ETV Bharat / city

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી

author img

By

Published : Jul 25, 2019, 1:39 PM IST

આ વર્ષે ગુજરાતમાં 42 ટકા ઓછો વરસાદ, દમણમાં 62 ટકા અને દાદરા નગર હવેલીમાં 48 ટકા વરસાદ નોંધાયો

વાપીઃ ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જો કે 1લી જૂનથી 25મી જૂલાઈ સુધીમાં ગુજરાતમાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં 62 ટકાથી વધુ અને દાદરા નગર હવેલીમાં 48 ટકાથી વધુ વરસાદ વરસતા આ વિસ્તારો જળબંબાકાર બન્યા હતાં.

દક્ષિણ ગુજરાતના વલસાડ સિવાય તમામ જિલ્લામાં સરેરાશ કરતા ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 01/06/2019 થી 25/07/2019 સુધીમાં સરેરાશ ગુજરાતમાં 319.2 mm વરસાદ નોંધાયો છે. જેની સામે આ વખતે માત્ર 184.7 mm વરસાદ નોંધાયો છે. એટલે કે, 42 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં સરેરાશ 777.9 mm વરસાદની સામે આ વખતે 1101.4 mm વરસાદ નોંધાયો છે. એમાંય દમણ શહેરમાં અત્યાર સુધીમાં 1624.5 mm વરસાદ વરસતાં આંકડો 62 ટકા ઉપર પહોંચ્યો છે. દાદરા નગર હવેલીમાં 1000.6 mm સરેરાશ વરસાદ સામે આ વર્ષે 1485.8 mm એટલે કે 48 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે.

આ વર્ષે ગુજરાતમાં 42 ટકા ઓછો વરસાદ, દમણમાં 62 ટકા અને દાદરા નગર હવેલીમાં 48 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતના વલસાડ જિલ્લામાં 25 જુલાઈ સુધીમાં સરેરાશ 1059.8 mm ની સામે 5 ટકા વધુ સાથે કુલ 1108.8 mm સરેરાશ વરસાદ પડ્યો છે. જેની સામે કચ્છમાં આ વખતે 82 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ અત્યાર સુધીમાં 175.7 mmની સામે માત્ર 31.8 mm વરસાદ જ નોંધાયો છે. એ જ રીતે અમદાવાદમાં 294.7 mmની સામે 100.9 mm સાથે 66 ટકા ઓછો વરસાદ, સુરતમાં 654.4 mm ની સામે 443.1 mm સાથે 32 ટકા ઓછો વરસાદ, વડોદરામાં 389.1mm ની સામે 205.3 mm સાથે 47 ટકા ઓછો વરસાદ, રાજકોટમાં 286 mmની સામે 151 mm સાથે 47 ટકા ઓછો વરસાદ, જામનગરમાં 278.1 mm ની સામે 116.5 mm સાથે 58 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

મહેસાણામાં 56 ટકા, પાટણમાં 50 ટકા અને ગાંધીનગરમાં 55 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો વરસાદની સરેરાશ સામે 30 થી 82 ટકા ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યુ છે. ગુજરાત પર ઘેરાયેલાં આ દુષ્કાળના વાદળોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જગતના તાત ચિંતામાં મુકાયા છે. જો કે, હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે, વરુણદેવ આ દિવસોમાં પોતાનું હેત વરસાવે જેથી ગુજરાત પાણીની સમસ્યાથી બહાર આવી શકે.

હાલમાં બે દિવસથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પડેલા વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં બુધવારના સાંજના 6 વાગ્યાથી ગુરુવારના સવારના 10 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 30mm, કપરાડામાં 104 mm, ધરમપુર માં 84 mm, પારડીમાં 54mm, વલસાડમાં 48mm, વાપીમાં 42mm એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસમાં 26 કલાકમાં 71mm અને ખાનવેલમાં 24 કલાકમાં 111 mm વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લાના મહત્વના ડેમ કહેવાતા મધુબન ડેમની જળ સપાટી હાલ 73.64 મીટરે પહોંચી છે. મધુબન ડેમમાં 72,484 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલી 67,070 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Intro:વાપી :- સમગ્ર ગુજરાત અને સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે. પરંતુ, તારીખ 1લી જૂન થી 25મી જુલાઈ સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જે દુષ્કાળની આફતના એંધાણ છે. જ્યારે સંઘપ્રદેશ દમણમાં સિઝનનો 62 ટકાથી વધુ અને દાદરા નગર હવેલીમાં 48 ટકાથી વધુ વરસાદ વરસતા આ વિસ્તારો જળબંબાકાર બન્યા છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ


Body:આ વર્ષે ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જે હાલ ફળીભૂત થતી જોવા મળતી નથી. ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં નોંધતો સરેરાશ વરસાદ આ વખતે ખુબજ ઓછો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સિવાય તમામ જિલ્લામાં સરેરાશ કરતા ખુબજ ઓછો વરસાદ નોંધાતા દુષ્કાળના વાદળો ઘેરાયા છે.

હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ 01/06/2019 થી 25/07/2019 સુધીમાં સરેરાશ ગુજરાતમાં 319.2 mm વરસાદ નોંધાતો હોય છે. જેની સામે આ વખતે માત્ર 184.7 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 42 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સંઘપ્રદેશ દમણમાં સરેરાશ 777.9 mm વરસાદની સામે આ વખતે 1101.4 mm વરસાદ નોંધાયો છે. એમાંય દમણ શહેરમાં અત્યાર સુધીમાં 1624.5 mm વરસાદ વરસી ચુકતા આ આંકડો 62 ટકા ઉપર પહોંચ્યો છે. દાદરા નગર હવેલીમાં 1000.6 mm સરેરાશ વરસાદ સામે આ વર્ષે 1485.8 mm એટલે કે 48 ટકા થી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે.

ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ગુજરાતમાં વલસાડ જિલ્લામાં 25 જુલાઈ સુધીમાં સરેરાશ 1059.8 mm ની સામે 5 ટકા વધુ સાથે કુલ 1108.8 mm સરેરાશ વરસાદ પડ્યો છે. જેની સામે કચ્છમાં આ વખતે 82 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ અત્યાર સુધીમાં 175.7 mm ની સામે માત્ર 31.8 mm વરસાદ જ નોંધાયો છે. એજ રીતે અમદાવાદમાં 294.7 mm ની સામે 100.9 mm સાથે 66 ટકા ઓછો વરસાદ, સુરતમાં 654.4 mm ની સામે 443.1 mm સાથે 32 ટકા ઓછો વરસાદ, વડોદરામાં 389.1mm ની સામે 205.3 mm સાથે 47 ટકા ઓછો વરસાદ, રાજકોટમાં 286 mm ની સામે 151 mm સાથે 47 ટકા ઓછો વરસાદ, જામનગરમાં 278.1 mm ની સામે 116.5 mm સાથે 58 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. એવી જ રીતે મહેસાણામાં 56 ટકા, પાટણમાં 50 ટકા અને ગાંધીનગરમાં 55 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો સીઝનના કુલ વરસાદની સરેરાશ સામે 30 થી 82 ટકા ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. ગુજરાત પર ઘેરાયેલા આ દુષ્કાળના વાદળોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જગતના તાત ચિંતામાં મુકાયા છે. જો કે હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે, આશા રાખીએ કે વરુણદેવ આ દિવસોમાં પોતાનું હેત વરસાવે અને ગુજરાતને વરસાદી દુષ્કાળમાંથી ઉગારે.

તો, હાલમાં બે દિવસથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પડેલા વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં બુધવારના સાંજના 6 વાગ્યાથી ગુરુવારના સવારના 10 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 30mm, કપરાડામાં 104 mm, ધરમપુર માં 84 mm, પારડીમાં 54mm, વલસાડમાં 48mm, વાપીમાં 42mm એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસમાં 26 કલાકમાં 71mm અને ખાનવેલમાં 24 કલાકમાં 111 mm વરસાદ નોંધાયો છે.


Conclusion:જિલ્લાના મહત્વના ડેમ કહેવાતા મધુબન ડેમની જળ સપાટીની વાત કરીએ તો મધુબન ડેમની સપાટી હાલ 73.64 મીટરે પહોંચી છે. મધુબન ડેમમાં 72,484 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલી 67,070 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

video spot end file
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.