ETV Bharat / city

New Year 2022 in Bhavnagar: ભાવનગરમાં ડુંગળીની આવકની સાથે ભાવ પણ ઘટ્યા, નવા વર્ષે ક્યાં પહોંચશે ભાવ...

author img

By

Published : Jan 1, 2022, 9:34 AM IST

ભાવનગર જિલ્લામાં ડુંગળીની આવક ગયા વર્ષની સરખામણીએ (Onion income in Bhavnagar) ઘણી ઓછી છે. ભાવ પણ ખૂબ જ નીચા જોવા મળી રહ્યા છે. ખેડૂતોની દશા અતિ દયનીય બની છે ત્યારે વિકલ્પ શું? તેવામાં ખેડૂત આગેવાન, વેપારી અને યાર્ડના સેક્રેટરીએ રજૂ કર્યા કારણો અને શું થાય તો ભાવ મળવાની શક્યતા છે. ત્યારે આ વર્ષે (New Year 2022 in Bhavnagar) સારા ભાવ મળે તેવી શક્યતા છે. જાણો વિગતે..

New Year 2022 in Bhavnagar: ભાવનગરમાં ડુંગળીની આવકની સાથે ભાવ પણ ઘટ્યા
New Year 2022 in Bhavnagar: ભાવનગરમાં ડુંગળીની આવકની સાથે ભાવ પણ ઘટ્યા

ભાવનગરઃ ભાવનગર જિલ્લો ડુંગળીનું પીઠું દેશનું બીજા નંબરનું (Onion income in Bhavnagar) છે. ચોમાસામાં ડુંગળીનું વાવેતર થયું હતું, પરંતુ પાછોતરા વરસાદના કારણે (Damage to onion crop in Bhavnagar) ડુંગળીના વાવેતર બાદ થયેલા પાકની ગુણવત્તામાં નબળી જોવા મળી રહી છે, જેની સીધી અસર માર્કેટિંગ યાર્ડમાં આવતી ડુંગળીના ભાવો ઉપર પડી છે. આ વર્ષે (New Year 2022 in Bhavnagar) ડુંગળીના ભાવો મળવાની (New Year 2022 in Bhavnagar) શક્યતાઓ હાલ જોવા મળતી નથી.

ડુંગળીની આવક ઘટતા ભાવ ઘટ્યા

આ પણ વાંચો- Unseasonal Rain In Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

જિલ્લામાં ડુંગળીનું વાવેતરમાં વધારો પણ નોંધાયો હતો

ભાવનગરમા ગયા વર્ષે શિયાળુ પાકનું વાવેતર વધુમાં વધુ ઘઉં, ચણા અને ડુંગળીનું થવા પામ્યું હતું. આ વર્ષે (New Year 2022 in Bhavnagar) પણ ત્રણ પાકમાં વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે પાક પ્રમાણે જોઈએ તો, ઘઉંનું વાવેતર 20,000 હતું, જ્યાં અત્યાર સુધીમાં 22,000 છે. ચણામાં જોઈએ તો, ગયા વર્ષે 20,000 હતું. ત્યાં 32154 વાવેતર થયું છે તો ડુંગળીમાં ગત વર્ષે 26000 હેકટરમાં વાવેતર હતું ત્યાં 32897 વાવેતર થઈ ગયું છે.

જિલ્લામાં ડુંગળીનું વાવેતરમાં વધારો પણ નોંધાયો હતો
જિલ્લામાં ડુંગળીનું વાવેતરમાં વધારો પણ નોંધાયો હતો

વરસાદના મારે ખેડૂતોને પહોંચાડ્યું નુકસાન

જ્યારે ડિસેમ્બર અંત સુધીમા વધારો થવાની શક્યતા છે. ગયા વર્ષે અંદાજે 90,000 થી 1 લાખ હેક્ટરમાં વાવેતર હતું. ત્યાં આ વર્ષે (New Year 2022 in Bhavnagar) 1.25 લાખ હેકટરમાં થઈ ગયું છે. આમ, વાવેતરમાં વધારો હોવા છતાં વરસાદના મારે ખેડૂતોના પાકને નુકસાન (Damage to onion crop in Bhavnagar) કર્યું છે. યાર્ડના સેક્રેટરી રોયલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે આવક પણ યાર્ડમાં ઓછી છે અને ભાવ પણ નીચા છે. તડની પાછળનું કારણ પાછોતરા વરસાદ અને માવઠાને કારણે પાકની ગુણવત્તા ઘટી ગઈ છે.

જિલ્લામાં ડુંગળીનું વાવેતરમાં વધારો પણ નોંધાયો હતો
જિલ્લામાં ડુંગળીનું વાવેતરમાં વધારો પણ નોંધાયો હતો

આ પણ વાંચો- Unseasonal Rains In Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

ડુંગળીની આવકે ભાવ નીચા અને ગત વર્ષ કરતા ખૂબ ઓછા

ભાવનગર યાર્ડમાં ડિસેમ્બરના અંતમાં ડુંગળીની આવક શરૂ થઈ જાય (Onion income in Bhavnagar) છે, પરંતુ આ વર્ષે (New Year 2022 in Bhavnagar) આવક 60 ટકા કરતા ઓછી છે. યાર્ડના સેક્રેટરી દોલુભા રોયલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 20થી 25,000ની આવક ડિસેમ્બરના અંતમાં થતી હતી, પરંતુ આ વર્ષે 7થી 10,000 વચ્ચે થઈ રહી છે. તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ડિસેમ્બરના અંતમાં ભાવ 100થી 450 ભાવ 20 કિલોના ડુંગળીના છે. જ્યારે ગત વર્ષે 500થી 700 વચ્ચે ભાવ રહ્યા હતા. આવક ઓછી હોવા સામે માવઠું અને પાછોતરો વરસાદ જવાબદાર છે તો ગુણવત્તા પણ તેના કારણે ઘટી હોવાથી ભાવ નીચાલઈ રહ્યા છે.

ડુંગળીની આવકે ભાવ નીચા અને ગત વર્ષ કરતા ખૂબ ઓછા
ડુંગળીની આવકે ભાવ નીચા અને ગત વર્ષ કરતા ખૂબ ઓછા

શુ ડુંગળીના ભાવ મળશે કે ખેડૂતોને મંજૂરી પણ નહીં નીકળે

ભાવનગર યાર્ડમાં આવતી ડુંગળીના ભાવ (Onion income in Bhavnagar) તળિયાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યાર્ડના વેપારી અને કિસાન મોરચાના ભાજપના ભાવનગર તાલુકાના પ્રમુખ નરેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, પાછોતરો વરસાદ અને માવઠાથી ડુંગળી બગડી (Damage to onion crop in Bhavnagar) છે. આથી ગુણવત્તા મળી નથી. તે એક કારણ ઓછા ભાવનું છે. તો ગયા વર્ષે અન્ય રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન નહતું જેમ કે, મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ આ વર્ષે ઉત્પાદન હોવાની શક્યતા હોવાથી માગ ઉભી થઈ નથી. ફેબ્રુઆરી, માર્ચમાં માગ નીકળે અને ઈમ્પોર્ટ કરવાની સરકારની છૂટ જો મળશે. તો ભાવ વધવાની શક્યતા છે ત્યાં સુધી સારામાં સારા ભાવ 500 આસપાસ મળી રહે તેવું હાલ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.