસને પડકારતો હોય તો એનો બહિષ્કાર કરવો જોઈએ.

2015માં ભાજપ મારી વાત માની નહીં આજે ઉડતા ગુજરાત બનાવવામાં આવ્યું છે. આજ ગુજરાતના ચારેબાજુ ડ્રગ્સ વેચાયો (Selling drugs in Gujarat) છે. 2015માં પણ ડ્રગ્સને લઈને નિવેદન આપ્યું હતું. પરંતુ સરકાર આ બાબતને ગંભીરતાથી ન લેવાને કારણે આજે રાજ્યના ખૂણે ખૂણે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી હિંદુ મુસ્લિમ ભેદ ઉભો કરી રહી છે. જે 2015 જે કહ્યું હતું તે આગાહી આજ સાચી પડી રહી છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ગેસની સિલિન્ડર પર આજે આસમાને પહોંચ્યા છે. આજ સામાન્ય પરિવારને જીવન ગુજરાતવું પણ મુશ્કેલ પડી રહ્યું છે.

Last Updated :Sep 21, 2022, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.