ETV Bharat / city

GMC પરિણામ : વોર્ડ 6માં આપની એન્ટ્રી, વિજેતા તુષાર પરીખ સાથે ETV Bharatની ખાસ વાતચીત

author img

By

Published : Oct 5, 2021, 4:16 PM IST

Aam Aadmi Party candidate wins in Ward No 6
આપના વિજેતા તુષાર પરીખ સાથે ETV Bharatની ખાસ વાતચીત

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે. ચૂંટણી પરિણામ (GMC Result )માં ભાજપને 41 બેઠક, કોંગ્રેસ 2 અને આપની 1 બેઠક પર જીત મળી છે, ત્યારે વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના એક માત્ર ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. આ તકે ETV BHARAT સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "આ એક બેઠકથી આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મજબૂત એન્ટ્રી કરી છે."

  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપની એન્ટ્રી
  • 44 માંથી 1 બેઠક પર જીત મેળવી કોર્પોરેશનમાં કરી એન્ટ્રી
  • આપએ કુલ 40 ઉમેદવારોને મુક્યા હતા ચૂંટણી મેદાને

ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation)માં 3 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાયું હતું અને આજે મંગળવારે સવારે ૯ કલાકથી મતગણતરી(GMC Result ) શરૂ થઈ હતી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ વોર્ડમાં ભાજપની પેનલ આગળ રહી હતી, પરંતુ અંતે વોર્ડ નંબર 6 માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. તેમણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ટક્કર આપીને જીત મેળવી છે.

આપના વિજેતા તુષાર પરીખ સાથે ETV Bharatની ખાસ વાતચીત

17 ટકા મત આપને ફાળે

ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલા કુલ મતદાન પૈકી 17 ટકા જેટલા મત આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યા છે, આમ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની હાર થઈ છે, પરંતુ 17 ટકા મત ગાંધીનગરની જનતાએ આપેલા છે, એટલે એ અમારી જીત થઇ છે.

તુષાર પરીખ 56 કલાકથી સુતા જ નહીં

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર એક બેઠક જીતનાર આમ આદમી પાર્ટીના વિજેતા થયેલા ઉમેદવાર તુષારે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ 56 કલાકથી સુઈ શક્યા ન હતા, જ્યારે ચૂંટણીના કારણે મતદાન પ્રક્રિયા, લોકોને મત આપવા માટેની અપીલ અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્ટ્રોંગરૂમની જવાબદારી પણ તેમના શીરે આપવામાં આવી હતી, આમ આ તમામ કારણોસર તેઓ 56 કલાક સુધી સુઈ શક્યા ન હતા.

ગાંધીનગરમાં આપની એન્ટ્રી

તુષાર પરીખે ETV Bharat સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 40 ઉમેદવારોમાંથી ફક્ત એક ઉમેદવાર તરીકે તુષાર પરીખની જીત થઈ છે, ત્યારે આ જીદ એ આમ આદમી પાર્ટીની જીત થઇ છે અને આ એક બેઠકથી આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મજબૂત એન્ટ્રી કરી છે. જ્યારે આવનારી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ મુદ્દાઓ સાથે મજબૂત ટક્કર આપીને ભાજપ અને કોંગ્રેસને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

વિસ્તારમાં હવે થશે કામો

તુષાર પરીખે વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6 કે જે ગાંધીનગરનો મધ્ય વિસ્તાર ગણવામાં આવે છે, તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારી જીત થઇ છે, ત્યારે આવનારા દિવસોમાં હવે ફક્ત વોર્ડ પ્રમાણે નહીં પરંતુ આખા ગાંધીનગરમાં જે લોકોને જરૂરિયાત હશે તેવા તમામ લોકોના કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ આવનારા દિવસોમાં શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે પણ લડત આપવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.