ETV Bharat / city

Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ

author img

By

Published : Jul 5, 2022, 8:20 PM IST

Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ
Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ

મહારાષ્ટ્રમાં હવે ભાજપના ગઠબંધન સાથે શિવસેનાની નવી શિંદે સરકાર (Eknath Shinde Government) આવી ગઇ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતને સાંકળીને અશ્વિની વૈષ્ણવનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે મહત્ત્વનું નિવેદન (Ashwini Vaishnav important statement about bullet train project) સામે આવ્યું છે. તેમણે ઠાકરે સરકારને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project ) વિરોધી સરકાર ગણાવતાં બીજું શું કહ્યું તે પણ જાણો.

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવો અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project ) છેલ્લા કેટલાય સમયથી મંદ ગતિએ ચાલતો હતો. મહારાષ્ટ્રની જૂની સરકાર આ પ્રોજેક્ટમાં વધુ ધ્યાન આપતી ન હતી અને પ્રોજેક્ટનો વિરોધ કરતા હતાં. ત્યારે મહારાષ્ટ્રમાં હવે શિવસેનાની નવી શિંદે સરકાર (Eknath Shinde Government) ભાજપની સરકાર આવી છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વહેલી તકે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું મહત્વનું નિવેદન કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav important statement about bullet train project) આપ્યું હતું.

શરૂઆતના તબક્કામાં બુલેટ ટ્રેનનો બીલીમોરાથી વાપી સુધી ટ્રાયલ રન

2027 સુધીમાં અમદાવાદ વાપી વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન -કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav in Gandhinagar) વધુમાં જણાવ્યું હતું કે અત્યારે શરૂઆતના તબક્કામાં બુલેટ ટ્રેનનો બીલીમોરાથી વાપી સુધી ટ્રાયલ રન (Trial run of bullet train from Billimora to Vapi) શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2027 સુધીમાં અમદાવાદથી વાપી સુધીની બુલેટ ટ્રેનની (Bullet Train Project )સેવા શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યારે બુલેટ ટ્રેન માટેની તમામ જમીન સંપાદન થઈ ચૂકી છે અને કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. ત્યારે બુલેટ ટ્રેનમાં ટ્રેક ઉપર અત્યારે 70 km ના પીલ્લર તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચારથી પાંચ નદીનો સમાવેશ થાય છે આ તમામ નદી ઉપર પણ બ્રિજ તૈયાર કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની જૂની સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ashwini Vaishnav important statement about bullet train project) ઇચ્છતી ન હતી. પરંતુ હવે મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી છે જેથી ડબલ એન્જિનવાળી સરકાર બનવાથી આ પ્રોજેક્ટની કામગીરી વધુ ઝડપથી આગળ વધશે.

આ પણ વાંચો - Surat Bullet Train Project: જાણો ક્યા વર્ષથી સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે

18 ફેબ્રુઆરીએ લીધી હતી મુલાકાત - કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અત્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભૂતકાળની વાત કરવામાં આવે તો 18 ફેબ્રુઆરી 2022 ના રોજ વાપીમાં રેલવે પ્રધાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની (Bullet Train Project )કામગીરી નિહાળીને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. ત્યારે દમણ ગંગા નદીના પટમાં ઉભા કરવામાં આવેલ પીલ્લરની કામગીરીનું નિરીક્ષણ પણ તે સમયે કર્યું હતું. આમ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે 18 ફેબ્રુઆરીના રોજ વાપી સહિત ચાર સ્થળોએ કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 500 જેટલા પિલ્લર ઉભા કરીને બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે.

આ પણ વાંચો- દિવાળી પહેલાં રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, કેન્દ્રિય રેલવે પ્રધાને આપી માહિતી

રોજના 9 કિલોમીટરની કામગીરી થઈ રહી છે - બુલેટ ટ્રેનની (Bullet Train Project )કામગીરીની વાત કરવામાં આવે તો સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામની કામગીરી પણ અત્યારે વધુ ઝડપે ચાલી રહી છે. જ્યારે દરેક સ્ટેશન પણ જે તે શહેરની ખાસિયત મુજબ તૈયાર કરવામાં આવશે. ત્યારે શરૂઆતમાં કામગીરીની વાત કરવામાં આવે તો રોજના પાંચ કિલોમીટર પ્રમાણે કામગીરી ચાલતી હતી. પરંતુ હવે રોજના 9 કિલોમીટર દીઠ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી મહિનાથી રોજના 10 થી 12 કિલોમીટર કામગીરી થાય તેવું પણ આયોજન રેલવે વિભાગ (Ashwini Vaishnav important statement about bullet train project) દ્વારા કરવામાં આવ્યું છે.

ઠાકરેની સરકાર બુલેટ ટ્રેન વિરોધી - કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav important statement about bullet train project) વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી તે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને પ્રોજેક્ટની (Bullet Train Project )વિરોધી સરકાર હતી. જ્યારે વાત કરવામાં આવે તો 21 સપ્ટેમ્બર 2021 ના રોજ ઉદ્ધવ ઠાકરે જ મુંબઈ નાગપુર બુલેટ ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને નિવેદન આપ્યું હતું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન રાજ્ય માટે ફાયદાકારક નથી. જ્યારે મુંબઈ નાગપુર બુલેટ ટ્રેન મહારાષ્ટ્ર માટે વધારે લાભદાયી હોવાનો દાવો પણ ઉદ્ધવ ઠાકરે કર્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રમાં સરકાર બદલાઇ છે અને સરકાર બદલવાની સાથે જ રેલવેેપ્રધાને મહત્વનું નિવેદન આપ્યું હતું કે હવે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad Mumbai Bullet Train Project) વધુ ઝડપથી આગળ વધશે અને વર્ષ 2027 સુધીમાં અમદાવાદથી વાપી સુધી બુલેટ ટ્રેન શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.