ETV Bharat / city

જાણો અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કેવા પ્રકારની કોરોના પેશન્ટની સારવાર કરાઈ છે

author img

By

Published : Jul 28, 2020, 1:13 PM IST

સરકારી હોસ્પિટલોની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિફર કરાયેલા દર્દીઓને મફત સેવા આપવામાં આવે છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 42 ખાનગી હોસ્પિટલોને હોસ્પિટલ જાહેર કરી તેમના 50 ટકા બેડ સરકારી રહે છે .તેવો નિર્ણય કર્યો હતો. જેમાં તે દર્દીનો બધો જ ખર્ચ સરકાર ભોગવશે.

President Ahmedabad Medical Association
જાણો અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કેવા પ્રકારની કોરોના પેશન્ટની સારવાર કરાઈ છે

અમદાવાદ: શહેરમાં સરકારી હોસ્પિટલોની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિફર કરાયેલા દર્દીઓને મફત સેવા આપવામાં આવે છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 42 ખાનગી હોસ્પિટલોને હોસ્પિટલ જાહેર કરી તેમના 50 ટકા બેડ સરકારી રહે છે. તેવો નિર્ણય કર્યો હતો.

જાણો અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કેવા પ્રકારની કોરોના પેશન્ટની સારવાર કરાઈ છે

જેમાં તે દર્દીનો બધો જ ખર્ચ સરકાર ભોગવશે. જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકે તેવી જાહેરાત થઈ હતી. જોકે તેમાંની કેટલીક હોસ્પિટલોને સરકાર દ્વારા નક્કી કરેલ ચાર્જ કરતા વધારે રકમ ઉઘરાવવા બદલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તેમજ ચાર જેટલી હોસ્પિટલોને ડીનોટિફાઇડ પણ કરી દીધેલ છે. એટલે કે, તે હોસ્પિટલો હવે કોરોનાની સારવાર નહીં આપી શકે તેવું મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું છે. પરંતુ જે લોકોને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી છે તે લોકો કેવી રીતે સારવાર કરાવી શકે અને કેવા પ્રકારની સારવાર મળે છે તે અંગે ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું.

અમદાવાદમાં કેટલા કોરોનાના ખાલી બેડ કે, તેની માહિતી અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઇટ પરથી મળી રહે છે. આ વેબસાઈટ રોજ અપડેટ થતી રહે છે અને તે પ્રમાણે જાહેર જનતા જોઈ શકે છે કે, કેટલા બેડ કઈ હોસ્પિટલમાં ખાલી છે તેમજ જો કોઈ દર્દી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીફર કરવામાં આવ્યા હોય તો તે દર્દી કયા વિસ્તારમાં રહે છે. તેની આસપાસની હોસ્પિટલમાં જ સારી સુવિધા મળી રહે તે મુજબથી રિફર કરાય છે.

મહત્વનું છે કે, દર્દીને રિફર કર્યા બાદ પણ દર્દીઓને જાતે જ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ જવું પડે છે. તેના માટે કોઈપણ પ્રકારની સુવિધા હોસ્પિટલ તરફથી પ્રાપ્ત થતી નથી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ક્યારેક એવું પણ બને છે કે, દર્દીઓને મોડા એડમિટ કરવાને કારણે મૃત્યુ પણ થતું હોય છે. જોકે હાલમાં જ રાજસ્થાન હોસ્પિટલમાં 77 લાખ રૂપિયાનો દંડ કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવ્યો હતો, કારણ કે, દર્દીને એક કલાક સુધી બહાર ઊભા રાખવાના લીધે કોરોનાના દર્દીનું મોત નીપજ્યું હતું.

તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટીમ પણ બનાવવામાં આવી છે. જેમાં આ ટીમ દરેક ખાનગી હોસ્પિટલોમાં જઈ ચેક કરતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિફર કરેલા દર્દીઓ તેમજ પ્રાઇવેટના જે દર્દીઓ છે તેમના ટ્રીટમેન્ટમાં કોઈ અંતર છે કે, નહીં પછી તેમના પાસેથી વધારે ચાર્જ વસુલવામાં આવે છે કે નહીં જો કોઈપણ પ્રકારની બેદરકારી દેખાય તો તુરંત જ આ હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.