ETV Bharat / city

હાર્દિક પટેલે પરીક્ષામાં જવાબ ભરવા માટે 15થી 18 લાખ રૂપિયા લીધા : યુવરાજસિંહ

author img

By

Published : Jun 8, 2022, 12:43 PM IST

Updated : Jun 8, 2022, 3:31 PM IST

સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ (Irregularities in competitive examinations) સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja Press Conference) પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમણે પરીક્ષાને લઈને અનેક આક્ષેપ કર્યા હતા.

હાર્દિક પટેલે પરિક્ષામાં જવાબ ભરવા માટે 15થી 18 લાખ રૂપિયા લીધા : યુવરાજસિંહ
હાર્દિક પટેલે પરિક્ષામાં જવાબ ભરવા માટે 15થી 18 લાખ રૂપિયા લીધા : યુવરાજસિંહ

અમદાવાદઃ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર ગેરરીતિ (Irregularities in competitive examinations) થાય છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે ફરી એક વાર પત્રકાર પરિષદ (Yuvrajsinh Jadeja Press Conference) યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિસ્ટમ સાથે ચેડા કરનારને પકડવામાં આવે તેવી અમારી માગ છે. હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ પેપર ફૂટ્યા હતા. અત્યાર સુધીમાં એક જ વ્યક્તિએ પેપર ફોડ્યા છે. હાઈકોર્ટના પટ્ટાવાળા આ સમગ્ર રેકેટ ચલાવતા હતા.

મારા જીવને જોખમ છેઃ યુવરાજસિંહ
મારા જીવને જોખમ છેઃ યુવરાજસિંહ

ચેડા કરનારાને પકડો - યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા હતા કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા (Tampering with the future of Gujarat students) કરનારાને રાજ્ય સરકાર પકડે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જેલવાસ પહેલા અમે જરૂરી પૂરાવા વહીવટી અધિકારીને સોંપ્યા હતા.73 ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર આપવામાં આવ્યા હતા. તેમાંથી એક ઉમેદવારે સોશિયલ મીડિયામાં પેપરને શેર કર્યું હતું. ગૌણ સેવામાં કાર્યરત્ હાર્દિક પટેલ OMR શિટમાં જવાબ ભરતો હતો. આ હાર્દિક પટેલ નામના વ્યક્તિએ જવાબ ભરવા માટે 15થી 18 લાખ રૂપિયા લીધા હતા. આ કૌભાંડીઓ 2016 પછીની તમામ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરતા આવ્યા છે.

હાર્દિક પટેલ ભરતો હતો OMR શિટ - યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja Press Conference) કહ્યું હતું કે, કેટલાક લોકો આર્થિક વગના આધારે પેપર મળવી લે છે. ગૌણ સેવામાં કાર્યરત્ હાર્દિક પટેલ OMR શિટમાં જવાબ ભરતો હતો. જ્યારે હેડ ક્લાર્કની પરીક્ષાના કેટલાક આરોપીઓ હજી પણ ફરાર છે. યુવરાજસિંહે સાથે જ જણાવ્યું હતું કે, મને જીવનું જોખમ (Danger to the life of Yuvraj Singh Jadeja) છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અગાઉ કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી તેમ છતાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

આ પણ વાંચો- ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા

OMR સ્કેનિંગની એજન્સીમાં કામ કરતો કર્મચારી નીકળ્યો કૌભાંડી - યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja Press Conference) જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ગૌણ સેવામાં OMR સ્કેનિંગની જે એજન્સી કામ કરી રહી છે. તેમાં ફરજ બજાવે છે. હાર્દિક પટેલને રોકડ રકમ આપતા સાક્ષીઓ પણ અમારી પાસે છે. હાર્દિક પટેલે 15થી 18 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. સાથે જ તેણે પરીક્ષા પૂર્ણ થતા પછી OMRનો બ્લેન્ક ફોટો પાડી જેતે ઉમેદવારને વોટ્સએપ પર મોકલ્યો હતો. તેમ જ જેતે ઉમેદવારે જ્યારે પેપર સોલ્વ કરીને આપ્યું ત્યારબાદ તે ઉમેદવારની OMR શિટ ફિલઅપ કરતો પણ ફોટો છે. સાથે જ આવા આરોપીને પકડવાની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- VNSGU Paper Leak Case: પેપર લીક કેસમાં કૉલેજના આચાર્ય સહિત આટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

સરકારે આરોપીઓને સરખો પાઠ ભણાવવો જોઈએ - અમે ઈચ્છીએ છીએ કે, જે રીતે આરોપીઓ સામે ઝડપથી કડક કાર્યવાહી કરવામાં આવે. તેમ જ જે રીતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સરકારમાં જે કાયદો છે. તે મુજબ 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવે. આનાથી કૌભાંડીઓને સરખો પાઠ ભણાવી શકીશું. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja Press Conference) જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિના આરોપી તુષાર મેર પોલીસ કસ્ટડીમાં છે. મુખ્ય સેવિકાના પેપર લીકમાં પણ આ વ્યક્તિ મહત્વની ભૂમિકામાં હતો.

અગાઉ અનેક ખૂલાસા કર્યા - અગાઉ યુવા અધિકાર ન્યાય ચળવળના (Youth rights justice movement) પ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ અગાઉ અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલ ગેરીરીતિ મામલે ખૂલાસા કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવાના પ્રશ્નપત્રો લીક થયા હોવાનો ખૂલાસો કરીને જણાવ્યું હતું કે, પ્રાંતિજ જેવી ઘટના ભાવનગરના પાલિતાણામાં બની છે, જેમાં 22 જેટલા ઉમેદવારોને બિશા ઉમળ ભવન ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યારે 72 ઉમેદવારમાંથી 22 ઉમેદવારોને સબ ઓડિટરના પેપર અપાયા હતા અને આ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર મેર હોવાનું જણાવ્યું હતું.

હેડ ક્લાર્ક પેપર - યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે, પ્રાંતિજમાં જે પ્રકારે હેડ ક્લાર્કનું (Head Clerk Paper Leak) પેપર ફૂટ્યું હતું. તે પ્રકારે ભાવનગરના પાલીતાણામાં 22 ઉમેદવારોને શ્રી બિશા હુમદ ભવનમાં ભેગા કરવામાં આવ્યા હતા અને ત્યાં દાનાભાઈ ડાંગરે પેપર આપ્યું હતું. દાનાભાઈ ડાંગરની અગાઉ જ પોલીસે ધરપકડ કરી છે, પરંતુ પાલીતાણામાં 22 લોકોને પેપર આપ્યું તે હજી સામે આવ્યું નથી.

સબ ઓડિટરની પરીક્ષા - 10 ઓક્ટોબર 2021એ સબ ઓડિટરની પરીક્ષા હતી. ત્યારે બગોદરા હાઈવે પર આવેલ મેરુ વિહાર લોલિયાની ધર્મશાળામાં 72 ઉમેદવારોને સાથે રાખવામાં આવ્યા હતા અને તમામ ઉમેદવારોને 9 ઓક્ટોબરે તુષાર મેર નામના વ્યક્તિએ સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી પેપર આપવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારો પાસ પણ થઈ ગયા છે.

ATDOની પરીક્ષા - 17 જુલાઈ 2021એ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા યોજાઈ હતી. તેમાં 12 ઉમેદવારોએ OMR શિટ કોરી છોડી હતી. કોરી છોડેલી OMRને ગૌણ સેવા પસંદગી મંડળમાં કામ કરતા હાર્દિક પટેલે જાતે ભરી હતી. 12 ઉમેદવારોના તમામ જવાબ એક જ સરખા હતા. 12 ઉમેદવારોમાં એક પતિપત્ની પણ હતા.

જામનગર મહાનગરપાલિકાની પરીક્ષા- જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 19 સપ્ટેમ્બર 2021ના રોજ પરીક્ષા હતી. આ પેપર વિશાભાઈ ધોળકિયાએ ફોડયું હતું. પેપરનો ભવ 5થી 6 લાખ રૂપિયા નક્કી થયો હતો. પરીક્ષાના અગાઉના દિવસે પેપરની ઝેરોક્ષ અપવામાં આવી હતી. બાવળિયા મહેશ નામના ઉમેદવારે પેપર લીધું હતું. કુલ 11 ઉમેદવારોએ ગેરરીતિથી આ પેપર લીધું હતું.

એકાઉન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી - એકાઉન્ટ, ઓડિટર તથા સબ ટ્રેઝરી અધિકારીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં પણ ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ છે. જ્યારે તૂષાર મેર નામના વ્યક્તિએ 9 ઉમેદવારોને પેપર આપ્યા હતા. 15 લાખ રૂપિયામાં પેપર આપવામાં આવ્યા હતા. તૂષાર મેર અત્યારે પણ પોલીસ કસ્ટડીમાં પણ છે. હજી આ પરીક્ષા અંગે ખૂલાસો થયો નથી.

અધિક મદદનીશ ઈજનેર - 192 નંબરની જાહેરથી અધિક મદદનીશ ઈજનેરની પરીક્ષા યોજાઈ હતી. સુરેન્દ્રનગરના સાયલા પાસે પેપર લીક થયું હતું. 15 જેટલા ઉમેદવારોને પેપર આપવામાં આવ્યું હતું. 12થી 15 લાખ રૂપિયામાં વહીવટ થયાના આક્ષેપ છે. ઉમેદવારોને બોલાવીને પેપર આપવામાં આવ્યા હતા. આ પેપર અંગે પણ ખુલાસો થયો નથી.

કડક કાયદો બનાવવા માગ - આ સાથે જ યુવરાજસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ભાવનગરના લોલિયા ગામમાં સબ ઓડિટરના પેપર આપવામા આવ્યા હતા. આ તમામ ઘટનાના પૂરાવા અમારી પાસે છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, જસદણના વીંછિયા ખાતેથી પેપર લીકનું ખૂબ મોટું રેકેટ ચાલે છે. સરકાર પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવે તેમ જ કૌભાંડીઓની ધરપકડ કરે તેવી માગ યુવરાજસિંહ જાડેજાએ કરી છે.

યુવરાજસિંહની પાછળ મોટા માથાનો સપોર્ટ હોઈ શકે છે - બીજી તરફ વિશ્વસનીય સૂત્રો તેવું પણ કહી રહ્યા છે કે, ભાજપ સરકારને બદનામ કરવા માટે થઈ યુવરાજસિંહ જાડેજા આ પ્રકારે પોતાના જ વિદ્યાર્થીઓને સેટ કરી સિસ્ટમમાં રહેતા લોકોને લાલચ આપવાનું કામ કરી કૌભાંડ કરાવી રહ્યા છે. તો યુવરાજસિંહ જાડેજાની પાછળ ભાજપ સિવાય અન્ય પાર્ટીના કોઈ મહાન નેતાનો હાથ હોઈ શકે છે. યુવરાજસિંહ જાડેજાને જે પ્રમાણે સૂચના મળે તે રીતે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Last Updated : Jun 8, 2022, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.