ETV Bharat / city

ગુજરાત કોંગ્રેસની ટીમ સાથે મળીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું: જગદીશ ઠાકોર

author img

By

Published : Dec 3, 2021, 10:57 PM IST

આખરે જે વાતની આતુરતાથી રાહ જોવાતી હતી તેનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા કોંગ્રેસના પ્રદેશ આધ્યક્ષની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ (Gujarat Congress New President) તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસની ટીમ સાથે મળીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું: જગદીશ ઠાકોર
ગુજરાત કોંગ્રેસની ટીમ સાથે મળીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું: જગદીશ ઠાકોર

  • કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર
  • જગદીશ ઠાકોર OBC સમાજના નેતા
  • ગુજરાતની ટીમ સાથે કોંગ્રેસને મજબૂત બનાવવા સંકલ્પ

અમદાવાદ: આખરે જે વાતની આતુરતાથી રાહ જોવાતી હતી તેનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા કોંગ્રેસના પ્રદેશ આધ્યક્ષ (Gujarat Congress New President)ની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસની ટીમ સાથે મળીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવીશું: જગદીશ ઠાકોર

કોંગ્રેસે હવે OBC સમાજ ઉપર દાવ ખેલ્યો

ઉલ્લેખનીય છે કે, ભાજપ પાટીદારો અમે સવર્ણ પર નભે છે. ત્યારે કોંગ્રેસે હવે OBC સમાજ (Leader of Thakor Samaj of North Gujarat) ઉપર દાવ ખેલ્યો છે. જગદીશ ઠાકોર અમદાવાદના રહેવાસી છે. તેઓ પાટણથી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસના પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેઓ 1973થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો: Gujarat Congress New President: જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈ કમાન્ડે લગાવી મહોર

પાર્ટી હાઈ કમાન્ડનો આભાર માન્યો

જ્યારે જગદીશ ઠાકોર દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પરત ફર્યા ત્યારે મોટા પાયે કોંગ્રેસના કાર્યકરોએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, પાર્ટી હાઈ કમાન્ડે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. તેને તેઓ ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવીને પૂર્ણ કરશે. તેઓ કોંગ્રેસની ટીમ સાથે મળીને કાર્ય કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી પ્રમુખ પદે નામ જાહેર: રઘુ શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.