ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે

author img

By

Published : Oct 5, 2021, 1:50 PM IST

Updated : Oct 5, 2021, 2:04 PM IST

ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર ૭માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર ૭માં વિજય થઈ છે. ત્યારે વિજેતા ઉમેદવારોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને અત્યારે રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.

  • ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં વોર્ડ 7 માં બીજેપી પેનલ જીતી
  • આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરાશે
  • કોલવડા અને વાવોલ વિસ્તારમાં ભાજપ પેનલની જીત

ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર ૭માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર ૭માં વિજય થઈ છે, ત્યારે વિજય ઉમેદવારો કિંજલ ઠાકોર, પ્રેમલસિંહ ગોલ, શૈલેષ પટેલ અને સોનલ બા વાઘેલા ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા પાંચ વર્ષનો એક્શન પ્લાન પણ જણાવ્યું હતો.

આંતરમાળખાકીય સુવિધાઓમાં થશે વધારો

ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સીમાંકન પહેલા વાવોલ અને કોલવડા વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં ગણવામાં આવતું હતું. પરંતુ નવા સીમાંકનમાં કોલવડા અને વાવોલ ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યો છે. અને પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ત્યારે ભાજપના વિજેતા ઉમેદવારો ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.

પ્રાથમીક સુવિધાને અગ્રતા અપાશે

કોલવડા ગાંધીનગર શ્રેષ્ઠ આયુર્વેદિક દવાખાનું છે. પરંતુ, એલોપેથીક દવાખાનુ ન હોવાના કારણે ત્યાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. જેથી કોલવડા અને વાવોલના રહેવાસીઓને બીજે અન્ય ક્યાંય જવું ન પડે અને તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે તેવી આરોગ્યની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને પ્રાથમિક સુવિધાઓ પણ સુધારો વધારો કરવામાં આવશે જ્યારે એક વિશાળ મોટી લાયબ્રેરી પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar Municipal Corporation: શરુઆતની મત ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જૂઓ કમલમથી LIVE

Last Updated :Oct 5, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.