ETV Bharat / city

કોરોનામાં રોજના 25 હજાર ફોન આવી રહ્યા છે જેથી 108ની કોલ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ સર્જાયો

author img

By

Published : Apr 22, 2021, 3:33 PM IST

રાજ્યમાં 108 કોલ કનેક્ટિવિટીમાં સવારે થોડો સમય કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ સર્જાયો હતો. જેનું મુખ્ય કારણ એક સાથે ફોનનો વધુ ફ્લો કોરોનાના કારણે થતાં સિસ્ટમ કનેક્ટિવિટીમાં ખામી સર્જાઇ હતી.

વધુ ફોન આવતા કોલ કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જાઈ
વધુ ફોન આવતા કોલ કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જાઈ

  • વધુ ફોન આવતા કોલ કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જાઈ
  • રોજના મોટી સંખ્યામાં ફોન આવતા વેઇટિંગ ચાલે છે
  • 14 જેટલી ગાડી હોવા છતા ગાંધીનગરમાં 2 કલાકના વેઇટિંગ

ગાંધીનગર: કોરોનાના કારણે હવે 108 કોલ કનેક્ટિવિટીમાં પણ સમસ્યા સર્જાઇ રહી છે. એક સાથે અઢળક ફોન આવતા કોલ કનેક્ટિવિટીમાં થોડો સમય સવારે ફોન ન લાગતા પેશન્ટ પરેશાન થયા હતા. જોકે ઘણી જગ્યાએ ફોન ચાલુ પણ હતા. ગુજરાત અલગ-અલગ શહેરોમાં આ પ્રકારની કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઇ હતી. 108માં રોજના 25 હજારથી વધુ ફોન આવી રહ્યા છે. આટલા મોટો ફોનનો ફ્લો આ પહેલા ક્યારેય ન હતો. જે કોરોનાના કારણે વધ્યો છે. આ ઉપરાંત 108ની પેશન્ટ માટેની લાઈનો પણ હોય છે. જ્યાં સુધી ઇમરજન્સી પેશન્ટ એડમિટ ન થાય ત્યાં સુધી 108માં જ રહે છે. જેથી વેઈટિંગ પણ છે.

રોજના મોટી સંખ્યામાં ફોન આવતા વેઇટિંગ ચાલે છે

આ પણ વાંચો: અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સને શબવાહિની એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવી

5 ચેનલમાં એક સાથે 700 કોલ આવી રહ્યા છે

રાજ્યમાં કોરોનાના કેસો વધતા લોકોના 108 પર ફોન પણ વધી જતા ત્રણ ચેનલો નવી શરૂ કરવાની ફરજ પડી હતી. એક સમયે એક ચેનલ પર 120થી વધુ ફોન આવે છે. કોરોના પહેલા બે ચેનલ હતી અત્યારે વધારીને ટોટલ 5 જેટલી ચેનલ 108ની કરાઈ છે. જેમાં પાંચેય ચેનલમાં એક સમયે એક સાથે 600થી 700 ફોન આવી રહ્યા છે. રાજ્યમાં દિવસના 25 હજારથી વધુ ફોન 108ના રોજના આવે છે. આટલી મોટી ચેનલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ફોન આવી રહ્યા છે.

એક કલાકના 1,041 ફોન આવી રહ્યા છે

કોરોનાને પગલે 108માં એક કલાકના 1,041 ફોન આવી રહ્યા છે. એક વીકમાં 75 હજારથી વધુ ફોન આવી રહ્યા છે. કોરોના પહેલા રોજના ગુજરાતભરમાં 5,000થી 7,000 જેટલા ફોન આવતા હતા, પરંતુ કોરોનાના કારણે શહેરો, ગામડાઓ, જિલ્લાઓ વગેરે જગ્યાઓથી સતત ફોનનો મારો ચાલુ હોય છે ત્યારે 108ને પણ મેનેજ કરવું અઘરું પડી રહ્યું છે. કેમ કે પહેલા કરતા 4 ગણા ફોન આવવાની ક્ષમતા વધી ગઈ છે. જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમરજન્સીમાં પહોંચી પણ શકાતું નથી.

આ પણ વાંચો: એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર 108ની લાંબી લાઇનો લાગી

એટલા બધા ફોન આવી રહ્યા છે કે 108 પણ હવે મજબૂરીથી 2 કલાકે પહોંચી રહી છે

જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો, 108માં રોજના એટલા બધા ફોન આવી રહ્યા છે કે, જેના કારણે મિનિટોમાં પહોંચતી 108ને દોઢથી બે કલાક જેટલો સમય આવતા લાગી રહ્યો છે. 250 ફોનમાંથી 150થી વધુ ફોન કોરોના પેશન્ટના આવી રહ્યા છે. રોજના ફક્ત ગાંધીનગરમાં જ 140 જેટલા કોલ 108 પર આવી રહ્યા છે. હાલ 14 જેટલી ગાડી છે તે છતાં પણ ગાંધીનગરમાં બે કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.