ETV Bharat / city

રાજ્યમાં કોરોના નિયંત્રણ માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સ સાથે બેઠક યોજાઇ

author img

By

Published : Jul 2, 2020, 10:30 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ પર નિયંત્રણ મેળવવાના ઉપાયો અંગે સમીક્ષા કરવા માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ સાથે બેઠક યોજી હતી.

રાજ્યમાં કોરોના નિયંત્રણ માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ સાથે બેઠક યોજાઇ
રાજ્યમાં કોરોના નિયંત્રણ માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ સાથે બેઠક યોજાઇ

ગાંધીનગર: આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા સચિવોએ અનલોક-2 દરમિયાનની આગામી 30 દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો હતો.

એક્સપર્ટ કમિટીના તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિની સલાહ આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા.

આ ગૃપ કોવિડ-19 સામેની વ્યૂહરચના, અમલીકરણ, સુપરવિઝન તથા જાહેર આરોગ્યને સુદ્રઢ કરવાના શોર્ટટર્મ, મિડીયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો રાજ્ય સરકારને આપે છે.

એક્સપર્ટ ગૃપે બેઠકમાં જણાવ્યું હતું કે, હવે લોકોમાં કોરોના અંગેનો ડર ઓછો થાય સાથે જ તેનું સંક્રમણ પણ વધતું અટકે તેવા ઉપાયો અંગે પ્રચાર માધ્યમો સાથે આ તબીબો સમયાંતરે વાતચીત કરી વૈજ્ઞાનિક ઢબે સમસ્યાઓનું નિવારણ લાવવા પ્રયત્નશીલ છે. એટલું જ નહીં, આ એક્સપર્ટ ગૃપના તબીબો વ્યક્તિગત રીતે પણ રાજ્ય સરકાર સાથે કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માટે સંકળાયેલા છે તેની વિગતો તેમણે આપી હતી.

કોવિડ હોસ્પિટલમાં ટેલી મેન્ટરીંગ, લોંગ-ટર્મ અને શોર્ટ-ટર્મ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન માટેના વર્કશોપ અને કોવિડ-19 સાથે સંકળાયેલા બધા જ આરોગ્ય કર્મીઓને મોટાપાયે ઓનલાઇન તાલીમ આપવા સાથે આ તબીબો જોડાયેલા છે તેની ભૂમિકા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.