ETV Bharat / city

પત્નીને મરવા મજબૂર કરનાર પતિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

author img

By

Published : Aug 24, 2021, 8:43 PM IST

ભાવનગરના એક ગામની પરણીતાએ 2019માં ગળાફાંસો ખાઈ લીધા બાદ પરણીતાના ભાઈ દ્વારા મૃતકના પતિ અજય ધીરુ બારૈયા સામે મરવા મજબૂર કરવા ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે બા વર્ષ બાદ ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપી પતિને 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

  • પત્નીને મરવા માટે મજબૂર કરનાર પતિને 10 વર્ષની સજા
  • પતિના ત્રાસથી પત્નીએ ગળાફાંસો ખાઈ કરી હતી આત્મહત્યા
  • કોર્ટે આધાર, પુરાવા અને સાક્ષીના આધારે સજા સહિત 10 હજારનો દંડ ફટકાર્યો

ભાવનગર : વરતેજ નજીકના એક ગામની પરણીતાએ 2 વર્ષ પહેલાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, આથી મૃતક પરણીતાના ભાઇએ ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં પરણીતાના પતિ સામે બહેનને માનસિક શારીરિક ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે કોર્ટે પતિ અજય ધીરુ બારૈયાને 10 વર્ષની સજા ફટકારી છે.

આ પણ વાંચો : ચોટીલામાં રોપવે સુવિધા બાબતે મંદિર ટ્રસ્ટે કરી કોર્ટમાં અરજી

પરણીતાએ સાસરિયામાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

ભાવનગર જિલ્લાની દીકરીના લગ્ન વરતેજ પાસેના માલણકા ગામના અજય ધીરુ બારૈયા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અજય ધીરુ એકાદ વર્ષ બાદ કામે નહિ જતા પતિ પત્ની વચ્ચે ઝગડા શરૂ થયા હતા, જેમાં અજય તેની પત્નીની સાથે મારકુટ પણ કરતો હતો, આથી 26/2/2019 ના રોજ પરણીતા પોતાના સાસરિયામાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ બાદ મૃતકના પરિવારે પરણીતાના પતિ સામે શંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : મહાનગરપાલિકાના હદ વિસ્તારોમાં ફાયર સેફટીની સ્થિતિ પહેલાથી સુધારી- રાજ્ય સરકાર

કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

લગ્ન કર્યા બાદ પતિ અજય પરણીતાની સાથે મારઝૂડ કરતો હતો. પોતાની પત્નીને મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપી મારવા મજબૂર કર્યાની ફરિયાદ મૃતકના ભાઈએ વરતેજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ફરિયાદના આધારે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપી વિરુદ્ધ આધાર, પુરાવા અને સાક્ષીના આધારે કસુરવાન ઠેરવી 306 કલમ મુજબ 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.