શ્રાવણ મહિનાના ચોથા સોમવારે દેવાધિદેવ મહાદેવના અવકાશી દર્શનનો અલૌકિક નજારો

author img

By

Published : Aug 30, 2021, 7:14 PM IST

સોમનાથ મહાદેવ

આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે, શિવને પ્રિય એવો શ્રાવણ મહિનો અને સોમવારે શિવભક્તો માટે મહાદેવના દર્શન કરવા માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે, જ્યારે દેવાધિદેવ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરીને શિવભકતો ભાવવિભોર બની રહ્યા છે. ત્યારે ETV Bharatના દર્શકો માટે દેવાધિદેવ મહાદેવના અવકાશી દર્શનનો ઔલોકીક નજારો શિવભક્તો સમક્ષ મૂકી રહ્યા છે. મહાદેવના પ્રત્યક્ષ દર્શનની સાથે શિવભક્તો માટે મહાદેવના અવકાશી દર્શન પણ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે.

  • આજે શ્રાવણ મહિનાનો ચોથા સોમવારે શિવભક્તો બની રહ્યા છે શિવમય
  • મહાદેવના પ્રત્યક્ષ દર્શનની સાથે સોમનાથના અવકાશી દર્શન પર જોવા મળ્યો ઔલોકિક નજારો
  • શ્રાવણ માસમાં મહાદેવના દર્શન માટે શિવભક્તો જોવા મળે છે તલપાપડ

ગીર સોમનાથ- દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસનો આજે ચોથો સોમવાર છે, ત્યારે મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના ચરણમાં શીશ ઝૂકાવવા માટે આવી રહ્યા છે. મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરવાનું ખૂબ જ પુણ્ય મળતુ હોય છે, ત્યારે આજે ETV Bharatના દર્શકો માટે સોમનાથ મહાદેવના અવકાશી દર્શનનો ઔલોકીક નજારા થકી શિવભક્તોને સોમનાથ મહાદેવના અવકાશી દર્શન પણ કરાવી રહ્યા છે. શ્રાવણમાસમાં શિવભકતો મહાદેવના દર્શન કરવા માટે તલપાપડ હોય છે. દેશ અને દુનિયામાંથી આવેલા શિવભક્તો ભોળાનાથના પ્રત્યક્ષ દર્શન કરીને જાતને ધન્ય કરી રહ્યા છે.

સોમનાથ મહાદેવ

આ પણ વાંચો- મોટી સંખ્યામાં શિવભક્તો બર્ફાની બાબાના દર્શન માટે ડુંગરેશ્વેર મહાદેવ પહોંચ્યા

મહાદેવ અને મેરામણનો સુયોગ સમન્વય એટલે સોમનાથ મહાદેવ

સોમનાથ મહાદેવ ભારત વર્ષના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પુજવામાં આવી રહ્યુ છે. મહાદેવની સ્વયંભૂ સ્થાપના પ્રભાસ તીર્થક્ષેત્રના સોમનાથ નજીક આવેલા મેરામણના તટ પર થઇ હતી, ત્યારે શ્રાવણ મહિનામાં મેરામણની સાથે મહાદેવના એક સાથે દર્શન થતા હોય તેવો અવકાશી નજારો શિવભક્તોને શ્રાવણ મહિનામાં ઔલોકિક દર્શનનો લાભ આપી રહ્યો છે. મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરવાથી શિવભક્તો પુણ્યશાળી બનતા હોય છે, ત્યારે એકસાથે સોમનાથ મહાદેવ મંદિર અને તેની ફરતે ઘુઘવાતા મહાસાગરના અવકાશી દ્રશ્યો શિવ ભક્તોને શ્રાવણ મહિનામાં દર્શનનો અનેરો લાભ આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.