ચોમાસું સત્ર 2022: સ્મૃતિ ઈરાની સાથેનો મામલો સંસદમાં ઉઠાવવાની શક્યતા

author img

By

Published : Jul 25, 2022, 10:06 AM IST

ચોમાસું સત્ર 2022: સ્મૃતિ ઈરાની સાથેનો મામલો સંસદમાં ઉઠાવવાની શક્યતા

સોમવારે સંસદના ચોમાસુ સત્રના (monsoon session 2022) બીજા સપ્તાહનો પહેલો દિવસ હશે. રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. સાથે જ આજે મોંઘવારી અને GSTના નવા દરોને લઈને વિપક્ષ આજે સરકારને ઘેરી શકે છે.

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહનો આજે પ્રથમ દિવસ છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહના (President Oath Taking Ceremony) કારણે બપોરે 2 વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ થશે. તે જ સમયે, વિપક્ષ અઠવાડિયાના પ્રથમ દિવસે મોંઘવારી અને GSTના નવા દરોને લઈને બંને ગૃહોમાં હંગામો કરી શકે છે. આ મુદ્દે મડાગાંઠ હજુ પણ યથાવત છે.

આ પણ વાંચો: President Oath Taking Ceremony : દ્રૌપદી મુર્મુ રાજઘાટ પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

લોકસભામાં રજૂ કરશે પ્રસ્તાવ: આ સિવાય કોંગ્રેસ સ્મૃતિ ઈરાની સાથે જોડાયેલ મામલો સંસદમાં ઉઠાવી શકે છે. કોંગ્રેસે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે આ મામલાને સંસદમાં ઉઠાવશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રવિવારે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાને કાનૂની નોટિસ મોકલીને તેમની અને તેમની પુત્રી પર લગાવવામાં આવેલા પાયાવિહોણા અને ખોટા આરોપો બદલ માફી માંગવા કહ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આરોપો લગાવ્યાના એક દિવસ બાદ ઈરાનીએ આ પગલું ઊઠાવ્યું છે. કિરેન રિજિજુ ફેમિલી કોર્ટ એક્ટ, 1984માં (Family Court Act) વધુ સુધારા કરવા માટેના બિલ પર વિચારણા માટે લોકસભામાં એક પ્રસ્તાવ રજૂ કરશે. બિલ પાસ કરાવવાની દરખાસ્ત પણ કરશે. તે જ સમયે, રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સંસદની રાજભાષા સમિતિની ચૂંટણી માટે પ્રસ્તાવ રજૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.