ETV Bharat / city

Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી

author img

By

Published : Jan 15, 2022, 10:04 PM IST

Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી
Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી

કોરોનાને લઇને આગામી 15 દિવસ સુરત માટે જોખમી (Corona In Surat) હોવાનું મ્યુનિસિપલ કમિશ્નરે (surat municipal commissioner) જણાવ્યું હતું. સુરતમાં શહેરમાં છેલ્લા 7 જ દિવસમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાના વધતા કેસને જોતા શહેરમાં ધન્વંતરી રથની સંખ્યા 200થી વધુ કરી દેવામાં આવી છે.

સુરત: શહેરમાં હાલ જે રીતે કોરોનાના કેસો (Corona Cases In Surat) કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે એ જોતા આવનારા 15 દિવસ શહેર માટે અત્યંત જોખમી હોવાનું મ્યુનિસિપલ કમિશ્નરે (surat municipal commissioner) જણાવ્યું છે. શહેરમાં છેલ્લા 7 જ દિવસમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. આવનારા દિવસોમાં એક જ દિવસમાં 7થી 8 હજાર જેટલા કેસ (Corona In Surat) નોંધાય તેવી પ્રબળ શક્યતા તંત્ર દ્વારા સેવાઇ રહી છે, જેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આવનારા દિવસોમાં એક જ દિવસમાં 7થી 8 હજાર જેટલા કેસ નોંધાવાની શક્યતા.

શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે

સુરત મ્યુનિસિપલ કમિશ્નરે સ્પષ્ટ કરી દીધું છે કે, આવનારા 15 દિવસ સુરત માટે ખૂબ જ મહત્વના છે. જો કે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ક્રમશઃ વધી રહી છે, પરંતુ મૃત્યુ આંક નહિવત છે. સુરતમાં પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી વધુ ગંભીર ના હોય તેવા દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે. કરોનાની બીજી લહેર (Corona Second Wave In Surat) શાંત પડ્યા બાદ આફ્રિકા અને અમેરિકામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron In India)ની સમગ્ર દેશમાં દહેશત ફેલાઇ છે. દોઢ વર્ષ બાદ કોરોનાનું પ્રમાણ વધતા સુરત (Omicron In Surat) સહિત સમગ્ર દેશમાં પ્રતિદિવસ કેસની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: Surat Corona Update: સુરત શહેરમાં આજે કોરોના કુલ 2986 કેસ નોંધાયા

CCIC ઇન્ટર્સક્ચરની પ્રકિયા ચાલું કરી દેવામાં આવી

નાયબ આરોગ્ય અધિકારી ડો.રિતિકા પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા 15 દિવસમાં ઉત્તરોત્તર કોરોના કેસો વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 10 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ધન્વંતરી રથ (Dhanvantari rath in surat)ની સંખ્યા 200થી વધુ કરી દેવામાં આવી છે, જે લોકો હોમ આઇસોલેટ છે તેમની માટે 92થી 95 જેટલા સંજીવની રથની સેવા આપવામાં આવી રહી છે. તે ઉપરાંત સિવિલ, સિમ્મેર, પ્રાઇવેટ, હોસ્પિટલ તેમજ CCIC ઇન્ટર્સક્ચરની પ્રકિયા ચાલું કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કોરોના કેસ વધવાના સંકેતો મળી રહ્યા છે. ગત પહેલી અને બીજી વેવમાં જે કોમ્યુનિટી હોલ ઊભા કરવામાં આવ્યા હતા તે તમામ હોદ્દેદારો જોડે મિટિંગ કરી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Students Corona Positive in Surat: 500થી વધુ વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.