અંતિમ દિવસો તોફાની બનશે, સરકારે દિવસો ના વધાર્યા: સુખરામ રાઠવા

author img

By

Published : Sep 21, 2022, 6:29 AM IST

અંતિમ દિવસો તોફાની બનશે, સરકારે દિવસો ના વધાર્યા: સુખરામ રાઠવા

આવતીકાલે 14મી વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર (Monsoon Session of 14th Legislature) મળવાનું છે.આજે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ બેઠક મળી હતી. આ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ( Meeting of the Advisory Committee) રાજ્યના મુખ્યપ્રધાન ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં વિપક્ષના નેતાઓ પણ હાજર રહીને સત્રની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ (Demand of session duration extended) કરી હતી.

ગાંધીનગર આવતીકાલે 14મી વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર (Monsoon Session of 14th Legislature) મળવાનું છે, જેને ધ્યાનમાં લઈને આજે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ બેઠક (Meeting of the Advisory Committee) મળી હતી. આજની આ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ગેરહાજર રહ્યા હતા. સરકાર તરફથી સંસદીય પ્રધાનોએ સમગ્ર મામલે મોરચો સંભાળ્યો હતો. જ્યારે બેઠકમાં વિપક્ષના નેતાઓ પણ હાજર રહીને સત્રની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જ્યારે બેઠકમાં વિપક્ષ ના નેતાઓ પણ હાજર રહીને સત્ર ની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

કોંગ્રેસ પક્ષ આંદોલન મામલે સરકારને ઘેરાવનો પ્રયાસ કરશે 14મી વિધાનસભાનું અંતિમ ચોમાસુ સત્ર મળનાર છે, ત્યારે સત્ર પહેલા આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ નીમા આચાર્યની હાજરીમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પક્ષે સાશક પક્ષ પર આક્ષેપ લગાવ્યો હતો કે, સરકાર સત્તાના જોરે દિવસોમાં વધારો કરવાની ના પાડે છે. પ્રશ્નોકાળ પર રદ કરવામાં આવ્યો છે. સરકાર માત્ર સરકારી બિલ પર ચર્ચા કરવાની વાત કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પક્ષે ચોમાસા સત્રમાં રાજ્યમાં ચાલી રહેલા આંદોલન મામલે સરકારને ઘેરાવનો પ્રયાસ કરશે અને સરકારની નિષ્ફળતાની કામગીરી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સરકારે ઔપચારીકતા પૂરી કરવા માટે નું સત્ર બોલાવ્યું બીજી તરફ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું છેલ્લું સત્ર (Gujarat Legislative Assembly Last Session) મળી રહ્યું છે, સરકારે ઔપચારીકતા પૂરી કરવા માટેનું સત્ર છે. આજની કામકાજ સમિતિમા માત્ર સરકારી બીલો સિવાય સરકાર લાવી નથી.

વિપક્ષ ગૃહમાં આ બીલનો ભારે વિરોધ વ્યક્ત કરશે સરકારી કર્મચારીઓની માંગણીઓ (government employees Requirement) છે, ખેડૂતો તથા માજી સૈનિકોની માંગણી પર ચર્ચાનો એજન્ડા નથી. ધારાસભ્યોને મળતા અધિકારમાં પ્રશ્નકાળ રખાયો નથી. જે ખુબ જ દયનીય પરિસ્થિતિ છે, સરકાર પ્રશ્નોથી દૂર ભાગે છે. અમારા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા છે. વિધાનસભાનું સેશન માત્ર સરકારી કામકાજ માટે છે. આ સિવાય ઢોર નિયંત્રણ બિલ (Cattle Control Bill) ભૂતકાળમા પણ સખત વિરોધ કર્યો હતો. સરકાર બહુમતીના જોરે રાત્રે ત્રણ વાગે પાસ કર્યુ હતું. રાજ્યપાલે પૂન વિચારણા માટે મોકલ્યું છે. આ બિલ વિધાનસભા ગૃહમાં તયારે પુન: વિપક્ષ ગૃહમાં આ બીલનો ભારે વિરોધ વ્યક્ત કરશે.

કોંગ્રેસ ફક્ત આક્ષેપ કરે છે : રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના નેતા અને સંસદિય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે કોઈ એવા ધારદાર પ્રશ્નો ગૃહમાં રજૂ કર્યા નથી. જેથી તે પ્રશ્નો મામલે ચર્ચા કરવામાં આવશે નહીં. જ્યારે CM ભુપેન્દ્ર પટેલે સૂચના આપી છે કે, કોંગ્રેસ પક્ષને ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરી શકે તે માટે સમય આપજો પરતું કોંગ્રેસ પાસે આવડત નથી. જેના કારણે તેવો ગૃહમાં આક્રમક વિપક્ષની ભૂમિકા અદા કરી શક્યા નથી. સાશક પક્ષ 7 જેટલા સરકારી બિલ ગૃહમાં લાવી રહ્યું છે. આ ઉપરાંત, 7 જેટલા શોક દર્શક બની રહેશે. ગૃહમાં, કોંગ્રેસ પક્ષે દિવસોની સંખ્યમાં વધારો કરવાની માંગ કરી હતી, પરતું ખોટો સમય બગાડવાનો કોઈ જરૂર ન હોવાના કારણે બે દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.