ETV Bharat / city

ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર, જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ

author img

By

Published : Jul 30, 2021, 5:44 PM IST

આજે શુક્રવારે બપોરે 2 કલાકે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામો વિદ્યાર્થીઓને સ્કૂલો તરફથી જ મળવાના હોવાથી સ્કૂલો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા. પરિણામોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ એકંદરે ખુશ જોવા મળ્યા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓએ જો પરીક્ષા આપવા મળી હોત તો સારૂ પરિણામ આવતું તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર
ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર

  • CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર
  • CBSEનું 99.37 ટકા પરિણામ આવ્યું
  • વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામથી ખુશ

અમદાવાદ: ગુજરાત બોર્ડ બાદ હવે CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 99.37 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં પણ બપોરે 2 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ પર ભેગા થવા લાગ્યા હતા અને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જોવા મળ્યા છે.

જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ

સ્કૂલો પર વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

અમદાવાદની તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 2 વાગ્યા પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ મેળવવા પહોંચી ગયા હતા. જેમાં 2 વાગ્યે જ પરિણામ જાહેર થતાં સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી હતી. જ્યારે પરિણામ હાથમાં આવતા જ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સામાન્ય વર્ષ કરતા પરિણામ મોડા જાહેર થયું હતું.માસ પ્રમોશન ના કારણે ધોરણ 10ના 30 ટકા, ધોરણ 11ના 30 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 40 ટકા માર્ક્સના આધારે ફાઈનલ પરિણામ આપવામાં આવ્યું હતું. પરિણામ આવતા વિદ્યાર્થીઓ હવે આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવાની તૈયારી દર્શાવી હતી.

પરીક્ષા આપી હોત તો આના કરતાં પણ વધુ સારું પરિણામ આવતું- વિદ્યાર્થી

ત્યારે વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પરિણામ આવ્યું છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. કોરોનાને કારણે પહેલા ઓનલાઇન પરીક્ષા આપી હતી જે બાદ સ્કૂલની ઓફલાઈન પરીક્ષા પણ આપી હતી. બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો કદાચ પરિણામ સારું આવતું, કારણ કે અમે વાંચીને માર્ક્સ સિક્યોર કરેલા હતા. જેટલા પણ માર્ક્સ આવ્યા છે, તે સારા છે.

હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય, પણ એકંદરે સારુ પરિણામ - વાલી

ત્યારે વાલીઓએ જણાવ્યું હતું કે, અમે પરિણામથી ખુશ છીએ. અમારા બાળકે આખા વર્ષની મહેનત કરી હતી, પરંતુ હોશિયાર વિદ્યાર્થી સાથે ક્યાંક અન્યાય થયો હોય તેમ લાગી રહ્યું છે. સ્કૂલમાં પણ ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષા આપી હતી. બાળકોએ જો બોર્ડની પરીક્ષા આપી હોત તો વિદ્યાર્થીને સંતોષ થાત. રોજ 6થી 7 કલાકની મહેનત ઉપરાંત અને 4-5 કલાકના રોજના ક્લાસ પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.