ETV Bharat / city

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જાણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ

author img

By

Published : Jan 30, 2022, 7:41 PM IST

Updated : Jan 30, 2022, 7:50 PM IST

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન(BJP meeting was held at Chief Minister's residence) કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢ મનપાના નવા મેયર અને અન્ય હોદ્દેદારો નક્કી કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જોણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ
ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જોણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ

ગાંધીનગર : ભાજપના નવા રચાયેલા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની(Parliamentary Board) આ પહેલી બેઠક યોજાઇ હતી. બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારો નક્કી કરવા બાબતે ચર્ચાઓ થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરુ ગોહેલની અઢી વર્ષની ટર્મ પુરી થવા જઇ રહી છે. જૂનાગઢના મેયરની બાકી રહેલા અઢી વર્ષની ટર્મ માટે પસંદગી કરવા હોદ્દેદારો માટે બેઠક મળી છે. 31જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાશે, જેમાં સામાન્ય સભામાં નવા મેયર અને અન્ય હોદેદારોની જાહેરાત થશે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જોણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ

આ પણ વાંચો : આવતીકાલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાશે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

બેઠકમાં અમિત શાહ રહી શકે છે ઉપસ્થિત

કેન્દ્રીય બજેટ(Union budget) અગાઉ ગુજરાતના સાંસદોની મુખ્યપ્રધાનની અધ્યક્ષતમાં બેઠક યોજાઇ રહી છે. આવનારા સંસદ સત્રમાં ગુજરાતના પ્રશ્નોની ચર્ચા હેતુ માટે આ બેઠક મળી રહી છે, કેન્દ્ર સાથે ગુજરાતના પડતર પ્રશ્નોની આ બેઠકમાં ચર્ચા થશે. ગુજરાતના તમામ સાંસદો, મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ આ બેઠકમાં ગાંધીનગરના સાંસદના હોવાના નાતે હાજર રહી શકે છે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જોણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ
ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જોણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ

આ પણ વાંચો : Covid Situation: માંડવિયા કોવિડની વર્તમાન સ્થિતિ અંગે આજે સમીક્ષા બેઠક યોજશે

Last Updated : Jan 30, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.