ETV Bharat / city

ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્ર, 18 શોક પ્રસ્તાવ અને 4 બિલ કરવામાં આવશે પસાર

author img

By

Published : Aug 25, 2021, 3:28 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )ની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં ( Gujarat Legislative Assembly) ચોમાસુ સત્ર મળશે, જેમાં 4 બિલ રજૂ કરવામાં આવશે.

  • ગુજરાત વિધાનસભામાં ટુંકાગાળાનું ચોમાસુ સત્ર મળશે
  • 27 અને 28 સપ્ટેમ્બરના દિવસે મળશે ચોમાસુ સત્ર
  • 2 દિવસમાં 4 વિધેયક પસાર કરવામાં આવશે

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Rupani )ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્રનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે સંસદીય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા( Gujarat Legislative Assembly)માં આગામી ૨૭ સપ્ટેમ્બરથી 2 દિવસ ચોમાસુ સત્ર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: CM Vijay Rupani: રાજકોટને નર્મદાનું પાણી આપવાનો મુખ્યપ્રધાને કર્યો આદેશ

ક્યાં કર્યો કરવામાં આવશે

સંસદીય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચોમાસુ સત્ર મામલે નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આગામી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 27 સપ્ટેમ્બરના રોજ મળશે, આ સત્ર 2 દિવસનું રાખવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનો, પૂર્વ ધારાસભ્યો અને 18 જેટલા મહાનુભાવોના શોક ઠરાવ પસાર કરવામાં આવશે, આ સાથે 4 જેટલા અન્ય બિલો પણ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજ અને ઇન્સ્ટીટયુશન બિલ, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ બિલ 2021, જરાત પ્રાઇવેટ યુનિવર્સિટી 2021, the indian partnership bill 2021 પારિત કરવામાં આવશે.

આ પણ વાંચો: IBM અમદાવાદમાં સ્થાપશે વર્લ્ડક્લાસ સોફટવેર લેબ, રાજ્યની કાયાપલટનો દાવો

સરકારી સંકલ્પ પણ થશે રજૂ

પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મળેલી આઝાદીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવના માધ્યમથી 2 દિવસના સત્રમાં વિધાનસભા ગૃહમાં સરકારી સંકલ્પ પણ રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.