ETV Bharat / city

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ, રોજના શ્વાન કરડવાના 50 થી 100 કેસ આવે છે સામે

author img

By

Published : Mar 5, 2021, 8:54 PM IST

ભાવનગર શહેરમાં શ્વાનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં શ્વાન કરડવાના કેસ પણ વધી રહ્યા છે. સર. ટી હોસ્પિટલમાં આશરે 50 થી 100 શ્વાન કરડવાના કેસ સામે આવી રહ્યા છે. બે વર્ષે થયેલા ખસીકરણમાં હજુ વિક્ષેપો છે અને મહાનગરપાલિકા કમરકસી રહી છે તેવામાં રેબિઝની રસીનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, ત્યારે ચિંતાનો વિષય નહીં હોવાનું ડોકટર જણાવી રહ્યા છે.

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ

  • ભાવનગરમાં શ્વાનનો ત્રાસ
  • આરોગ્ય કેન્દ્ર સહિત સર. ટી. હોસ્પિટલમાં હડકવાની રસી મુકવામાં આવે છે
  • શહેરમાં શ્વાનની સંખ્યા આશરે 5 હજાર

ભાવનગરઃ શહેરમાં શ્વાનની સંખ્યા આશરે 5 હજાર છે. ત્યારે શ્વાન કરડવાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગલીએ ગલીએ શ્વાન જોવા મળી રહ્યા છે, સૌથી મોટો ડર બાઈક કે સ્કૂટર લઈને જતા લોકોને રહે છે, કારણ કે અજાણ્યા તેની પાછળ શ્વાન દોડે છે અને બચકું ભરી લેતા હોય છે. ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં શ્વાન કરડવાના રોજના 100 કેસ સામ આવે છે, જેને જરૂરિયાત પ્રમાણેના હડકવાના ઇંજેક્શન આપવામાં આવે છે.

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ

હડકવાની રસી કેટલી અપાય છે અને પરિસ્થિતિ શુંં

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર સહિત સર. ટી. હોસ્પિટલમાં હડકવાની રસી મુકવામાં આવે છે. સર ટી હોસ્પિટલમાં મહિનામાં 20 જેટલી રસી મુકવામાં આવે છે. તંત્રનું કહેવું છે કે, રેબિઝ નામની રસી પૂરતા પ્રમાણમાં છે. જેથી શ્વાન કરડવાના કેસમાં રસીની કોઈ અછત ઉભી નહીં થાય. જોકે, રોજના આવતા કેસમાં સામાન્ય શ્વાન કરડવાના બનાવ હોવાથી પ્રાથમિક સારવાર કરીને ઇન્જેક્શન રેબિઝ ઇમ્યુનોગ્લોબ્યુલીન આપવામાં આવે છે.

સર. ટી. હોસ્પિટલમાં હડકવાની રસી મુકવામાં આવે છે
સર. ટી. હોસ્પિટલમાં હડકવાની રસી મુકવામાં આવે છે

મહાનગરપાલિકા દ્વારા ABC પ્રોજેકટ હેઠળ ખસિકરણ શરૂ કરાયું

ભાવનગરમાં શ્વાનની વધી રહેલી સંખ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા ABC પ્રોજેકટ હેઠળ ખસિકરણ શરૂ કર્યું છે. જેમાં હાલ સુધીમાં 200 થી 300 આસપાસ ખસિકરણ કરાયું છે, ત્યારે ગલીએ ગલીએ પાલતું શ્વાન હોવાથી શ્વાનને લઈ જવામાં વિક્ષેપ પાડી રહ્યા છે. લોકોને સમજાવીને શ્વાનના ખસિકરણ બાદ પરત એ જ સ્થળે શ્વાનને મુકવામાં આવે છે.

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.