ETV Bharat / city

શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી કુંડળીના સાત યોગમાંથી મળે છે મુક્તિ અને શાંતિ: રુદ્રાક્ષનું અનેરું મહત્વ

author img

By

Published : Aug 30, 2021, 8:04 PM IST

શ્રાવણમાસમાં ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષ એટલે શિવના અશ્રુ (આસું) જેમાંથી ઉગેલું વૃક્ષ એટલે રુદ્રાક્ષ છે. 1થી લઈને 14 મુખી સુધીના રુદ્રાક્ષ મળી આવે છે, જેમાં શિવને એકમુખી રુદ્રાક્ષ અતિપ્રિય છે. કુંડળીમાં સાત પ્રકારના અનિષ્ટ યોગના પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી અનિષ્ટ યોગના પ્રભાવથી બચી શકાય છે.

રુદ્રાક્ષનું અનેરું મહત્વ
રુદ્રાક્ષનું અનેરું મહત્વ

  • શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી કુંડળીમાં થતા સાત યોગ દૂર થાય છે
  • રુદ્રાક્ષ એટલે શિવના અશ્રુમાંથી ઉગેલું રુદ્રાક્ષનું વૃક્ષ જે શિવને પ્રિય
  • રુદ્રાક્ષ 1થી 14 મુખી રુદ્રાક્ષ હોય છે જેમાં શિવને પ્રિય એકમુખી

ભાવનગર- શ્રાવણમાસ એટલે શિવની ભક્તિના અનેરા સમયમાં કે જેમાં શિવને પ્રસન્ન કરો તો તમારા ભવે ભવના દુઃખ દૂર થઈ જાય છે, પરંતુ અહીંયા શિવના રુદ્રાક્ષની વાત કરવાની છે. જેને અનુસરવામાં આવે તો કેટલાક દુષ્પ્રભાવી યોગને દૂર કરવામાં રુદ્રાક્ષની ઉત્તમ શક્તિ દ્વારા ઉપાય કરવાથી લાભ મળી શકે છે. જેની માટે રુદ્રાક્ષ શુ છે,એ સમજવું પણ જરૂરી છે.

રુદ્રાક્ષનું અનેરું મહત્વ

આ પણ વાંચો- શિવલિંગ પર શાં માટે ચડાવવામાં આવે છે બીલીપત્ર, જાણો...

રુદ્રાક્ષ શુ છે ? શું છે તેનુ મહત્વ ? શિવને અતિપ્રિય રુદ્રાક્ષ કયો ?

શ્રાવણમાં શિવની આરાધના શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવને પ્રિય ચિજો ક્યારેય અન્ય દેવોને પ્રિય બની શકે નહીં. કારણ કે સ્મશાનની ભભૂતિ શિવની પ્રિય છે. ધતુરાનું ફૂલ, જળ, બીલીપત્ર અને ભભૂતિ ભગવાનને અર્પણ કરવામાં આવે એટલે શિવ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શિવને સૌથી પ્રિય રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ બે છે. તેમ રુદ્રાક્ષ એટલે શું ? તો રુદ્રાક્ષ એટલે શિવના આંખના આસું છે. શિવની આંખમાંથી ટપકીને જમીન પર પડેલા આસુંમાંથી ઉછરેલું વૃક્ષ એટલે રુદ્રાક્ષ છે. જેમાં એકથી લઈને 14 મુખી રુદ્રાક્ષ જોવા મળે છે. તેમાં દુર્લભ કહેવાતો રુદ્રાક્ષ એટલે એકમુખી જે ભાગ્યે જ મળે છે અને શિવને અતિપ્રિય છે.

રુદ્રાક્ષનું અનેરું મહત્વ
રુદ્રાક્ષનું અનેરું મહત્વ

શ્રાવણમાં શિવની ઉપાસના સાથે એક પ્રયોગ રુદ્રાક્ષનો પણ છે

શ્રાવણમાં શિવની ઉપાસના સાથે એક પ્રયોગ રુદ્રાક્ષનો પણ છે. જેનાથી કોઈ પણ કુંડળીમાં સાત ખરાબ પ્રકારના યોગ ઉભા થાય તો તેને દૂર કરી શકાય છે. અમે તમને દર્શાવીશું કે, આ સાત યોગ ક્યાં રુદ્રાક્ષ ધારણ કરવાથી દૂર થાય છે તો ચાલો જાણીએ.

રુદ્રાક્ષનું અનેરું મહત્વ
રુદ્રાક્ષનું અનેરું મહત્વ

આ પણ વાંચો- શ્રાવણ મહિનાના ચોથા સોમવારે દેવાધિદેવ મહાદેવના અવકાશી દર્શનનો અલૌકિક નજારો

રુદ્રાક્ષ પહેરવાથી કોઈ નુક્સાન નથી થતું

શ્રાવણમાં આ રુદ્રાક્ષ ધારણ કરવાથી જાતકને જરૂર લાભ થાય છે, ત્યારે ઉપર બતાવેલા ઉપાય કુંડળીમાં હોય અને રુદ્રાક્ષની ઓળખ કરીને સાચો રુદ્રાક્ષ ધારણ કરી તેને વિધિવત શિવના જાપથી સિદ્ધ કરવામાં આવે તો અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ પહેરવાથી કોઈ નુક્સાન નથી, પણ જાણકાર જ્યોતિષીને જાતક કુંડળી બતાવી યોગ વિશે જાણકારી મેળવી રુદ્રાક્ષનો પ્રયોગ કરે તો જરૂર સફળતા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.