ETV Bharat / city

એવું તો શું બન્યું કે મહેસૂલ પ્રધાને, અમદાવાદ મામલતદાર ઓફિસનાં તમામ કર્મચારીઓની કરી બદલી...

author img

By

Published : Dec 9, 2021, 7:58 PM IST

રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી(State Revenue Minister Rajendra Trivedi)એ અગાઉ જાહેરાત કરી હતી કે રાજ્યની ગમે તે જિલ્લા કલેકટર ઓફિસ(District Collector's Office) અથવા મામલતદાર કલેકટર ઓફિસે તેમની આગેવાનીમાં તેમજ ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં રેડ પાડવામાં આવશે(Raid in Mamlatdar's office) તે વાતને સાચાં અર્થમાં નિભાવી પણ રહ્યાં છે. ગત અઠવાડિયે અમદાવાદ મામલતદારની કચેરીમાંથી મળેલ ફરિયાદ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ એક હાઈકોર્ટના વકીલ મારફતે સ્ટ્રિંગ ઓપરેશન(String operation) કરાવીને સમગ્ર કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. આજે ફરીથી જાહેર જનતાની મળેલી ફરિયાદના આધારે ગાંધીનગર જિલ્લાની દહેગામ મામલતદાર ઓફીસે સરપ્રાઇઝ વિઝિટ(Surprise visit to Dahegam Mamlatdar's office) કરી હતી.

એવું તો શું બન્યું કે મહેસૂલ પ્રધાને, અમદાવાદ મામલતદાર ઓફિસનાં તમામ કર્મચારીઓની કરી બદલી...
એવું તો શું બન્યું કે મહેસૂલ પ્રધાને, અમદાવાદ મામલતદાર ઓફિસનાં તમામ કર્મચારીઓની કરી બદલી...

  • અમદાવાદ મામલતદાર કચેરીના તમામ અધિકારીઓની બદલી
  • અનેક વર્ષોથી અટકેલા કામો થશે પૂર્ણ : મહેસૂલ પ્રધાન
  • રાજેન્દ્ર ત્રિવેદીએ કરી મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ

ગાંધીનગર : દહેગામ તાલુકામાં એક અરજદારે રાજેન્દ્ર ત્રિવેદી(State Revenue Minister Rajendra Trivedi)ને કામ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે આજે અચાનક જ ત્રિવેદી ગાંધીનગરથી દહેગામ ખાતે પહોંચીને મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ(Surprise visit to Dahegam Mamlatdar's office) કરી હતી. આ વિઝિટ આશરે અડધો કલાક સુધી ચાલી હતી અને તમામ કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત કચેરીમાં જે લોકો કામ અર્થે આવી રહ્યા હતા તેમની સાથે પણ ચર્ચા કરી હતી.

એવું તો શું બન્યું કે મહેસૂલ પ્રધાને, અમદાવાદ મામલતદાર ઓફિસનાં તમામ કર્મચારીઓની કરી બદલી...

અમદાવાદ મામલતદાર કચેરીના તમામ અધિકારીઓની બદલી

ગત અઠવાડિયે રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ અમદાવાદ મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ પહોંચી હતી અને રાજેન્દ્ર ત્રિવેદીએ હાઈકોર્ટના વકીલની મદદથી સ્ટ્રિંગ ઓપરેશન કરાવીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. આજે અમદાવાદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓને ઉધડા લીધા હતાં અને તે જ સમયે બદલી કરવાની વાત ઉચ્ચારી હતી જેને આજે રાજ્ય સરકાર દ્વારા 10 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. મુખ્ય ભ્રષ્ટાચારી અધિકારી એવા કુંજલ શાહને દ્વારકામાં મધ્યાહન ભોજનમાં નિમણૂક આપવામાં આવી છે.

અનેક વર્ષોથી અટકેલા કામો થશે પૂર્ણ

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અનેક કાયદાઓ અને ગૂંચવણોના લીધે અનેક કામો વર્ષથી અટવાયેલા છે ત્યારે આ બાબતે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાયદા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આવનારા વિધાનસભા સત્ર દરમિયાન ૨૦ જેટલા કાયદામાં સુધારો વધારો પણ કરવામાં આવશે. રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જૂની શરતો અને નવી શરતોમાં જમીન ફેરબદલી માટે અનેક સમય રાહ જોવી પડતી હતી જે બાબતે આ નિયમને લઈને એક વર્ષથી ચર્ચા ચાલુ હતી ત્યારે આ બાબતે પણ સુધારો આવશે સુધારો આવતાની સાથે જ રાજ્યની લાખો હેકટર જમીનના પ્રશ્નોનો ઉકેલ આવી જશે.

આ પણ વાંચો : Rajendra Trivedi visits Rajkot : મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારી ઓફિસરોને આપ્યો શબક

આ પણ વાંચો : Corruption Sting Revenue Department in Gujarat : લાંચીયા અધિકારીઓના સ્ટિંગ ઓપરેશને ધમાલ મચાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.