ETV Bharat / city

GUJCET 2021 Exam: રાજયમાં 34 સેન્ટરો પરથી આજે 1,17,316 વિદ્યાર્થીઓ GUJCET ની પરીક્ષા આપશે

author img

By

Published : Aug 5, 2021, 7:40 PM IST

Updated : Aug 6, 2021, 9:53 AM IST

GUJCET 2021 Exam: રાજયમાં 34 સેન્ટરો પરથી 1,17,316 વિદ્યાર્થીઓ GUJCET ની પરીક્ષા આપશે
GUJCET 2021 Exam: રાજયમાં 34 સેન્ટરો પરથી 1,17,316 વિદ્યાર્થીઓ GUJCET ની પરીક્ષા આપશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 6 ઓગસ્ટના એટલે કે આજે ગુજરાત રાજ્યમાં GUJCET પરીક્ષાનું આયોજન રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 34 સેન્ટરમાંથી કુલ 1,17,316 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે સમગ્ર પરીક્ષામાં કુલ 574 જેટલી બિલ્ડિંગમાં આયોજન કરવામાં આવ્યું છે.

  • ગુજસેટની પરીક્ષાનું 6 ઓગસ્ટના દિવસે આયોજન
  • રાજ્યમાં 34 સેન્ટરો પરથી 1,17,316 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા માટે પરીક્ષા મહત્વની
  • કોવિડના પ્રોટોકોલ પ્રમાણે પરીક્ષા યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં 1,17,316 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષા યોજાશે. દરેક વિષય દીઠ એક કલાકનો સમય મળશે. સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે. રાજ્યના તમામ જિલ્લા મથકે પરીક્ષા યોજાશે.એ-ગ્રુપમાં 48 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી-ગ્રુપમાં 68 હજાર 500 પરીક્ષા આપશે. પરીક્ષાના 33 જિલ્લામાં કુલ 574 બિલ્ડીંગમાં 5,932 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. કોરોના પ્રોટોકોલ પ્રમાણે એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. કોવિડ પોઝિટિવ હશે તે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની પરવાનગી આપવામાં નથી આવી. તો અંદાજે 10 હજારથી વધુ કર્મચારીઓ હાજર રહેશે.

પરીક્ષા આયોજન બાબતે પરીક્ષા સચિવ જે. જી. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં લઈને જ GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના protocol માં એક બ્લોકમાં 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે પરંતુ ગુજકેટની પરીક્ષામાં પહેલેથી જ એક બ્લોકમાં 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કોઇપણ વિદ્યાર્થી પોઝિટિવ જણાશે તો તેઓને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રો ઉપર થર્મલ ગનથી ચેકિંગ કર્યા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મોકલવામાં આવશે, ઉપરાંત પરીક્ષા દરમિયાન માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.


જિલ્લા કલેકટર દ્વારા ચેકીંગ કરવામાં આવશે
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમજ જિલ્લા સમિતિ દ્વારા અને જિલ્લા કલેક્ટર દ્વારા એક ખાસ ટીમ રચીને તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રો ઉપર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખીને તમામ પ્રોટોકોલ મુજબ જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સમયાંતરે તમામ જગ્યાએ કલેકટર તરફથી પણ ચેકિંગ કરવામાં આવશે.

પરીક્ષા સવારે 10 કલાકે થશે શરૂ
6 ઓગસ્ટ ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં કુલ 34 કેન્દ્રો ઉપર 574 બિલ્ડિંગમાં કુલ 5932 બ્લોકમાં GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10:00 થી 4 કલાક દરમ્યાન પરીક્ષા યોજાશે. બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સના વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિષય દીઠ એક કલાકનો સમય પણ શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે જ્યારે ગ્રૂપ-એમાં 48,000 ગ્રુપ Bમાં 68,000 અને ગ્રુપ AB માં 300 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયાં છે.

10,000 કર્મીઓ પરીક્ષાના આયોજનમાં
6 ઓગસ્ટના રોજ યોજાનારી ( GUJCET) ગુજરાતીની પરીક્ષામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કુલ 10,000 જેટલા કર્મચારીઓને પરીક્ષાના કામગીરી સોંપવામાં આવી છે. આમ પરીક્ષા સફળતા રીતે પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારની અજૂગતી ઘટના ન બને તેને પણ ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ GUJCET 2021 Exam: ગુજસેટ પરીક્ષાની જાહેરાત, 6 ઓગસ્ટના રોજ યોજાશે પરીક્ષા

આ પણ વાંચોઃ ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર, જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ

Last Updated :Aug 6, 2021, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.