ETV Bharat / city

Two Types Of Omicron Patient : કોવિડ ટાસ્ક ફોર્સના ડો. અતુલ પટેલે જણાવી ઓમિક્રોન દર્દીઓની બે કેટેગરીની સારવાર

author img

By

Published : Jan 19, 2022, 6:12 PM IST

અમદાવાદમાં ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટરોની પેનલે ઓમિક્રોન અંગે વિશેષ વિગતો આપી હતી. ઓમિક્રોન દર્દીઓને બે કેટેગરીમાં (Two Types Of Omicron Patient ) સારવાર આપવામાં આવે છે.

Two Types Of Omicron Patient : કોવિડ ટાસ્ક ફોર્સના ડો. અતુલ પટેલે જણાવી ઓમિક્રોન દર્દીઓની બે કેટેગરીની સારવાર
Two Types Of Omicron Patient : કોવિડ ટાસ્ક ફોર્સના ડો. અતુલ પટેલે જણાવી ઓમિક્રોન દર્દીઓની બે કેટેગરીની સારવાર

અમદાવાદઃ રિવર ફ્રન્ટ પર યોજાયેલ સંવાદદાતાઓ સાથેની મુલાકાતમાં ડૉ. અતુલ પટેલે (Covid Task Force Member Dr. Atul Patel) જણાવ્યું કે ઓમિક્રોનના દર્દીઓને બે કેટેગરીમાં વિભાજીત (Two Types Of Omicron Patient ) કરવામાં આવે છે. હાઈ રિસ્ક અને લો રિસ્ક . ઓછુ રિસ્ક ધરાવતા દર્દીઓનું ફક્ત મોનીટરીંગ કરવામાં આવે છે અને લક્ષણો આધારિત (treatment of omicron patient) સારવાર આપવામાં આવે છે. જેના પરિણામે આવા દર્દીઓને મહત્તમ 5 થી 7 દિવસની અંદર રિકવર થવાની સંભાવનાઓ પ્રબળ બની જાય છે.

ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર દ્વારા આપવામાં આવી માહિતી

હાઇ રિસ્ક ઓમિક્રોન દર્દી

Covid Task Force Member Dr. Atul Patel જણાવ્યું કે જ્યારે હાઇ રિસ્ક ધરાવતા દર્દી કે જેઓને અગાઉ કોઇ રીનલ ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું હોય, કોમોર્બિડ હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, વયસ્ક હોય તેવા દર્દીઓને સતત 2 દિવસ સુધી 101 થી 102 ડિગ્રી સુધી તાવ રહે અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તેવા દર્દીઓને દાખલ કરવાની કે આઇ.સી.યુ.માં સારવાર (treatment of omicron patient) અપાવવાની જરૂર જણાતી હોય છે.

આ પણ વાંચોઃ Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી

રેમડેસિવિર ઇન્જેક્શન ક્યારે અસરકારક

ડૉ. અતુલ પટેલે (Covid Task Force Member Dr. Atul Patel) વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિકસ્તરે થયેલ સંશોધનો પ્રમાણે ઓમિક્રોનની સારવારના (treatment of omicron patient) પ્રાથમિક 3 દિવસમાં રેમડેસિવીર ઇન્જેકશન અસરકારક નીવડશે. જે 89 ટકા સુધી વાયરસને બ્લોક કરવામાં (Two Types Of Omicron Patient ) સફળતા મળે છે.

આ પણ વાંચોઃ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલની લોકોને વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને ભૂલ્યા વગર વેક્સિન લો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.