ETV Bharat / city

મહેસાણામાં જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર પર આ મામલે દાખલ કરાઈ હતી ચાર્જશીટ

author img

By

Published : Sep 28, 2021, 5:30 PM IST

charge sheet were filed against jignesh mevani and kanhaiya kumar
જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર પર આ મામલે દાખલ કરાઈ હતી ચાર્જશીટ

મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરવાનગી વગર આઝાદી કૂચ રેલી કાઢતા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ( MLA Jignesh Mevani ), કનૈયાકુમાર(Kanhaiya Kumar) અને NCP નેતા રેશ્મા પટેલ સહિત 17 વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે 12 સામે ચાર્જફ્રેમ દાખલ કરાઇ હતી.

  • MLA જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓ સામે ચાર્જફ્રેમ દાખલ કરાઈ હતી
  • મહેસાણા ખાતે 2017માં મંજૂરી વિના 2017માં રેલી યોજી હતી
  • સરકાર સામે વિરોધ નોંધાવી યોજી હતી આઝાદી કૂચ રેલી

ન્યૂઝ ડેસ્ક : શહેરમાં વર્ષ 2017માં પરવાનગી વગર આઝાદી કૂચ રેલી કાઢતા વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી( MLA Jignesh Mevani ), કનૈયાકુમાર (Kanhaiya Kumar) અને NCP નેતા રેશ્મા પટેલ સહિત 17 વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે 12 સામે ચાર્જશીટ કરી હતી.

12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ

આ તકે રેશ્મા પટેલના વકીલ એમ. એન. મલીકે જણાવ્યું હતું કે, 12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 10 આરોપી સામે ચાર્જફ્રેમ થયો છે, જ્યારે કનૈયાકુમારને સમન્સની બજવણી થઇ રહી ન હતી. તે દરમિયાન તેમની વિરુદ્ધ કલમ 299 મુજબ કેસ અલગ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.

17 સામે ફરિયાદમાંથી 12ના જ ચાર્જશીટમાં નામ હોવાના મેવાણીના આક્ષેપો

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સામે આરોપ કરતા જણાવ્યું હતું કે, આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે ફરિયાદ થયેલી તેમાંથી 12નાં નામ ચાર્જશીટમાં છે, બાકી નથી. આ ઉપરાંત પણ પોલીસ તપાસમાં છીંડા છે. દલિતોને અન્યાયના વિરુદ્ધમાં આઝાદી કૂચ રેલીની પોલીસ પરવાનગી માંગી આયોજન કર્યું હતું, પરંતુ ગાંધીનગરમાં રમાયેલા ગણિતના ભાગરૂપે અચાનક છેલ્લી ઘડીએ પરમિશન રદ કરી દેવામાં આવી હતી. જેથી આંદોલનકારીઓ ઉપર ગુનો દાખલ થતો. આ તકે મેવાણીએ કહ્યું હતું કે, અમે નિર્દોષ હોવાથી આગળ જતાં કેસમાંથી નામ કમી માટે અરજી કરવાના છીએ.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.