ETV Bharat / city

જ્ઞાન અને કળાનો ભંડાર ધરાવતા પ્રોફેસરે 'કોલંબસ' બની કરી નવી શોધ

author img

By

Published : Jul 23, 2022, 11:37 AM IST

Updated : Jul 23, 2022, 12:27 PM IST

વાપીમાં નિવૃત્ત પ્રોફેસર પોતાના જ્ઞાનથી તો સિદ્ધિ હાંસલ કરી જ ચૂક્યા (A wealth of knowledge and art from a retired professor) છે. જોકે, હવે તેઓ પોતાના નિવૃત્ત જીવનમાં પોતાની કળાથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી (A retired professor from VAPI became an inspiration) રહ્યા છે. જ્ઞાન અને કળાનો ભંડાર ધરાવતા આ પ્રોફેસરે કોલંબસ (અમેરિકા ખંડ શોધનારા) બનીને નવી શોધ કરી છે. તો આવો જાણીએ તેમના વિશે વિસ્તૃતમાં આ વિશેષ અહેવાલમાં.

જ્ઞાન અને કળાનો ભંડાર ધરાવતા પ્રોફેસરે 'કોલંબસ' બની કરી નવી શોધ
જ્ઞાન અને કળાનો ભંડાર ધરાવતા પ્રોફેસરે 'કોલંબસ' બની કરી નવી શોધ

વાપીઃ 'મોરના ઈંડા ચિતરવા ન પડે' આ કહેવતને વાપીમાં રહેતા નિવૃત પ્રોફેસર ગૌરાંગકુમાર કોન્ટ્રાક્ટરે ખરી સાબિત કરી છે. સંગીત અને ચિત્રકળાનો વારસો ધરાવતા પરિવારમાં જન્મેલા 72 વર્ષના આ પ્રોફેસરે સીધા અને ઊલ્ટા ચિત્રો, બંને છેડેથી સીધા વંચાતા વાક્યો અને વાંસળી જેવા સંગીતના વાજિંત્રો વગાડવામાં અનોખી મહારત મેળવી છે.

સંગીત વાદ્યો વગાડવાની તાલીમ વારસાગત

પ્રોફેસર પાસે જ્ઞાન-કળાનો ભંડાર - કહેવાય છે કે, પ્રોફેસર પાસે જ્ઞાનનો ભંડાર (A wealth of knowledge and art from a retired professor) હોય છે. ત્યારે વાપીના આ પ્રોફેસર પાસેથી જ્ઞાન અને કળા બંનેનો ભંડાર છે, જેને તેઓ બહાર લાવી રહ્યા (Unique Art of Retired Professor Gaurang Contractor) છે અને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

છોટા ઉદેપુરની કૉલેજમાં હતા પ્રોફેસર - છોટા ઉદેપુરમાં સાયન્સ કૉલેજના પ્રોફેસર રહી ચૂકેલા અને હાલમાં વાપીમાં પત્ની, પૂત્ર સાથે નિવૃત જીવન વિતાવતા પ્રોફેસર ગૌરાંગકુમાર કોન્ટ્રાક્ટરે સંગીતના વાજિંત્રો વગાડવાની સાથે 7,000 જેટલા અપ સાઈડ ડાઉન ઈલ્યુઝન પિક્ચર્સ અને પાલિડ્રોમ કહેવાતા 10,000 વાક્યો બનાવ્યા (Unique Art of Retired Professor Gaurang Contractor) છે.

અપ સાઈડ ડાઉન ઈલ્યૂઝન ચિત્રો, પેલિન્ડ્રોમ વાક્યો માટે તેમને બાળપણથી (Retired Professor expertise in music and painting) શોખ
અપ સાઈડ ડાઉન ઈલ્યૂઝન ચિત્રો, પેલિન્ડ્રોમ વાક્યો માટે તેમને બાળપણથી (Retired Professor expertise in music and painting) શોખ

સંગીત અને ચિત્રકળામાં મેળવી અનોખી પારંગતતા- અંગ્રેજીની કહેવત "An idle mind is devil's workshop" ગુજરાતીમાં કહીએ તો "નવરો બેઠો નખ્ખોદ વાળે" આ કહેવતને વાપીમાં નિવૃત જીવન ગાળતા પ્રોફેસર ગૌરાંગ કોન્ટ્રાક્ટરે જીવનની ફળશ્રુતિરૂપે જીવનમાં ઉતારી 72 વર્ષે પણ સતત પ્રવૃત્તિમય રહી સંગીત અને ચિત્રકળામાં અનોખી પારંગતતા (Retired Professor expertise in music and painting ) હાંસલ કરી છે.

આ બન્યા પ્રેરણાસ્ત્રોત- અપ સાઈડ ડાઉન ઈલ્યૂઝન ચિત્રો, પેલિન્ડ્રોમ વાક્યો માટે તેમને બાળપણથી (Retired Professor expertise in music and painting) શોખ છે. અપ સાઈડ ડાઉન ઈલ્યુઝન ચિત્રો માટે તે M. M. ખંભાતવાલાની આમળાની પડીને તો પેલીન્ડ્રોમ વાક્યો માટે પુના ટૂ બરોડાના પ્રવાસને પ્રેરણાસ્ત્રોત ગણાવે છે.

સંગીત વાદ્યો વગાડવાની તાલીમ વારસાગત - તેમને વાંસળી, હાર્મોનિયમ, માઉથ ઓર્ગન, હાર્મોનિકા સહિતના સંગીતના વાદ્યો વગાડવાની તાલીમ વારસાગત મળી છે. સાથે જ તેમણે વલસાડના જાણીતા સંગીતકાર પ્રેમશંકર નાયક પાસેથી વિશેષ તાલીમ મેળવી છે.

પ્રોફેસરે સીધા અને ઊલ્ટા ચિત્રો, બંને છેડેથી સીધા વંચાતા વાક્યો અને વાંસળી જેવા સંગીતના વાજિંત્રો વગાડવામાં અનોખી મહારત મેળવી
પ્રોફેસરે સીધા અને ઊલ્ટા ચિત્રો, બંને છેડેથી સીધા વંચાતા વાક્યો અને વાંસળી જેવા સંગીતના વાજિંત્રો વગાડવામાં અનોખી મહારત મેળવી

આ પણ વાંચો- સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ

યાદગીરી માટે 400થી વધુ વીડિયોનો સંગ્રહ - સંગીત, ચિત્રકળા (Retired Professor expertise in music and painting) સાથે દેશવિદેશની અમૂલ્ય ધરોહરને જોવાના અને ફરવાના શોખીન પ્રોફેસર ગૌરાંગ કોન્ટ્રાક્ટરે વિશ્વની અજાયબી કહેવાતા ઈજિપ્તના પિરામિડ, લંડનનું ટ્રફાલગર સ્કવેર, બંકિંગહામ પેલેસ, સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી જેવા સ્થળોએ પોતાના હોઠથી વાંસળીના સૂર રેલાવી યાદગીરી માટે 400થી વધુ વીડિયોનો સંગ્રહ કર્યો છે.

પ્રોફેસરે સીધા અને ઊલ્ટા ચિત્રો, બંને છેડેથી સીધા વંચાતા વાક્યો અને વાંસળી જેવા સંગીતના વાજિંત્રો વગાડવામાં અનોખી મહારત મેળવી
પ્રોફેસરે સીધા અને ઊલ્ટા ચિત્રો, બંને છેડેથી સીધા વંચાતા વાક્યો અને વાંસળી જેવા સંગીતના વાજિંત્રો વગાડવામાં અનોખી મહારત મેળવી

આ પણ વાંચો-Women's Day 2022: સરકારી નોકરી છોડીને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતાં મહિલા કઈ રીતે બન્યાં પ્રેરણારૂપ, જૂઓ

જીવન પર્યંત કોલંબસ બની કઈંક નવું કરતા રહેવું છે - સંગીત અને ચિત્રકળામાં મેળવેલી પારંગતતા (Retired Professor expertise in music and painting) અંગે પ્રોફેસર ગૌરાંગકુમારે 5 બહેનો અને 5 ભાઈઓના પરિવારમાં સૌથી નાના હોવાનો લાભ, મોટા થયા બાદ પ્રોફેસરની નોકરી, પત્ની, બાળકોના સપોર્ટને શુભ સંયોગ ગણાવ્યો છે. જેમ કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો (Columbus the discoverer of the Americas) તેમ કોલંબસ બની સતત 72 વર્ષથી નવી નવી શોધ કરી આજે નિવૃત્ત જીવનમાં પણ નિજાનંદનો એહસાસ કરી રહ્યા છે.

અપ સાઈડ ડાઉન ઈલ્યુઝન ચિત્રો માટે તે M. M. ખંભાતવાલાની આમળાની પડીને તો પેલીન્ડ્રોમ વાક્યો માટે પુના ટૂ બરોડાના પ્રવાસને પ્રેરણાસ્ત્રોત ગણાવે છે
અપ સાઈડ ડાઉન ઈલ્યુઝન ચિત્રો માટે તે M. M. ખંભાતવાલાની આમળાની પડીને તો પેલીન્ડ્રોમ વાક્યો માટે પુના ટૂ બરોડાના પ્રવાસને પ્રેરણાસ્ત્રોત ગણાવે છે

આસપાસના લોકો તેમને જાણે તેટલી જ ઈચ્છા - ઘરનું ભોજન સારા વિચારો સારું સ્વાસ્થ્ય આપે છે અને મનુષ્ય 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી શીખ આપતા આ પ્રોફેસરને તેમના ચિત્રોને વિદેશની આર્ટ ગેલેરીમાં કરવામાં આવતી પ્રદર્શની કે ત્રાવણકોરના અદભુત ચિત્રોની (Retired Professor expertise in music and painting) જેમ પ્રદર્શિત કરવાનો કોઈ શોખ નથી. બસ તેમની આ સિદ્ધિ માટે તેમની આસપાસના લોકો તેમને જાણે તો પણ બસ છે. એટલી જ ઈચ્છા છે.

Last Updated : Jul 23, 2022, 12:27 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.