ETV Bharat / city

કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ભાવનગરના ગામડાઓ રેડ એલર્ટ પર

author img

By

Published : Aug 9, 2022, 3:31 PM IST

Etv Bharatકાળુભાર ડેમ ઓવરફ્લો થતા તેની અસરે ભાવનગરના નજીકના ગામડાઓ થયા એલર્ટ
Etv Bharatકાળુભાર ડેમ ઓવરફ્લો થતા તેની અસરે ભાવનગરના નજીકના ગામડાઓ થયા એલર્ટ

ભાવનગર જિલ્લામાં ગઈકાલથી વરસાદ ઝરમર વરસવાની સાથે બીજા દિવસે પણ ઝરમર વરસી રહ્યો છે. ઉપરવાસના વરસાદના પગલે ગઢડાના કાળુભાર ડેમ ઓવરફ્લો(Gadhda Kalubhar Dam Overflows) થતા હાઇવે બંધ કર્યો છે. પોલીસને બન્ને બાજુ ગોઠવી દેવામાં આવી છે. સલામતીના ભાગરૂપે ટ્રાફિકને ડાયવર્ટ(Traffic Diverted due to Security) કરવામાં આવ્યો હતો.

ભાવનગર - જિલ્લામાં ગઈકાલથી વરસાદી(Heavy rain in Bhavnagar ) માહોલ છે. બોટાદના કાળુભાર ડેમ મોડી રાત્રે ઓવરફ્લો(Gadhda Kalubhar Dam Overflows) થવાની ભાવનગરમાં તેની અસર જોવા મળી છે. અમદાવાદ ધંધુકા હાઈવે સવારથી બંધ થઈ ગયો છે. ચમારડી અને ઉમરાળા ચોકડી પર(Chamardi and Umrala Cross Road) પોલીસ ગોઠવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: પાણનું સ્તર વધતા આજી-2 ડેમના દરવાજા ખોલાયા, ગ્રામ્યપંથકને એલર્ટ

ધંધુકા હાઇવે થયો બંધ વગર વરસાદે ચમારડી નજીક - ભાવનગર જિલ્લામાં ચમારડી(Chamardi in Bhavnagar district) પાસે કાળુભાર નદી પર ધંધુકા હાઇવેના પુલ(Dhandhuka Highway on Kalubhar River) ઉપરથી સવારના 10 કલાકથી પાણી વહેતું થયું હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બન્ને બાજુ પુલ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. ટ્રાફિકને ઉમરાળા ડાયવર્ટ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગ રૂપે પોલીસ ખડેપગે રહી છે. કાળુભાર નદીમાં પાણી આવતા ચમારડી રસ્તો બંધ થાય છે અને ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે છે.

આ પણ વાંચો: અનેક જિલ્લાઓમાં ફરી ધોધમાર વરસાદ

કાળુભાર ઓવરફ્લો ક્યારે અને કેટલા દરવાજા ખોલ્યા - કાળુભાર ડેમ ગઢડામાં આવેલો છે. ઉપરવાસના સારા વરસાદને પગલે કાળુભાર ઓવરફ્લો રાત્રે 3 કલાકે થયો હતો. પાણીની આવક વધતા અને ડેમ છલકાતા ડેમના બધા 6 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. દરવાજા ખોલતાની સાથે કાળુભાર ડેમથી ભાવનગર સુધીના ગામડાઓને એલર્ટ મોડમાં રાત્રે મુકવામાં આવ્યા હતા. વહેલી સવારથી નદીનું સ્તર વધ્યું અને 10 કલાકે સવારે ચમારડી પાસે પુલ ઉપરથી પાણી જતા સ્થાનિક તંત્રએ પોલીસ ગોઠવવી પડી છે. નદીની આસપાસના ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા છે. આ સાથે ભાલના માઢિયા, સનેસ, કાળાતળાવ સહિત અનેક ગામડાઓમા પાણી ભરાવાની શકયતાઓ વધવા લાગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.