ETV Bharat / city

ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો

author img

By

Published : Apr 7, 2021, 4:37 PM IST

Updated : Apr 7, 2021, 4:44 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં ચાલતા વ્યવસાયોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે. ત્યારે ગત વર્ષે લોકડાઉનમાં પોતાના વતન જવા માટે હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ જવામાં તકલીફ ભોગવનારા પરપ્રાંતીયોએ ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેઓએ પોતાના દુઃખને વ્યક્ત કર્યું હતું અને હવે લોકડાઉન કરો તો સમય આપજો તેવી માગ કરી છે.

લોકડાઉન લગાવતા પહેલા થોડો સમય આપવા પરપ્રાંતિયોની માગ
લોકડાઉન લગાવતા પહેલા થોડો સમય આપવા પરપ્રાંતિયોની માગ

  • રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકડાઉનની શક્યતા
  • પરપ્રાંતિય મજૂરોએ લોકડાઉનન લગાવતા પહેલા સમય આપવાની કરી માગ
  • ગત વર્ષે લોકડાઉનના કારણે મજૂરોને ભોગવવી પડી હાલાકી

ભાવનગરઃ સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં ગત વર્ષે લોકડાઉનથી હેરાન પરેશાન થયેલા અને હાલ પરત ભાવનગરમાં રોજીરોટી મેળવવા આવેલા પરપ્રાંતિયોએ સરકાર પાસે માગ કરી છે કે, જો લોકડાઉન લગાવો તો થોડો સમય આપજો.

ભાવનગરમાં હજારો પરપ્રાંતિયો કરી રહ્યા છે કામ

ભાવનગર શહેરમાં આવેલી ચિત્રા GIDC વિસ્તારમાં અનેક યુનિટો આવેલા છે. આ યુનિટમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરે છે. રોલિંગ મિલ હોઈ કે હીરાના કારખાનાની ડાઈ બનાવવાનું કારખાનું તમામ જગ્યાએ પરપ્રાંતીયો જોવા મળે છે. ગત વર્ષે કોરોનાના કારણે ટ્રેનના ડબલ ભાડા, બસના ડબલ ભાડાને પગલે પરપ્રાંતિયોને હાલાકી થઈ હતી.

લોકડાઉન લગાવતા પહેલા થોડો સમય આપવા પરપ્રાંતિયોની માગ

આ પણ વાંચોઃ જો લોકડાઉન થશે તો એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગ પર શું અસર થશે

લોકડાઉનને લઈ શું કહ્યું પરપ્રાંતિય મજૂરોએ

ભાવનગરમાં હાલ રાત્રી કરફ્યૂને પગલે હીરાની ડાઈ બનાવતા કારખાનામાં કામ કરતા આશરે 15 બિહારી શખ્સો પૈકી ત્રણ લોકો પોતાના વતન જવાના છે. ચિત્રા GIDCમાં આવેલા આ હીરાના કારખાનામાં કામ કરતા શખ્સોએ જણાવ્યું હતું કે, લોકડાઉન ભલે કરવામાં આવે પણ પરપ્રાંતિયોને તેમના વતન જવા માટે સરકાર પહેલા વ્યવસ્થા કરે, કારણ કે ગત વર્ષે પોતાના વતનમાં જવા માટે પરપ્રાંતિયોને હાલાકી અને પૈસાનો વેડફાટ થયો હતો.

આ પણ વાંચોઃ લોકડાઉનની અફવાના કારણે અનેક શ્રમિકો સુરત છોડી પોતાના વતન જવા રવાના થયા

અલંગમાં આશરે 40 હજાર જેટલા પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે

ભાવનગર જિલ્લામાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા વસવાટ કરે છે. અલંગમાં આશરે 40 હજાર જેટલા પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે, જ્યારે ચિત્રા GIDCમાં પણ આશરે 5 થી 10 હજાર પરપ્રાતિયો કામ કરે છે. આ ઉપરાંત સિહોરમાં આવેલી રોલિંગ મિલોમાં પણ આશરે 5 હજાર કામ કરી રહ્યા છે, ત્યારે GIDCમાં હીરાના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય સખોના માલિકે જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકડાઉનમાં મજૂરોને ખવડાવવાની અને તેમના વતન મોકલવા ભારે હાલાકી થઈ હતી. વાહનો મળતા ન હતા અને ખાદ્ય ચિઝોનો જથ્થો મેળવવામાં તકલીફો થઈ હતી એટલે આ વર્ષે લોકડાઉન ભલે સરકાર કરે પણ એક સપ્તાહનો સમય આપવો જોઈએ.

Last Updated : Apr 7, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.