ETV Bharat / city

જીગ્નેશ મેવાણીએ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સાથે ગૃહમાં વિરોધ કર્યો

author img

By

Published : Mar 19, 2021, 6:24 PM IST

Updated : Mar 19, 2021, 8:05 PM IST

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બાદ નાણાકીય અહેવાલ મુકવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વિધાનસભા ગૃહમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઘોઘા ભાવનગરમાં થયેલી હત્યા બદલ PSI વિરુદ્ધ ક્યાં પગલાં ભર્યા છે તેવા પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. જેમાં અધ્યક્ષે મેવાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.

જીગ્નેશ મેવાણીએ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સાથે ગૃહમાં  વિરોધ કર્યો
જીગ્નેશ મેવાણીએ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સાથે ગૃહમાં વિરોધ કર્યો

  • જીગ્નેશ મેવાણીનો વિધાનસભા ગૃહમાં વિરોધ પ્રદર્શન
  • જીગ્નેશ મેવાણીએ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ફોટા સાથે પોસ્ટર ફરકાવ્યું
  • વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મેવાણીને સસ્પેન્ડ કર્યા
  • અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, તાપસ ચાલુ છે

ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બાદ નાણાકીય અહેવાલ મુકવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વિધાનસભા ગૃહમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઘોઘા ભાવનગરમાં થયેલી હત્યા બદલ PSI વિરુદ્ધ ક્યાં પગલાં ભર્યા છે તેવા પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. જેમાં અધ્યક્ષે મેવાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મેવાણીને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચોઃ વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવવા બદલ અધ્યક્ષે કોંગી ધારાસભ્યને હાંકી કાઢ્યા

ઘોઘા-ભાવનગરની ઘટનાના પગલાં

ઘોઘા-ભાવનગરમાં એક સમાજના યુવકની હત્યા થઇ હતી તેમાં પોલીસ અધિકારી ઉપર કેસ કરવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે સરકારે અને પોલીસ તંત્રએ પગલા લીધા ન હોવાનો આક્ષેપ વિધાનસભામાં જીગ્નેશ મેવાણીએ કર્યો હતો. આ PSI સામે રાજ્ય સરકારે કયા પગલા લીધા છે તે બાબતની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ જવાબ ન મળતાં તેમણે શુક્વારે વિધાનસભા ગૃહમાં પોસ્ટર સાથે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ પ્રશ્નોતરીમાં એક જ પ્રશ્ન પર 41 મિનિટ ચર્ચા, 3 ધારાસભ્યોને અધ્યક્ષે હાંકી કાઢ્યા

કેસ નોંધાયો છે પણ કોઈ પગલાં નહીં

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારી ઉપર કેસ દાખલ થઈ ચૂક્યો છે, પરંતુ તેની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જ્યારે ફક્ત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની સામે કોઈ ખાતાકીય પગલાં પણ ભરવામાં આવ્યા નથી. જ્યારે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ મુજબ આ બાબતે તટસ્થ તપાસ થવી જોઇએ અને તેની ધરપકડ થવી જોઈએ. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ બાબતે ગુરુવારના રોજ નિવેદન આપ્યું હતું કે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને વધુ ખાતાકીય તપાસ ચાલુ છે.

Last Updated : Mar 19, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.