ચોટીલામાં રોપવે સુવિધા બાબતે મંદિર ટ્રસ્ટે કરી કોર્ટમાં અરજી

author img

By

Published : Aug 20, 2021, 12:50 PM IST

court

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં યાત્રાળુઓને સુવિધા મળી રહે તે માટે રોપવે સેવા માટે શરુઆત કરવામાં આવી હતી. આ બાબતે સરકારે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપતા મંદિરે આ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટમાં આ વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી.

  • ગુજરાતનું પ્રખ્યાત યાત્રા ધામ ચોટીલા
  • યાત્રીઓને સુવિધા રહે તે માટે રોપવે માટે રજૂઆત કરવામાં આવી હતી
  • રોપવેનો પ્રોજેક્ટ ખાનગી કંપની સોપાતા મંદિર પ્રશાસનમાં રોષ

અમદાવાદ: ચોટીલા માં આવેલા ચામુંડા માતાના મંદિરમાં કે જ્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે બાળકો વૃદ્ધો અને દિવ્યાંગો મંદિર સુધી પહોંચી શકે તે માટે ટ્રસ્ટે સરકારને રોપ વે બનાવી આપવા ભલામણ કરી. પરંતુ સરકારે પારદર્શિતા વિના ખાનગી એકમને રોપવે બનાવવાનો આદેશ આપતા મંદિરના ટ્રસ્ટે હાઇકોર્ટમાં આ વિરુદ્ધ અરજી કરી હતી. જેમાં કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગતા જવાબ રજૂ કરવા માટે સરકારે સમય માંગ્યો છે.

મંદિર સાથે ચર્ચા ન કરવામાં આવી

ETV Bharat સાથે વાતચીત કરતા અરજદારના વકીલ દિગાંત પોપટે જણાવ્યું હતું કે, મંદિર દ્વારા વર્ષો પહેલા અહીં રોપવે બનાવવા માટે સરકારને ટ્રસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં સરકારે ખાનગી કંપનીને કામગીરી સોંપતા ટ્રસ્ટે આ સામે કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. ટ્રસ્ટનું કહેવું છે કે, અન્ય કંપનીઓ રોપવે બનાવી શકે તે માટે જાહેરાત કરવામાં આવી નથી અને ડાયરેક્ટ કંપનીની કામગીરી સોંપી દેવામાં આવી છે. જે કંપનીની કામગીરી સોંપવામાં આવે છે તેની પાસે રોપવે બનાવવાનો કોઈ અનુભવ નથી. આ સાથે મંદિર સાથે પણ કોઈ જાતની ચર્ચા કરવામાં નથી આવી.

આ પણ વાંચો : બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમચમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન

સરકારે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો

આ મામલે સુનાવણી થતાં સરકારે જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ માટે 2જી સપ્ટેમ્બર સુધી સરકારને જવાબ રજૂ કરવા માટેનો સમય આપ્યો છે. અગાઉ આ મુદ્દે સુનાવણી થતાં કોર્ટે સરકારને તેમજ જે કંપનીને કામ સોંપવામાં આવ્યો છે તેને નોટિસ ઇસ્યુ કરી હતી. આગામી 2 સપ્ટેમ્બરે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : રક્ષા વિશેષજ્ઞ અને પૂર્વ વિંગ કમાન્ડર પ્રફુલ્લ બખ્શી સાથે ETV Bharatનું ઈન્ટરવ્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.