ETV Bharat / city

ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય

author img

By

Published : Feb 17, 2022, 7:31 AM IST

Updated : Feb 17, 2022, 8:38 AM IST

ગુજરાત રાજ્યના વિધાનસભાનું ઇલેક્શનના (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે ગઈકાલે (બુધવારે) રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet meeting In Gujarat) મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય
ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય

ગાંધીનગર: કેબિનેટ બેઠકમાં (Cabinet meeting In Gujarat) રાજ્યમાં 14,500 કિલોમીટરના રસ્તાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. ડિસેમ્બર 2020 પહેલા આ તમામ રસ્તાઓ તૈયાર કરી દેવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા તારાપુર બગોદરા હાઈવેના ફેસ 2ના 650 કરોડના કામકાજને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય

ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી

રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ચણા, તુવેરને ટેકાના ભાવે ખરીદીને 90 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. 1 માર્ચથી આ ટેકનિક ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદીનું અત્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં બે લાખ પચાસ હજાર જેટલા ખેડૂતોએ ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

14,500 કિલોમીટર રસ્તાઓનું નિરાકરણ

રાજ્યમાં દર વર્ષે ચોમાસાની સિઝન બાદ રસ્તાઓ તૂટી જતા હોય છે, ત્યારે ગઈકાલે (બુધવારે) રાજ્યની કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં 12000 કિલોમીટરના માર્ગોના રિસરફેસ તથા અઢી હજાર કિલોમીટરના નવા માર્ગો મળી કુલ 14 હજાર કિલો મીટરના માર્ગોનો નવિનીકરણની કામગીરી આગામી 2022 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં જીતુ વાધાણીએ શું જણાવ્યું જાણો...

જળસંચય યોજનાઓ ફરી શરૂ

જળસંચય અભિયાનને વધુ બળ આપવા માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રયાસો હાથ ધર્યા હતા તેને આગળ વધારવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી સમયમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમયસર હાથ ન કરવાનું નક્કી કર્યું છે. જેના પરિણામે ગ્રામ્યસ્તરે પાણીની સુવિધા વધશે અને પાણીના સ્તર ઊંચા આવશે.

એફિડેવિટથી મુક્તિ

પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતા એફિડેવિટમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. આ વ્યવસ્થાનો સત્વરે અમલ થાય અને નાગરિકોને કોઈ તકલીફ ના પડે તેવી કડક સૂચનાઓ પણ મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટર સહિત સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભામાં સમયાંતરે નવા કાયદાઓ પસાર કરવામાં આવે છે. આ નવા કાયદામાં બાકી રહેલા નિયમો સત્વરે બની જાય તેવી સુચનાઓ પણ વિવિધ વિભાગોને રાજ્યના મુખ્યપ્રધાન પટેલે આપી છે.

આ પણ વાંચો: ગોડસેની મૂર્તિ મામલે સરકાર સામેલ નથી, અમુક પ્રકારની માનસિકતાવાળા લોકો આવું કરે છે: વાઘાણી

ખેલ મહાકુંભનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રમતગમત રાજ્યપ્રધાન હસનની ઉપસ્થિતિમાં 17 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે ખેલ મહાકુંભની નોંધણી માટેનું એક પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. દસ દિવસ સુધી હોટલમાં અરજી કરી શકાશે. જ્યારે વંદે ગુજરાત ચેનલ મારફતે 9000 ગ્રામ્ય વિસ્તારોમાં પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં 152 રમતવીરો 252 તાલુકામાં તાલુકા દીઠ 50 જેટલા રમતવીરો જોડાશે. જ્યારે રાજ્યભરમાંથી અંદાજે પાંચ લાખથી વધુ લોકો વિવિધ માધ્યમોથી ઓનલાઇન આ કાર્યક્રમમાં જોડાશે.

Last Updated :Feb 17, 2022, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.