ETV Bharat / city

Bhavnagar Accident : ભાવનગરમાં સુરજના કિરણો ફુટતા જ કાળનું છવાયુ અંધારું

author img

By

Published : Jun 1, 2022, 3:51 PM IST

ભાવનગર શહેરમાં બુધવારની (આજે) સવારે કરુણતા સાથે શરૂ (Bhavnagar accident) થઈ હતી. નવા બંદર તરફ જઈ રહેલી કાર સાથે ટ્રક અથડાઈ હતી. જે કારમાં સવાર (Nawabbandar Road Accident) યુવાનોના સ્થળ પર મૃત્યુ નિપજયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક બનાવ સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી.

Bhavnagar Accident : ભાવનગરમાં સુરજના કિરણો ફુટતા જ કાળનું છવાયુ અંધારું
Bhavnagar Accident : ભાવનગરમાં સુરજના કિરણો ફુટતા જ કાળનું છવાયુ અંધારું

ભાવનગર : રાજ્યમાં નાના ગામડાથી લઈને મહાનગરો સુધી અકસ્માત (Bhavnagar Accident) કેસો સંખ્યા દિવસેને દિવસે વધી જાય છે, ત્યારે ભાવનગર શહેરમાં પરોઢિયુ કરુણતા સાથે શરૂ થયું હતું. વહેલી સવારમાં ભાવનગર શહેરના નવા બંદર રોડ પર ગોઝારો (Nawabbandar Road Accident) અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ 108 અને પોલીસ થતાં ઘટના સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ઘરી હતી.

ભાવનગરમાં કાર ટ્રક અકસ્માતમામ 4 યુવકના મૃત્યુ

આ પણ વાંચો : ભાવનગરમાં છકડો અને બાઇક વચ્ચે અકસ્માત CCTV કેમેરામાં કેદ

બનાવ ક્યારે બન્યો - ભાવનગર શહેરમાં વહેલા પરોઢિયે સ્વીફ્ટ કાર અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા. ભાવનગર શહેરના નવા બંદર રોડ પર વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ધડાકા ભર અકસ્માતની દુર્ઘટના સર્જાતા સ્વીફટકારમાં સવાર ચાર લોકોના સ્થળ પર મૃત્યુ નિપજયા બનાવને લઇ 108 અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ ફસાયા હોવાથી તેને બહાર કાઢવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટયા હતા. તો સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ પણ વાંચો : ભાવનગરમાં બસ એ બાઇક સવાર દંપતીને અડફેટે લીધા, પતિ પત્ની બંનેના મોત

મૃતકોમાં ચાર શખ્સો યુવાન વયના - વહેલી સવારે બનેલી ઘટના (Car Truck Accident) બાદ પોલીસે મૃતદેહોને સર ટી હોસ્પિટલ ખસેડયા છે. મળતી માહિતી મુજબ ચાર શખ્સો ધર્મેશ ચૌહાણ (28 વર્ષ રહેવાસી કરચલિયા પરા), હરેશ રાઠોડ (30 વર્ષ કરચલિયા પરા), ધર્મેશ પરમાર (22 વર્ષ કરચલિયા પરા) અને રાહુલ રાઠોડ (25 વર્ષ કરચલિયા પરાના) રહેવાસી છે. પોલીસે હાલમાં ઘટના કેમ બની તેની (Bhavnagar Accident Car Truck) તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.