ETV Bharat / city

ગાંધીનગર : કોરોનામાં મૃતક કે સારવાર હેઠળ રહેલા દંપતિના 18 વર્ષ સુધીના સંતાનોની કાળજી બાળ સંભાળ ગૃહ રાખશે

author img

By

Published : May 13, 2021, 9:47 PM IST

Updated : May 13, 2021, 10:04 PM IST

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી

કોરોનામાં મૃત્યૃ પામનારા, સારવાર મેળવતા દંપતીઓના 0 થી 18 વર્ષના બાળકોની સારસંભાળની જવાબદારી સમાજ સુરક્ષા અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીએ લીધી છે. જેમને બાળકોની બાળ સંભાળ ગૃહમાં સંભાળ રખાશે.

  • ગાંધીનગર જિલ્લામાં આ સેવા શરૂ કરાઈ
  • અનાથ-નિરાધાર બાળકોને 4000 અપાશે
  • સુરક્ષા, સ્વાથ્યના હિતને પ્રાધાન્ય અપાયું

ગાંધીનગર : જિલ્લામાં કોરોના મૃતક અને કોરોનાની સારવાર મેળવતા દંપતીઓના 0થી 18 વર્ષના બાળકોની નજીકના કોઇ સગા સંભાળ રાખી શકે તેમ ન હોય તો તેવા બાળકોની બાળ સંભાળ ગૃહમાં સંભાળ રાખવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં આ સેવા શરૂ કરવામાં આવી છે. કોરોનામાં બાળકોની સુરક્ષા, સ્વાથ્યના હિતને પ્રાધાન્ય અપાયું છે. ગુજરાત સરકાર દ્વારા અનાથ-નિરાધાર થયેલા બાળકોના માટે આ નિર્ણય લઇને રુપિયા 4000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો - અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

અનાથ-નિરાધાર થયેલા બાળકોના માટે નિર્ણય રુપિયા 4000ની સહાય અપાશે

મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકોના માટે નિર્ણય રુપિયા 4000ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રુપિયા 4000ની સહાય આપશે. આ સહાય બાળક 18 વર્ષનું થાય, ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો - ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે 35 બેડ તૈયાર કરાયા

બાળકોની સુરક્ષા અને તેમના સ્વાથ્યના હિતને પ્રાધાન્ય આપવા લેવાયો નિર્ણય

ગાંધીનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં કોરોનાની મહાબિમારી ચાલી રહી છે. આ મહામારીમાં સમાજ સુરક્ષા અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા 18 વર્ષ સુધીની વય ધરાવતા બાળકોની સુરક્ષા અને તેમના સ્વાથ્યના હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોરોના વાઇરસના કારણે કોઇ બાળકના માતા અથવા પિતા તેમજ માતા-પિતા બંને કમનસીબે મૃત્યુ પામ્યા હોય. તેમજ કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કોરોના વાઇરસના ચેપની સારવાર લઇ રહ્યા હોય. તેમના બાળકની કોઇ સગા સંબંધી સાર સંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા દંપતીના બાળકોને સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમાં 0થી 18 વર્ષના બાળકોને કાળજી અને સારસંભાળ માટે બાળ સુરક્ષા ગૃહમાં મોકલી શકાશે.

આ પણ વાંચો - ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ

ચાઇલ્ડ વેલ્ફર કમિટી ગાંધીનગરની મંજૂરી મેળવવાની રહેશે

બાળ સુરક્ષા ગૃહમાં આવા બાળકોની સંભાળ રાખવામાં આવશે. કોરોના મૃતકો અને કોરોના સંક્રમિત દંપતીના 0થી 18 વર્ષના કોરોના નેગેટિવ રિપોર્ટ ધરાવતા બાળકોની બાળ સંભાળ ગૃહમાં સંભાળ રાખવામાં આવશે. જેમાં ચાઇલ્ડ વેલ્ફર કમિટી ગાંધીનગરની મંજૂરી મેળવવાની રહેશે. તેમજ આવા બાળકોને જરૂરિયાત પૂરતા દિવસો માટે બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવશે. જ્યાં બાળકોને જમવા રહેવા તથા જીવન જરૂરીયાતની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવશે.

આ પણ વાંચો - મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે

Last Updated :May 13, 2021, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.