ETV Bharat / city

બે સગી બહેનોના કેદારનાથમાં કેવી રીતે થયા મૃત્યું, જાણો આ હકીકત

author img

By

Published : Oct 18, 2022, 7:34 PM IST

કેદારનાથના દર્શન કરવા નીકળેલી બે પિતરાય બહેનોના પરિવારજનોએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે, દીકરીના અંતિમદર્શન પણ નહીં થાય. સતત ડૂમા, ડુસકા અને રૂદન સાથે બન્ને દીકરીના સ્વજનોએ આ આઘાત વેઠ્યો. જ્યારે એ ઘટનાની જાણ થઈ કે, બન્ને દીકરીઓ હવે નથી. ભાવનગરની દીકરી કેદારનાથ દર્શન કરવા ગઈ અને ભાવ વગરના બની ગયા પરિવાર જન. જોઈએ એમના ઘરની સ્થિતિ અંગે એક અહેવાલ

બે સગી બહેનોના કેદારનાથમાં કેવી રીતે થયા મૃત્યું, જાણો આ હકીકત
બે સગી બહેનોના કેદારનાથમાં કેવી રીતે થયા મૃત્યું, જાણો આ હકીકત

ભાવનગરઃ જાનકીનો નાથ પણ જાણી શકયો નથી કે કાલે સવારે શું થવાનું છે. ઘાર્મિક યાત્રા ક્યારેક અંતિમ સફર બનીને રહી જાય છે. ઘટના એવી બને છે જેમાં વ્યક્તિનો ખાલીપો કાયમી બની જાય છે. કેદારનાથમાં અનેક એવી હોનારત બની છે જેમાં અનેક એવા સ્વજનોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે. ભાવનગર શહેરમાંથી 14 ઑક્ટોબરના રોજ નીકળેલી દીકરી ઊર્વી અને કૃતિ ઘરે પરત જ ન આવી. હેલિકોપ્ટર ક્રેશ થયું એ સમાચાર મળતા જ આઘાત અને અફસોસનો પહાડ પરિવારજનો પર તૂટ્યો. જેમાંથી હવે આસુંના ઝરણા સિવાય કંઈ જ જોવા નહીં મળે. જીવ બળીને ખાખ થઈ જાય એવી વાત એ છે કે, ઊર્વીનો 18 ઑક્ટોબરના દિવસે જ જન્મદિવસ હતો. જે એના જીવનનો અંતિમ દિવસ પુરવાર થયો.

કાકા દાદાની સગી બહેનોના ઉત્તરાખંડ હેલિકોપટર ઘટનામાં મૃત્યુ : ઉર્વીનો હતો આજે જન્મ દિવસ

બે દીકરીના મૃત્યુંઃ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash in Uttarakhand) થવામાં સવાર છ પૈકી ત્રણ મહિલાઓ ભાવનગરની છે. ભાવનગરના દેસાઈનગરમાં રહેતી કાકા દાદાની બે સગી બહેનોને મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક મહિલા શિહોરની છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યા બાદ સરકારી તંત્રના ઘરે પહોંચ્યું છે અને સાંત્વના આપી હતી.

પરિવારમાં શોકઃ ઉતરાખંડમાં કેદારનાથથી બે કિલોમીટર ગરુડ ચટ્ટીમાં આયર્ન કંપનીના થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભાવનગરની દેસાઈનગરમાં રહેતા કૃતિ કમલેશ બારડ ઉંમર વર્ષ 30 અને ઉર્વી જયરશ બારડ ઉંમર વર્ષ 25 બન્ને કાકા દાદાની બહેનો છે. જોકે ઉર્વીનો 18 ઓક્ટોબરે જન્મદિવસ હતો. ત્યારે જ તેના મૃત્યુના સમાચારથી પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. બન્ને બહેનોના મોતને પગલે આસપાસના લોકો અને તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

એક માત્ર દીકરી ગુમાવીઃ ભાવનગર શહેરથી 14 ઓક્ટોબર 2022ના રોજ કેદારનાથ દર્શન માટે બન્ને બહેનો નીકળી હતી. તેમાં ઉર્વીનો આજે જન્મદિવસ હતો. જ્યારે ઉર્વી જયેશ બારડ તેની નાની બહેન છે. જ્યારે કૃતિના પિતા કમલેશ બારડ PGVCLમાં ફરજ બજાવે છે. જ્યારે ઉર્વીના પિતા જયેશ બારડનું દોઢ વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઉર્વીને એક નાનો ભાઈ છે. ત્યારે ઉર્વીના પરિવારમાં માત્ર માતા પુત્ર એકલા પડ્યા છે. જ્યારે કૃતિ એક માત્ર કમલેશની દીકરી હતી. બન્ને દીકરીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બન્ને બેહનોમાં એક કૃતિ ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. જ્યારે ઉર્વી પણ અલોહામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી (Competitive Exam Preparation in Aloha) અને હાલમાં પાર્ટ ટાઈમ જોબ મેળવી હતી.

વિપક્ષનેતાનું નિવેદનઃ વિરોધપક્ષના નેતા, જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં આ ખૂબ ગોઝારો કહેવાય. બન્ને ભાઈઓના દીકરી ભગવાન ભોળાનાથના દર્શન કરવા ગયા હતા. હેલિકોપ્ટરમાં ક્રેશ થઈ ગયું અને ગુજરી ગયા છે. અમારા વિસ્તારની અંદર જયેશભાઈ ખૂબ જ લોકઉપયોગી કાર્ય કર્યા છે. તેમના એકના એક દીકરીનું પણ મૃત્યુ થયું છે. બન્ને ભાઈઓના પિતરાઈ બહેનોને ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે કે દુઃખદ અવસાન થયું છે. ભગવાન એના આત્માને શાંતિ આપે. ઉચ્ચ અભ્યાસક્રમ માટે અમદાવાદ જઈ રહ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષા છે એની તૈયારી કરી રહ્યા હતા. નાનો ભાઈ છે જયેશભાઈએ તો ગયા વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. એમને પણ એક દીકરી છે આ મૃત્યુ પામ્યા હવે એક જ દીકરો છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મેસેજ નાયબ મામલતદાર જી કે વાળાએ જણાવ્યું હતું કે, આજ રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મેસેજ આવતા આપણે ભાવનગરની બે દીકરીઓ કેદારનાથ ભગવાન શિવના દર્શને 14 ઓક્ટોબર 2022એ ગયેલી અને 17 ઓક્ટોબરે બુકિંગ હતું. દર્શન કરવા માટેનું એમનો હેલિકોપ્ટરનો બુકિંગ હતું. દર્શન કરવા માટેનું ઉત્તર કાશીથી કેદારનાથ જવા માટે હેલિકોપ્ટરમાં ગયા હતા. રિટર્ન પણ એ લોકો એમાં આવતા ગરુડ ચટ્ટી કેદારનાથ બે કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ત્યાં હેલિકોપ્ટર ક્રેશ થતા બંનેના મૃત્યુ થતાં કલેકટર સાહેબના આદેશથી જાણ કરવા અને સાંત્વના આપવા અમે અહીં આવ્યા છીએ. એમા હા, એક સિહોરના છે પણ અમારો વિસ્તાર આ છે. એટલે અમે આવ્યા છીએ ત્યાં સિહોર મામલતદાર જશે. હા ભાવનગરના કુલ ત્રણ મહિલાઓ છે.

શક્તિસિંહ ગોહિલના નજીકના સંબંધી ઉતરાખંડમાં બનેલા બનાવવામાં ભાવનગરની ત્રણ મહિલાઓ હોવાનું કોંગ્રેએ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યા બાદ સરકારી તંત્ર જાગૃત થયું હતું. ભાવનગર સીટી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જી કે વાળાએ આવીને તેના પરિવારને સાંત્વના આપી હતી. નાયબ મામલતદારએ જણાવ્યું હતું કે, બન્ને બહેનોના ઉત્તરાખંડ ગરુડ ચિટ્ટી પાસેના હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયા છે. જ્યારે એક મહિલા પૂર્વા રામાનુજ શિહોરની હોવાનું તેમને જણાવ્યું હતું.

સરકાર લાવશે બન્નેના મૃતદેહ ભાવનગર, જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય (MLA of Bhavnagar West Constituency) અને શિક્ષણ પ્રધાને ગાંધીનગરમાં બન્ને દીકરીઓ તેમના વિસ્તારની હોવાનું કહી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે ટ્વિટ પણ કર્યું છે. બન્નેના મૃતદેહ ભાવનગર લાવવા સરકાર કાર્યવાહી કરશે તેમજ ત્રણેય મહિલાઓના 4 લાખની સહાય (Education Minister announced Money assistance) જાહેર કરી છે. દેસાઈનગર બન્ને દીકરીઓના શોકથી ભાજપ કોંગ્રેસ અને તેમના તેમના સમાજના આગેવાનો ઘર પર હાજર થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.