ETV Bharat / city

IBM અમદાવાદમાં સ્થાપશે વર્લ્ડક્લાસ સોફટવેર લેબ, રાજ્યની કાયાપલટનો દાવો

author img

By

Published : Aug 25, 2021, 12:51 PM IST

IBM અમદાવાદમાં સ્થાપશે વર્લ્ડક્લાસ સોફટવેર લેબ, રાજ્યની કાયાપલટનો દાવો
IBM અમદાવાદમાં સ્થાપશે વર્લ્ડક્લાસ સોફટવેર લેબ, રાજ્યની કાયાપલટનો દાવો

આઇ.ટી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇબીએમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબને અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનિયરિંગ , ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે આઈબીએમ ઇન્ડિયાના એમડી સંદીપ પટેલ અને આઇબીએમ સોફટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં થયેલી મુલાકાતમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

  • સીએમ રુપાણી સાથે આઈબીએમ ઇન્ડિયાના એમડીની બેઠક
  • પ્રોડકટ એન્જીનિયરિંગ અને સોફટવેર મેન્યૂફેકચરિંગ સેકટરની ગુણવત્તા વધારશે
  • એજ્યુકેશન સેકટરમાં CSR એક્ટિવિટી માટે પણ ઉત્સુકતા દર્શાવતી આઈબીએમ

    ગાંધીનગર- સીએમ રૂપાણીએ IBMના આ સેન્ટરની જાહેરાતને આવકારી હતી અને કહ્યું કે ગુજરાતમાં પહેલેથી પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે એફડીઆઈ અને આટી સેકટર સહિતના ટેકનોલોજી સેકટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ છે. એટલું જ નહીં, ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટીઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યાં છે. જેના કારણે ગુજરાતમાં સ્કીલ્ડ મેનપાવર અને ટેલેન્ટપુલ ઉપલબ્ધ છે તેનો લાભ આબીએમને મળશે.

    ઇકો સિસ્ટમની કાયાપલટ કરશે

    આઈબીએમનું નવું કાર્યરત થનારૂં સેન્ટર રાજ્યમાં આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ સેકટરની સમગ્ર ઇકો સિસ્ટમની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ બનશે. આ સેન્ટર રાજ્યના યુવાઓ માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વકક્ષાની કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે.
    સીએમ રૂપાણીએ IBMના આ સેન્ટરની જાહેરાતને આવકારી હતી
    સીએમ રૂપાણીએ IBMના આ સેન્ટરની જાહેરાતને આવકારી હતી


    દેશમાં અન્યત્ર પણ કામ કરી રહી છે આઈબીએમ

    આઈબીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સંદીપ પટેલે ગુજરાતે આઇ.ટી હબ બનવાની જે દિશા લીધી છે તેની પ્રસંશા કરતાં કહ્યું કે ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે. તે સંજોગોમાં આઈબીએમ ગુજરાતના ડિજિટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુક છે. આઈબીએમ સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગલૂરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે. હવે અમદાવાદમાં પણ સ્થાપવાનું આયોજન આબીએમ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડકટ એન્જીનિયરિંગ અને સોફટવેર મેન્યૂફેકચરિંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ ગુજરાતમાં લાવવા સાથે વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે.

    CSR એક્ટિવિટીઝ માટે આઈબીએમ તત્પર

    આઈબીએમ ઇન્ડિયાના એમડીએ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રમાં CSR એક્ટિવિટીઝ માટે આઈબીએમનું યોગદાન આપવાની તત્પરતા વ્યકત કરી હતી. તો મુખ્યપ્રધાન રુપાણીએ પણ આઈબીએમને અમદાવાદમાં સેન્ટર કાર્યરત કરવામાં રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટેની ખાતરી આપી હતી. બેઠકમાં મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમાર, સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ હારિત શુકલા અને જીઆઇએલના એમ.ડી સચીન ગુસીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ IBMના CEO સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી વાતચીત

આ પણ વાંચોઃ ડેટા ચોરીથી ભારતીય કંપનીઓને સરેરાશ 12.80 કરોડનું નુકશાન: IBM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.