ETV Bharat / city

ખોરવાયેલા વીજ પૂરવઠાને કાર્યરત કરવા માટે 49 ટિમો ભાવનગર ખાતે આવી પહોંચી

author img

By

Published : May 21, 2021, 4:40 PM IST

તૌકતે વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને મહુવામાં થઈ છે. આ શહેરોમાં વીજ પુરવઠો તાકીદે શરૂ કરવા માટે સરકારે DGVCLના કર્મચારીઓ તેમજ ટોરેન્ટો અને UGVCL અને અન્ય કમ્પની તેમજ કોન્ટ્રાક્ટરના માણસોની ટિમો આજે શુક્રવારે રોપેક્ષ મારફતે ભાવનગર આવી પહોંચી હતી.

Bhavnagar News
Bhavnagar News

  • ભાવનગર જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરાવવા માટે DGVCLના 380 કર્મચારીઓ આવ્યા મદદે
  • આજે બપોરના સમયે ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસ મારફત વીજ કંપનીના કર્મચારીઓ દહેજથી ઘોઘા પહોંચ્યા
  • 380 સરકારના કર્મચારીઓ તેમજ 100 કોન્ટ્રાક્ટરના માણસો મળી કુલ 480 કર્મચારી રોપેક્ષ મારફતે ભાવનગર આવી પહોંચ્યા
  • ગુજરાત વીજ કર્મચારીઓ તેમજ ટોરેન્ટો અને UGVCL અને અન્ય કમ્પની તેમજ કોન્ટ્રાક્ટરના માણસોની ટિમો આવી

ભાવનગર: રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને મહુવામાં થઈ છે અને તેમાંય સૌથી વધુ નુકસાન ઇલેક્ટ્રિસિટીને થયું છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા સરકારે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને ઉના શહેરમાં વીજ પુરવઠો તાકીદે શરૂ કરવા માટે સરકારે DGVCLના કર્મચારીઓ તેમજ ટોરેન્ટો અને UGVCL અને અન્ય કમ્પની તેમજ કોન્ટ્રાક્ટરના માણસોની ટિમો આજે શુક્રવારે ભાવનગર રોપેક્ષ મારફતે બપોરે આવી પહોંચી હતી. આ ટિમોમાં 380 સરકારના કર્મચારીઓ તેમજ 100 કોન્ટ્રાક્ટરના માણસો મળી કુલ 480 કર્મચારીઓ રોપેક્ષ મારફતે ભાવનગર આવી પહોંચ્યાં હતા.

વીજ પૂરવઠાને કાર્યરત કરવા માટે 49 ટિમો ભાવનગર ખાતે આવી પહોંચી

આ પણ વાંચો : રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે વેક્સિનેશનની બંધ થયેલી કામગીરી શરૂ

રાજ્ય સરકાર દ્વારા DGVCLના કર્મચારીઓ, અધિકારીઓની 49 ટિમ ભાવનગર પહોંચી

તૌકતે વાવાઝોડાએ સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારે તબાહી સર્જી છે. વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો તેમજ વીજ પોલો જમીન દોસ્ત થયા છે. છેલ્લા ચાર દિવસથી ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પોલ ધરાશાઈ થતા વીજ પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. જેને પગલે તાત્કાલિક અસરથી વીજ પુરવઠો ઝડપથી કાર્યરત કરવા રાજ્ય સરકાર દ્વારા DGVCLના કર્મચારીઓ, અધિકારીઓની 49 ટિમ સાથે 480 લોકો બપોરના સમયે ઘોઘા રોપેક્ષ ફેરી મારફત ઘોઘા આવી પહોંચ્યાં હતા. ઘોઘા ખાતે આવી પહોંચેલા વીજ કર્મચારીઓની ટિમ દ્વારા ગ્રામ્યકક્ષાએ તેમજ શહેરમાંના વિસ્તારોમાં વીજપોલો ટ્રાન્સફોમ્રર સાથે જમીન દોસ્ત થયા છે. તેને ઝડપથી ઉભા કરી વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાના પગલે સાબરકાંઠામાં વીજતંત્ર ગંભીર અસર

શું કહી રહ્યા છે PGVCL અધિકારી ?

ઘોઘા ખાતે વીજ પુરવઠો કાર્યરત કરવા આવેલા વીજ અધિકારીએ જણાવ્યું હતું કે, વીજળી પૂરી પાડતા 45 હજાર વીજ પોલ તૂટી ગયા છે. ઘણી જગ્યાઓ પર ટ્રાન્સફોમર પણ પડી ગયા છે. જેને કારણે ભારે નુકશાન થયું છે. જે ટીમો દ્વારા તેમની સાથે મોટી ક્રેન ટ્રેક્ટર અન્ય સામગ્રીઓ પણ લઇને આવ્યા છે. મેન પાવર અને મશીનરી પાવર પૂરતો મળતા સૌરાષ્ટ્રમાં ઝડપથી વીજ પુરવઠો ફરી શરૂ થશે તેવી આશા અધિકારીએ વ્યક્ત કરી હતી.

શું કહી રહ્યા છે ઘોઘા ટર્મિનલ ઇન્ચાર્જ ?

વાવાઝોડાના લીધે રોપેક્ષ સેવા બંધ કરવામાં આવી હતી, પરંતુ આજથી જ આ સેવા ફરી ચાલુ કરવામાં આવી છે અને તેની પહેલા પ્રવાસમાં જ વીજ કર્મચારીઓ અધિકારીઓ ભાવનગર આવ્યા છે. જે અંગે રોપેક્ષ ટર્મિનલના અધિકારીએ જણાવ્યું કે, કર્મચારીજો રોડ માર્ગે આવે તો સમય લાગે અને રોડ પણ બંધ થયા છે. જેને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. જેને પગલે રોપેક્ષ સેવાના માધ્યમથી ટીમો ઝડપથી પહોચી ઝડપથી વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી કરી શકે અને લોકોને વીજ પુરવઠો ઝડપી મળે તે માટે ટીમો રોપેક્ષ મારફત ભાવનગર પહોચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.