Wall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો

author img

By

Published : Dec 9, 2021, 4:40 PM IST

Wall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો
Wall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો ()

ગુજરાત રાજ્યમાં આવતા મહિને વાઈબ્રન્ટ સમિટનું (VGGS 2022) આયોજન કરવામાં આવનાર છે. તેવામાં અમદાવાદ શહેરમાં વિવાદ ઊઠયો છે. અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફથી અંદાજે 2 કિમીના રસ્તા ઉપર પાકી દિવાલ (wall to hide slum from airport to Sardarnagar) બનાવવાના કોર્પોરેશનના (AMC decision) નિર્ણય સામે સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે.

  • વાઇબ્રન્ટ સમિટને લઈ એરપોર્ટથી સરદારનગર રોડ પર બન્ને તરફ બનશે દીવાલ
  • દીવાલ બનાવવામાં આવતા દુકાનદારોમાં રોષ
  • વિદેશથી આવતા લોકોને ઝૂંપડપટ્ટી ન દેખાય તે માટેની દીવાલ

અમદાવાદઃ સરદારનગર બોર્ડમાં આવેલા અમદાવાદ એરપોર્ટ સરદારનગર તરફ જવાના રસ્તે ACP ઓફિસથી ઇન્દિરા બ્રિજ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર બંને તરફ મોટી સંખ્યામાં દુકાનો તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC decision) વહીવટી તંત્રને ઉપરી અધિકારીઓ તરફથી સૂચના મળવાની સાથે જ બંને તરફ બે કિલોમીટર સુધીના રસ્તા ઉપર 8 ફૂટ ઉંચી અને પાકી દિવાલ (wall to hide slum from airport to Sardarnagar) બનાવવા માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

શહેરની ગરીબી વિદેશી મહાનુભાવની નજરે ચઢી ન જાય માટે થઈ રહી છે વ્યવસ્થા - સ્થાનિકો

તંત્ર તરફથી આરંભવામાં આવેલી આ કામગીરી (AMC decision) સામે સ્થાનિક પ્રશાસનમાં રોષ જોવા મળી રહ્યો છે. દિવાલ બનાવવાથી વાઇબ્રન્ટ સમિટ (VGGS 2022) પૂરી ન થાય ત્યાં સુધી તમામ પ્રકારની મુશ્કેલી પડવાની હોવાથી તંત્રની કામગીરી સામે સતત રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ગુજરાત અને અમદાવાદ આવવાના હોય છે એ સમયે સ્માર્ટ સિટીના વહીવટીતંત્ર દ્વારા શહેરની ગરીબી વિદેશી મહાનુભાવની નજરે ચઢી ન જાય (Wall To Hide Slums View In Ahmedabad) એ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગરીબોને ઢાંકવાના પ્રયાસ પાછળ જંગી રકમનો ખર્ચ

ગુજરાત રાજ્યમાં આવતા મહિને વાઈબ્રન્ટ સમિટનું (VGGS 2022) આયોજન છે ત્યારે અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધીનાં બન્ને તરફનાં અંદાજે બે કિલોમીટરના રસ્તાઓ પર પાકી દિવાલ (wall to hide slum from airport to Sardarnagar) બનાવવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયની કામગીરી આરંભી દેવામાં આવી છે. તંત્ર તરફથી (AMC decision) શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને પગલે અંદાજે 200થી વધુ જેટલા દુકાનદારો જેમાં 10,000થી વધુ લોકોની રોજગારી ચાલી રહી છે. તેમજ આસપાસના વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગરીબોને ઢાંકવાનો પ્રયાસ પાછળ ફરી એક વખત જંગી રકમનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે.

બે મિનિટમાં પસાર થઈ જતા વિદેશી મહાનુભાવો માટે અમને શા માટે તંત્ર હેરાન કરે છે - સ્થાનિક

સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારના આ પ્રકારના વલણને લઈ ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. હાલ તમામ દુકાનદારો એકઠા થયાં છે. કારણકે કોરોના મહામારીના કારણે પહેલાંથી હેરાન પરેશાન અને દેવાદાર થઈ ગયા છીએ. તેવામાં આ રીતે તો ધંધો રોજગાર બંધ થઈ જશે. જેની અસર અમારા પરિવાર પડે છે. કોર્પોરેશન અમને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન 3 થી 4 દિવસ દુકાન બંધ રાખવાનું કહેશે તો પણ ચાલશે. પરંતુ દીવાલ (wall to hide slum from airport to Sardarnagar) કોઈપણ ભોગે બનવા નહીં દઈએ. વિદેશથી આવતા મહાનુભાવો આ રસ્તા પરથી 2 મિનિટમાં પસાર થઈ જશે તો સરકાર બે મિનિટ માટે (Wall To Hide Slums View In Ahmedabad) થઈ શું 10000 હજાર લોકોને બરબાદ કરવા માગી રહી છે.

108 અથવા ફાયર પણ ન આવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકોમાં રોષ

વાઇબ્રન્ટ સમિટના આયોજનને ધ્યાને લઇ એરપોર્ટથી સરદારનગરના વિસ્તારમાં બન્ને તરફ બે કિલોમીટર લાંબી અને 8 ફૂટ ઉંચી દીવાલ (wall to hide slum from airport to Sardarnagar) બનાવવાથી આસપાસના વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીઓમાં અકસ્માત જેવી દુર્ઘટના થશે તો એ સમયે પ્રાથમિક સારવાર માટે થઈ એમ્બ્યુલન્સ અથવા ફાયર વિભાગના વાહનમાં પણ સાંકડી ગલીમાંથી પસાર ન થાય એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, આ કારણથી પણ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

નમસ્તે ટ્રમ્પ સમયે પણ સરણીયા વાસની ઝૂંપડીઓ ઢાંકવામાં આવી હતી

ગત વર્ષે ફેબ્રુઆરી 2020માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી અમદાવાદ આવ્યા હતાં. ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમના આગમન અગાઉ આ વિસ્તારમાં આવેલ સરણીયા વાસની ઝુંપડીઓ ઢાંકવા માટે તંત્ર તરફથી 500 મીટર લાંબી અને ચાર ફૂટની પાકી દિવાલ (wall to hide slum from airport to Sardarnagar) બનાવવામાં આવી હતી. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શહેરના રોડ રિસરફેસ કરવાની કામગીરીમાં કોવિડ મહામારી બાદ પૂરતું બજેટ ન હોવાની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ એરપોર્ટ- સરદારનગર સુધી બંને તરફના રસ્તા ઉપર બે કિલોમીટર લાંબી દિવાલ (Wall To Hide Slums View In Ahmedabad) બનાવવા લાખોનો ખર્ચ કરવાની કાર્યવાહી (AMC decision) શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોદી-ટ્રમ્પ રોડ શો: 2 કીમી સુધી બેરીકેટિંગ કરાઈ

આ પણ વાંચોઃ PM મોદી ગરીબી છુપાવો ફોર્મુલા અપનાવી રહ્યા છેઃ શિવસેના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.